- અબતક મીડિયા હાઉસની સમરસ પેનલના પ્રણેતા દિલીપ પટેલ અને પ્રમુખ પદના ઉમેદવાર પરેશ મારૂ સહિતના ઉમેદવારોએ લીધી શુભેચ્છા મુલાકાતે
- રેવન્યુ સહિતની સર્કિટ બેંક માટે સામૂહિક પ્રયાસ કરાશે જુનિયર વકીલો માટે કાનૂની માર્ગદર્શન મળી રહે તે માટે લીગલ ક્લિનિક ખોલાશે
બાર એસોસિએશનની ચૂંટણી માં ઘણા વર્ષો બાદ ત્રિપાખીયો જંગ જમ્યો છે.અને મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ત્રણેય પેનલના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારમા એડી ચોટીનું ચોર લગાવવામાં આવી રહ્યું છે.ત્યારે સમરસ પેનલ ના પ્રણેતા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર દિલીપભાઈ પટેલ અને પ્રમુખ પદના ઉમેદવાર પરેશભાઈ મારુ સહિતના તમામ ઉમેદવારોએ અબતક મીડિયા હાઉસથી શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકકે ત્યારે સમરસ પેનલ પોતાના એક એજન્ડા અને વકીલોના પ્રશ્નોના કાયમી નિરાકરણ સાથે મેદાનમાં ઉતરી હોવાનું પ્રમુખ પદના દાવેદાર પરેશભાઈ મારું એ છણાવટ સાથે પ્રશ્નોની ચર્ચા કરી હતી જેમાં નવા કોર્ટ બિલ્ડિંગમાં ખૂટતી સુવિધા નો અભાવ હોય જેમાં એટીએમ, પોસ્ટ ઓફિસ, સ્ટેમ્પ વેન્ડર તેમજ અસીલોને સસ્તો અને સરળ ન્યાય મળી રહે તે માટે ટ્રાન્સપોર્ટ સહિતની વ્યવસ્થા ઊભી કરવા જ્યાં જરૂર પડે ત્યાં તંત્રનો પણ સહયોગ લેવામાં આવશે. તેમજ રાજકોટ જિલ્લા મથકે અને તાલુકા ની કોર્ટો માં ન્યાયધીસો અને સ્ટાફની જગ્યા ભરવા માટે હાઈ કોર્ટ ને રજૂઆત કરવામાં આવશે જુનિયર વકીલો માટે લીગલ ક્લિનિક શરૂ કરી સિનિયર વકીલો દ્વારા સિવિલ રેવન્યુ ક્રિમિનલ સહિતનું કાયદાકીય જ્ઞાન મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવશે, આ ઉપરાંત રાજકોટ સહી સૌરાષ્ટ્ર ભરનાના વકીલો માટે નેશનલ અને સ્ટેટ લેવલના પેનલ લીગલ સેમિનારનું પણ આયોજન કર કરવાનો સંકલ્પ છે. બાર અને બેંન્ચ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો રહે તે માટે જ્યુડીસરી સાથે બેસીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવશે. ત્યારે સમયાંતરે વકીલો માટે કોર્ટ કેમ્પસમાં મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવશે, આ ઉપરાંત રેવન્યુ, ક્ધઝ્યુમર અને એસએસઆરડી સહિતની અમદાવાદ ખાતે બેસતી કોર્ટે ની સર્કિટ બેન્ચ રાજકોટને મળી રહે તે માટે સામૂહિક પ્રયાસ કરવાનો કોલ આપ્યો છે.
પ્રમુખ: પરેશ બી. મારૂ
સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી તથા રાજયસભાના પુર્વ સાંસદ સ્વ. અભયભાઈ ભારધ્વાજ તથા જયદેવભાઈ શુકલ સાથે વકીલાતના વ્યવસાય નો પ્રારંભ કરનાર અને છેલ્લા 25 વર્ષનો વકીલાતનો બહોળો અનુભવ ધરાવનાર પરેશ મારુ બાર એશો. ના વિવીધ હોદા ઉપર સેવાઓ આપેલ છે. છેલ્લા 17 વર્ષ થી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમા લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશનના નામથી રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટમા ક્ધવીન્યર તરીકે સેવાઓ આપે છે. તથા વોઈસ ઓફ લોયર્સના નેજા હેઠળ સમગ્ર વકીલના સંતાનોને સરસ્વતી સન્માન સમારોહ યોજી પ્રોત્સાહન પુરૂ પાડે છે, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમા લીગલ એડવાઈઝર તરીકેની 19 વર્ષથી સેવાઓ આપે છે. તેમજ પોતાના મિલનસાર સ્વભાવના કારણે સમગ્ર વકીલ આલમમા સીનીયર તથા જુનીયર ધારાશાસ્ત્રીઓમા ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે, તેમજ વકીલોના પ્રશ્નને સતત જાગૃત રહી તેનુ નિરાકરણ લાવવા પ્રયત્નશીલ રહેલ છે.
