- સુરેન્દ્રનગરમાં યોજાનારા બિઝનેસ એક્ષ્પોના અનુસંધાને MSME સેમિનાર યોજાયો
- રાષ્ટ્રીય કૃત બેંકો દ્વારા લોન અને ધિરાણ અંગે અપાઈ માહિતી
- ધારાસભ્ય,ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
- અગ્રણી ઉદ્યોગપતિ રહ્યા હાજર
લીંબડીમાં ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને મિલન જીનીંગ દ્વારા ભવ્ય સેમિનાર યોજાયો હતો. તેમજ ઝાલાવાડમાં નાના મોટા સ્થાનિક ઉદ્યોગોને વિકાસની પુરી તક મળી રહે તે માટે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય બિઝનેસ એક્ષપોનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગ રૂપે લીંબડી મિલન જીનીંગ કેમ્પસમાં ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા મિલન જીનીંગ પ્રેસિંગ લિમિટેડ સંયુક્ત ઉપક્રમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા MSME સેમિનાર નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય કૃત બેંકો દ્વારા લોન અને ધિરાણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં ધારાસભ્ય કિરિટસિંહ રાણા, ગૌણ સેવા પસંદગી સમિતિના પુર્વ ચેરમેન પ્રકાશ સોની, અગ્રણી ઉદ્યોગપતિ બાબુલાલ જીનવાલા, નરેશ કૈલા, કૃષ્ણસિંહ રાણા, તથા નગરપાલિકા પ્રમુખ રઘુ પટેલ,શહેર ભાજપ પ્રમુખ મુકેશ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગેબ મળતી માહિતી અનુસાર, ઝાલાવાડમાં નાના મોટા સ્થાનિક ઉદ્યોગો ને વિકાસની પુરી તક મળી રહે તે માટે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય બિઝનેસ એક્સપો નુ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેના ભાગ રૂપે લીંબડી મિલન જીનીંગ કેમ્પસમાં ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા મિલન જીનીંગ પ્રેસિંગ લિમિટેડ સંયુક્ત ઉપક્રમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા MSME સેમિનાર નુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાષ્ટ્રીય કૃત બેંકો દ્વારા લોન અને ધિરાણ અંગે વિસ્તૃત જાગૃતિ સભર માહિતી આપતો સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ધારાસભ્ય કિરિટસિંહ રાણા, ગૌણ સેવા પસંદગી સમિતિના પુર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની, અગ્રણી ઉદ્યોગપતિ બાબુલાલ જીનવાલા, નરેશ કૈલા, કૃષ્ણસિંહ રાણા, તથા નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ,શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ સેમિનારમાં જિલ્લા કુટિર ઉદ્યોગ અને રાષ્ટ્રીય કૃત બેંકોના અધિકારીઓ એ લઘુ ઉદ્યોગ માટે રાજ્ય સરકાર ની લોન અને તેની સબસિડી તથા વ્યાજ દર અંગે પુરતી માહિતી આપવામાં આવી હતી. સમગ્ર સેમિનાર ને સફળ બનાવવા અગ્રણી ઉદ્યોગપતિ બાબુલાલ જીનવાલા તથા ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ ની ટીમ દ્વારા કરવા આવ્યું હતું.