અમદાવાદના રખિયાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ પોલીસ પર તલવારથી હુમલાની ધમકી આપવાનો વીડિયો વાયરલ થયો છે. તેમજ વીડિયોમાં પોલીસ કર્મચારીઓ ડરી ગયા હોય તેમ દેખાયા છે. આ ઘટનાએ પોલીસની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને પ્રકાશમાં લાવી છે. તેમજ બાપુનગર પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, પરંતુ બાકીના આરોપીઓની શોધખોળ શરૂ છે.
અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. તેમજ અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતા હોય એમ રખિયાલમાં બેખૌફ બનેલા લુખ્ખાઓની દાદાગીરીએ પોલીસને નિચાજોણું કર્યું છે. જુઓ આ વીડિયો કે જેમાં લુખ્ખાઓ તલવાર સાથે પોલીસને આપી રહ્યા છે ધમકી.
View this post on Instagram
રખિયાલમાં લુખ્ખાઓનો ત્રાસ
રખિયાલમાં જાણે તેમનું રાજ ચાલતું હોય એમ આ લુખ્ખાઓ પોલીસની કાર પાસે ઉભેલા પોલીસ કર્મચારીઓને ધમકાવી રહ્યા છે. તેમજ ઓન ડ્યુટી પોલીસ કર્મચારીને મારવાની ધમકી આપે છે. ખાખીનો કોઈ ડર ન હોય એમ લુખ્ખા પોલીસને કહી રહ્યા છે. આ ઉપરાંત “બહોત મારુંગા સાહેબ” અને પોલીસ પણ જાણે તેમનાથી ડરતી હોય એમ કોઈપણ પ્રતિકાર કર્યા વગર મુંગા મોઢે તમાશો જુએ છે. આ દરમિયાન લુખ્ખાઓ પોલીસને તેમની જ વાનમાં બેસાડી દરવાજો બંધ કરી ઘટનાસ્થળ છોડી જતા રહેવા કહે છે અને પોલીસ પણ જાણે કે તેમની વાત માનતી હોય એમ આવા લુખ્ખાઓ સામે પગલા ભરવાને બદલે ત્યાંથી જતી રહે છે. તેમજ પોલીસનું આ વલણ જોતા તો લાગે છે કે પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી છે. અમદાવાદની આવી પોલીસને પાવર આપવાની જરૂર છે.
ધરપકડની કાર્યવાહી
અસામાજિક તત્વોનો ઘાતક હથિયારો સાથેનો વીડિયો સામે આવ્યા બાદ બાપુનગર પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. તેમજ વાયરલ વીડિયોના આધારે રખિયાલ તેમ બાપુનગર એમ બંને પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.