જ્યારે આપણે બાળક હોઈએ છે ત્યારે સેક્સ વિશે ઘણા વિચિત્ર સવાલ આવતા હોય છે. સિરિયલ્સ અને ફિલ્મો જોઇને આપણને એવો પણ સવાલ આવે છે કે સેક્સ કરવું એટલે એક સફેદ ચાદર જોઈએ, બંને પાર્ટનર નેકેડ હોવા જોઈએ અને આલ્કોહોલ જોઈએ. ફક્ત બાળક જ નહીં જેમ જેમ તમે મોટા થાવ છો તેમ તેમ તમને આવા અનેક સવાલ આવે છે. જોકે તેની પાછળ આપણી સેક્સ એજ્યુકેશન સિસ્ટમ પણ તેટલી જ જવાબદાર છે. અરે કેટલાયને તો એ પણ નથી ખબર હોતી કે કઈ ઉંમરથી તમારે સેક્સ્યુઅલી એક્ટિવ થવું જોઈએ.
નિષ્ણાંતોનું માનીએ તો બોય અને ગર્લ બંને માટે સેક્સ્યુઅલી એક્ટિવ થવાની ઉંમર 18 વર્ષ છે. જોકે બીજી પણ અનેક આવી થીયરી છે કે જે અલગ અલગ ઉંમર સૂચવે છે. 18 વર્ષની ઉંમર જ બેસ્ટ એ આપણા સમાજ કે પરંપરાગત નિયમોના આધારે વાત નથી કરતા પરંતુ આપણે અહીં પ્યોર સાન્યસ અને લોજિકલ વાત કરીશું કે 18ના થયા પહેલા સેક્સ માણવાથી શારીરિક અને માનસિક કેવા કેવા ફેરફાર થાય છે.
ગર્લને જે ઉંમરે માસિકની શરુઆત થાય છે તે જ ઉંમરે બોય્ઝ પણ પ્યુબર્ટીમાં પ્રવેશ કરે છે. મહિલાઓના શરીરની જેમ પુરુષોના શરીમાં પણ ફેરફાર થાય છે. બોય ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધવાથી પોતાના શરીરમાં અનેક ફેરફાર અનુભવે છે. આ સમયે જ તેને શિશ્નોત્થાનો પણ અનુભવ થાય છે.
જોકે પોતાની પ્યુબર્ટીના શરુઆતમાં બોય્ઝ ગર્લ્સ જેટલા ઇમોશનલી ડેવલોપ્ડ થયા હોતા નથી. જેના કારણે તેઓ ગમે ત્યારે સેક્સનો નિર્ણય લઈ લે છે. આ માટે જ્યારે તેઓ 17ની ઉંમરના થાય છે ત્યારે તેમને પોતાની એક્શનના પરિણામની પણ ખબર પડે છે. તેમજ સેક્સ કર્યા બાદ જે ઇમોશન અનુભવાય છે તે 18 વર્ષના થયા પછી જ બોય સમજી શકે છે. તેથી આ ઉંમર તેમના માટે બેસ્ટ છે.
જ્યારે ગર્લ બીજીબાજુ બોય કરતા એકદમ જુદી જ રીતે ઉછરે છે. તેમના બોડીમાં પ્યુબર્ટી આવતા જ અનેક ચેન્જ થાય છે. જેના કારણે તેમને મૂડમાં પણ ઘડી ઘડી ચેન્જીસ આવે છે. તેમજ 18 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી તેમના બોડીમાં સેક્સ બાદ આવતા હોર્મોનલ ચેન્જીસમાંથી પસાર થવાની ક્ષમતા હોતી નથી. જેના કારણે તેઓ ડિપ્રેશનનો શિકાર બને છે.
જ્યારે 18 વર્ષ સુધી સેક્સ ન કરવાનું ગર્લ માટે બીજુ કારણ એ છે કે તેઓ પુરુષો કરતા ભાવનાત્મક રીતે વધુ મેચ્યોર હોય છે. એટલા માટે નહીં કે તેઓ નાજૂક અને લાગણીશીલ હોય છે. પરંતુ 18 વર્ષ પહેલા તેમનું બોડી પણ સેક્સ બાદના પરીણામો માટે તૈયાર નથી હોતું.
બોય અને ગર્લ બંનેએ સમજવાની જરુર છે કે સેક્સ તેની સાથે એક અલગ ભાર લઈને આવે છે પછી તે શારીરિક હોય કે માનસિક હોય છે. સેક્સના કારણે તમને અનેક ઇમોશનનો ચડાવ ઉતાર અનુભવો છો જે તમે પહેલા ક્યારેય ન અનુભવ્યો હોય. આ માટે તમને શારીરિકની સાથે માનસિક રીતે પણ તૈયાર હોવા જોઈએ. માટે ફક્ત તમારા કોઈ ફ્રેન્ડ કહે છે અને તમને ટેમ્પ્ટેશન માટે તેને કરો છો તેવું ન થવું જોઇએ.