જોઈન્ટ સેક્રેટરી: ગિરિરાજસિંહ સી. જાડેજા
તેઓએ વકીલાતની શરૂઆત 1998 થી રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી જશવંતસિંહ ભટ્ટી સાથે ગીરીરાજસિંહ જાડેજાએ 1998 થી વકીલાતના વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો. રેવન્યુ તથા ફોજદારી ક્ષેત્રે વકીલાત કરી રહેલ છે. તેઓ ક્રિમીનલ બાર અને રેવન્યુ બાર એસોશીએશનના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે, આ ઉપરાંત રાજકીય તથા સામાજીક સંસ્થાઓના વિવીધ હોદાઓ ઉપર સેવા આપેલ છે, જેઓ ખુબ જ મીલનસાર સ્વભાવના કારણે ખુબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે.
પરેશભાઈ મારુને સંજયભાઈ વ્યાસનું સમર્થન
રાજકોટ બાર ની અગામી ચૂંટણી માં પ્રમુખપદ ના ઉમેદવાર પરેશભાઈ મારુ કે જેઓ રાજકોટ રાજકોટ ના સિનિયર એડવોકેટ છે. પરેશભાઈ મારુ અગાઉ બાર ના વિવિદ્ય હોદ્દા ઉપર ફરજ બજાવી ઉમદા કાર્યવાહી કરેલ છે અનેક જુનિયર વકીલો ને મદદરૂપ થયેલ છે.
પરેશભાઈ માંરુ તથા તેમની ટિમ દ્વારા 2009 થી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ના વકીલો ની ક્રિકેટ ટુર્નામેંન્ટ નું ભવ્ય આયોજન કરે છે.આવા ઉમદા સ્વભાવ ના પ્રમુખપદ ના ઉમેદવાર પરેશભાઈ મારુ ને બાર નાં પૂર્વ પ્રમુખ અને ઔદિચ્ય ખરેડી જ્ઞાતિ ના પુર્વ સેક્રેટરી બ્રહ્મ અગ્રણી સંજયભાઈ વ્યાસે પોતાના વકીલ મિત્રો ને પરેશભાઈ માંરુઆ ને મત આપી વિજેતા બનાવવા અનુરોધ કરેલ છે.
સેક્રેટરી: કેતન પી. દવે
વર્ષ-1995 મા વકીલાતના વ્યવસાયમા પ્રવેશ કરેલ, તેઓએ 17 વર્ષ સુધી ખ્યાતનામ ધારાશાસ્ત્રી મહેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સફળ કેતન દવે વકીલાતના વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો. કોરોનાની મહામારી માં પણ જોઈન્ટ સેક્રેટરી તરીકે વિકટ પરીસ્થીતીમા વકીલ આલમમા ખંભે ખંભા મીલાવીને સેવાઓ આપેલ છે, તેઓ મીલનસાર અને હસમુખા સ્વભાવના કારણે સીનીયર તથા જુનીયર એડવોકેટ ભાઈ-બહેન મા સારી એવી લોક ચાહના ધરાવે છે.
ઉપ પ્રમુખ: સુમીત ડી. વોરા
સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારધ્વાજ તથા જયદેવભાઈ શુકલના માર્ગદશન હેઠળ સુમિત વોરાએ વકીલાતના વ્યવસાયમા પ્રવેશ કરેલો સીવીલ , ક્રિમીનલ તથા રેવન્યુ ક્ષેત્રમા વકીલાતની શરૂઆત કરેલ. બાર એસોશીએશનમા ત્રણ વખત કારોબારી સભ્ય તથા લાઈબ્રેરી સેફેટરીના હોદાઓ ઉપર સફળતા પુર્વક કામગીરી કરી ચુકયા છે, હાલ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત મા કો-ઓપ્ટ મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળમા પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહયા છે. ખોડલધામ લીગલ સમીતીમા સક્રિય ભુમીકા નિભાવી કાનુની માર્ગદર્શન આપી રહેલ છે. સામાજીક અને રાજકીય સંસ્થાઓ સંકળાયેલ છે. સીનીયર તથા જુનીયરમા લોકચાહના ધરાવે છે.
