- ડુંગળીના ભાવમાં મણમાં 100 રૂપિયાથી લઈને 250 રૂપિયા જેવો ડુંગળીના ભાવ બોલાયા
- ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં હાલ છેલ્લા 3-4 દિવસ થયા ડુંગળીમાં ભાવમાં ધટાડો જોવા મળ્યો છે. તેમજ ડુંગળીના ભાવમાં મણમાં 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા, 250 રૂપિયા જેવો ડુંગળીના ભાવ બોલાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોને ભારે નુકસાની વેચવાનો વારો આવેલ છે અને ડુંગળીના વાવેતરમાં ખેડૂતો રાતા પણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક જોવા મળી છે. અને વધુ આવકને લઈને ભાવમાં ખાસ્સો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે હાલના ભાવમાં વેપારીઓ અને ખેડૂતો ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટના ધોરાજી તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં હાલ છેલ્લા ત્રણ ચાર દિવસ થયા ડુંગળીમાં ભાવ ગગળતા જોવા મળેલ છે જેને લઇને ધોરાજી અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાની ડુંગળી ની જણસી લઈને ખુલ્લી બજારમાં વેચવા માટે આવતા હોય છે છેલ્લા ત્રણ ચાર દિવસ થયા ડુંગળીના ભાવમાં કડાકો નોંધાયો છે ડુંગળીના વેપારીઓએ જ્યારે ડુંગળીનું વાવેતર કરેલું હોય ત્યારે મોંઘા ભાવના બિયારણો જંતુનાશક દેવાનો છંટકાવ અને આખા વરસની મહેનત અને પરસેવો વેઠી અને આ ડુંગળીનું પોતાના જ ખેતરમાં વાવેતર કરેલ હોય ખેડૂતોને એવી આશા હોય કે ખેડૂતોને જણસી જો માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈશું તો સારા એવા ભાવ મળશે પણ ખેડૂતોએ જે વિચાર્યું હતું તેના કરતાં અલગ પરિસ્થિતિ નિર્માણ પામી છે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ ચાર દિવસ થયા ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળેલ છે.
ડુંગળીના ભાવમાં મણ માં 100 રૂપિયા થી લઈને 200 રૂપિયા 250 રૂપિયા જેવો ભાવ ડુંગળીના બોલાઈ રહ્યા છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાની વેચવાનો વારો આવેલ છે અને ડુંગળીના વાવેતરમાં ખેડૂતો રાતા પણીએ રોવાનો વારો આવેલ છે નુકસાની ખાઈને ડુંગળી જણસી ખુલ્લી બજાર માં વહેંચવી પડે છે ડુંગળીના ભાવો નહીં મળતા ખેડૂતોમાં મુશ્કેલી સહન કરવાનો વારો આવેલ છે હાલ ડુંગળીનું વાવેતર ખૂબ જ હોય ત્યારે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક ધોરાજી માર્કેટ યાર્ડ આવી રહી છે અને વધુ આવકને લઈને ભાવમાં ખાસ્સો ઘટાડો ડુંગળીના ભાવમાં જોવા મળેલ છે હાલના ભાવમાં વેપારીઓ પણ મુશ્કેલીમાં છે તો ખેડૂતો પણ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા મુશ્કેલીના મુકાયા છે.
અહેવાલ: કૌશલ સોલંકી