જાહેર સુલેહશાંતી ભંગ કરે તેવા કારણો જણાતા પાંચેયની બુટલેગર કેટેગરીમાં અટકાયત કરવામાં આવી
ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગેરકાયદેસર દારૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરૂદ્ધ જિલ્લા મેજિસ્ટ્રટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ઉના તાલુકાના સનખડા ગામના રહેવાસી જયેશ ઉર્ફે નાગણી વાઘેલા, જયદીપ ગોહિલ, હરદીપ ઉર્ફે ચેતન ગોહિલ,નીરવસિંહ ગોહિલ, ભગુ ગોહિલ નામના ઈશામો દ્વારા તેઓના સહઆરોપી જશુ ગોહિલ, માન ભાલીયા અને સતુભા કાળુભા ગોહિલ સાથે મળીને ભારતીય બનાવટી દારૂ-બિયરનો વિપુલ પ્રમાણમાં કિ.રૂ.17,80,800/- પ્રોહીબીશનનો મુદ્દામાલને હેરફેર કરવાની પ્રવૃતિમાં પકડાયેલા. જે અંગેની ઉના પો. સ્ટે.માં ગુન્હા રજી નં.11186008241567 , તા. 14/09/2024 થી FIR પણ નોંધાયેલ હતી.
આ ઈસમો ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ થવાના તેમજ તેની આવી ગેરકાયદેસરની પ્રવુત્તિથી લોકોના જાહેર સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચતી હોય તેવા કારણો જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટએ તા. 19/12/2024ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા તમામ આરોપીને રાજ્યની અલગ અલગ જેલના હવાલે કરવામાં આવેલ હતા.
અહેવાલ: અતુલ કોટેચા