ટ્રેઝરર: પંકજ આર. દોંગા
સીનીયર ધારાશાસ્ત્રી કેતન સીંધવા તથા અતુલ પટેલ સાથે 16 વર્ષથી પંકજ આર. દોંગા વકીલાતના વ્યવસાય નો પ્રારંભ કર્યો હતો. બાદ સીનીયર ધારાશાસ્ત્રી એલ.જે. રાઠોડ સાથે ક્રિમીનલ ક્ષેત્રમા વકીલાતનો બહોળો અનુભવ મેળવેલ, લીયો લાયન્સ રાસોત્સવમાં ઉપપ્રમુખ તરીકે ફરજ નિભાવી રહેલ છે. બાર એશો. મા અગાઉ વિવીધ હોદાઓમા સેવાઓ આપી ચુકયા છે, તેમજ રાજકીય અને સામાજીક ક્ષેત્રે તેઓ બહોળી મિત્ર વર્તુળ ધરાવે છે.
લાઈબ્રેરી સેક્રેટરી: કેતન મંડ
સીનીયર ધારાશાસ્ત્રી આર. એમ. વારોતરીયા સાથે કેતનવી. મંડ એ 2002 વકીલાતની શરૂઆત કરેલી , હાલ રેવન્યુ ક્ષેત્રે વકીલાત કરી રહેલ છે. રેવન્યુ બાર અને બાર એસોશીએશનમા વિવીધ હોદાઓ ઉપર સેવાઓ આપેલ છે. આ ઉપરાંત વોઈસ ઓફ લોયર્સ ગૃપમા જોઈન્ટ સેક્રેટરી તરીકેની ઉમદા કામગીરી કરી રહેલ છે. રાજકીય તથા સામાજીક સંસ્થાઓના વિવીધ હોદાઓ ઉપર સેવા આપેલ છે, જેઓ ખુબ જ મીલનસાર સ્વભાવના કારણે ખુબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે.
(કારોબારી સભ્યો) કિશન બી. વાલ્વા
છેલ્લા 17 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ છે, તેઓ સીવીલ તથા ફોજદારી ક્ષેત્રમા વકીલાતનો બહોળો અનુભવ ધરાવે છે, તેઓએ વકીલાતની શરૂઆત સીનીયર એડવોકેટ એ. બી. ઠકકર સાહેબ સાથે શરૂઆત કરેલ તેઓ વકીલ આલમ તથા જ્ઞાતિ લેવલે સનીષ્ઠ કાર્યકર તરીકે પોતાની આગવી છાપ ધરાવે છે.
અશ્વીનભાઈ રામાણી
છેલ્લા 22 વર્ષ થી રાજકોટ શહેરમા રેવન્યુ તથા સીવીલ ક્ષેત્રમાં વકીલાત કરી રહેલ છે. તેઓએ વકીલાતનું પ્રથમ પગથીયુ રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી ધર્મેશ યુ. વકીલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરેલ. હાલ રેવન્યુ ક્ષેત્રમા ખુબ જ મોટુ નામ ધરાવે છે તથા રાજકીય અને સામાજીક ક્ષેત્રમા વિવીધ હોદાઓ ઉપર કાર્યરત છે. રેવન્યુ ક્ષેત્રના વકીલો સાથે પારીવારીક સબંધો ધરાવે છે અને ખુબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે.
પ્રગતી માકડીયા
વર્ષ – 2018 થી કરેલ, મહીલા ધારાશાસ્ત્રી તરીકે વકીલ વર્તુળમા સારી એવી લોકચાહના ધરાવે છે. તેમજ સાઈબર ક્રાઈમના ગુન્હાઓમા પીડીતોને ન્યાય અપાવવા વકીલ તરીકે સારી એવી સેવા આપી રહેલ છે. હાલમા રેવન્યુ સીવીલ તેમજ ફોજદારી ક્ષેત્રે વકીલાતનો વ્યવસાય કરી રહેલ છે તથા સામાજીક તથા રાજકી સંસ્થાઓમા વિવીધ હોદાઓ ઉપર સેવાઓ આપી રહેલ છે, જીલ્લા કાનુની સેવા સ મંડળમા પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહયા છે. તેમજ તેમજ યુવા વયમા સીનીયર તથા જુનીયર ભાઈઓ – બહેનોમા લોકચાહના ધરાવે છે.
પરેશ એલ. પાદરીયા
છેલ્લા 18 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ છે. રેવન્યુ ક્ષેત્રમા અનીલભાઈ ગજેરા, મહેશભાઈ મનાણી સાહેબના માર્ગદર્શન હેઠળ બહોળો અનુભવ ધરાવે છે. તેમજ રાજકોટના મદદનીશ સરકારી વકીલશ્રી દિલીપભાઈ મહેતા સાથે સીવીલ તથા ફોજદારી પ્રેકટીસ કરેલ છે, તેમજ રાજકીય વિવીધ હોદાઓ ઉપર તેમજ સામાજીક સંસ્થાઓ સાથે વિવીધ સેવાઓ આપી રહેલ છે.
સંજય એમ. ડાંગર
વકીલાતના વ્યવસાયની શરૂઆત વર્ષ – 2013મા સીનીયર ધારાશાસ્ત્રી અશોકભાઈ ઠકકર સાથે કરેલ અને ફોજદારી ક્ષેત્રમા વકીલાતનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ જ્ઞાતિ લેવલે આહીર લીગલ સેલ જીલ્લા ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી રહયા છે. તેમજ અનેક ચકચારી કેસોમા વકીલ તરીકે સેવાઓ આપેલ, તેઓ સ્પોટર્સ એકટીવીટીમા સક્રિય ભુમિકા નિભાવી રહયા છે. પોતાના મૃદુ અને મિલનસાર સ્વભાવના કારણે વકીલોમાં લોકપ્રિયતા ધરાવે છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર ધ્વારા નોટરી પબ્લીક તરીકે પસંદગી પામેલ છે.
રવિ એમ. વાધેલા
વકીલાતના વ્યવસાયની શરૂઆત વર્ષ – 2013મા સીનીયર ધારાશાસ્ત્રી એચ. એમ. ડાભી તથા એલ.જે. રાઠોડ સાહેબ સાથે કરેલ અને ફોજદારી ક્ષેત્રમા વકીલાતનો બહોળો અનુભવ ધરાવે છે, વોઈસ ઓફ લોયર્સ તથા લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન નામની સંસ્થા સાથે તન, મન, ધનથી સક્રિય રીતે જોડાયેલ છે. તેઓ જ્ઞાતિ લેવલે અખિલ ભારતીય કોળી સમાજ સંસ્થાના લીગલ સેલના પ્રમુખ તરીકે સક્રિય ભુમીકા નિભાવી રહેલ છે. તથા કોર્ટ સંકુલમા બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. તેમજ તાજેતરમા કેન્દ્ર સરકાર ધ્વારા નોટરી પબ્લીક તરીકે પસંદગી પામેલ છે.
તુષાર દવે
છેલ્લા 29 વર્ષથી વકિલાતના વ્યવસાયમાં કાર્યરત છે. તેઓએ વકિલાતની શરૂઆત સૌરાષ્ટ્ર-કચ્છના સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ સાથે વકિલાતની શરૂઆત કરેલ અને તેઓએ સીવીલ, ફોજદારી તથા રેવન્યુ ક્ષેત્રે નામના મેળવેલ છે. તેમજ તેઓ બ્રહમસમાજમાં આગવી નામના ધરાવે છે. તેમજ જ્ઞાતિ લેવલે વિવિધ સંસ્થાઓમાં જોડાયેલ છે.
મુનીશ કે. સોનપાલ
વકિલાતના વ્યવસાયની શરૂઆત વર્ષ – 2010 થી તેઓના પીતાશ્રી સીનીયર ધારાશાસ્ત્રી શ્રી કિરણભાઈ સોનપાલ સાથે વિકલાતની શરૂઆત કરેલ અને હાલમા ફોજદારી અને સીવીલ ક્ષેત્રમા વકીલાતનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ લોહાણા સમાજના અગ્રણી છે તેમજ જ્ઞાતિ લેવલે વિવિધ સંસ્થાઓમાં જોડાયેલ છે તેમજ તેઓનો સમગ્ર પરીવાર વકિલાતના ક્ષેત્ર સાથે જોડાયેલ છે. તેઓ કેન્દ્ર સરકાર ધ્વારા નોટરી પબ્લીક તરીકે નિમણુંક પામેલ છે અને નોટરી એસોસીએશનનુ સમર્થન મળેલ છે.