- અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવેલી એક્ટિવ પેનલના ઉમેદવારોએ વકીલના વિવિધ પ્રશ્ર્ન કરી ચર્ચા
- વકીલો માટે સતત દોડતો રહેતો હોવાથી ત્રીજી વખત પ્રમુખ પદે વિજય બનવાનો બકુલ રાજાણી(કાકા)નો નિર્ધાર
બાર એસોસિએશનની ચૂંટણીમા વર્તમાન પ્રમુખ બકુલ રાજાણી સહિત ત્રણ પેનલો મેદાનમાં હોવાથી ત્રિપાખ્યો જંગ જામ્યો છે. મતદારને આડે એક દિવસ બાકી છે. જીતના દાવા સાથે વકીલો નો સંપર્ક કરી મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે એક્ટિવ પેનલ ના પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણી સહિતના ઉમેદવારો અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ તકે પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણીએ એક્ટિવ પેનલ વતી જણાવ્યું હતું કે નવા કોર્ટ બિલ્ડિંગમાં એક પણ વકીલ ટેબલ વગર નહીં રહે તેવી ખાતરી આપી છે. વકીલો ઉપર વારંવાર થતાં હુમલાઓના કારણે પ્રોટેક્શન બિલ ની માંગ સાથે રજૂઆત કરવામાં આવશે.નવા કોર્ટ બિલ્ડિંગમાં ખૂટતી સુવિધામાં વધારા સાથે એટીએમ, પોસ્ટ ઓફિસ સહિતની વ્યવસ્થા ઊભી કરવામા આવશે.જુનિયર વકીલોને સ્તાઈપન્ડ અને પ્લેસમેન્ટ માટે માટે લીગલ ક્લિનિક શરૂ કરી સિનિયર વકીલો દ્વારા સિવિલ રેવન્યુ ક્રિમિનલ સહિતનું કાયદાકીય જ્ઞાન મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવશે તેમજ જુનિયર વકીલોને પડતી મુશ્કેલીમાં ખડેપગે હાજર રહેવાનો કોલ આપ્યો છે. આ ઉપરાંત રેવન્યુ, ક્ધઝ્યુમર અને એસએસઆરડી સહિતની સર્કિટ બેન્ચ રાજકોટને મળી રહે તે માટે સામૂહિક પ્રયાસ કરવાનો કોલ આપ્યો છે.
ટ્રેઝરર પદના દાવેદાર રાજેશ ચાવડા
બાર એસોસીએશનની વર્ષ 2018-19ની ચૂંટણીમાં તેઓ કારોબારી સભ્ય તરીકે જંગી બહુમતિથી ચુંટાય આવેલા અને હાલ ટ્રેઝરર પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ છે. રાજેશ ચાવડા રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન(આવાસ) નાં પેનલ એડવોકેટ છે. રાજકોટની બાળકોની ચાઈલ્ડ સ્પેસ્યાલીસ્ટ અમૃતા હોસ્પીટલ ના એથીકસ કમીટીનાં મેમ્બર છે. વાજડી-વડ પંચાયતનાં ઉકાઈ સહકારી ખાંડસરી ઉધોગ મંડળી અને જયોતી સરાફી મંડળીના લીગલ એડવાઈઝર છે. જીલ્લા મફત કાનુની સેવા સત્તા મંડળ માં પણ ઘણા વર્ષો થી સેશન્સ કેસો ની સેવા આપી રહ્યા છે. રાજેશ ચાવડાને જુનીયર વકીલ ભાઈઓ તથા બહેનોનાં આર્શિવાદ અને બોહોળો પ્રતિસાદ મેળવી રહયા છે.
કારોબારી સભ્ય ધર્મેન્દ્ર જરિયા
એડવોકેટ ધર્મેન્દ્ર મણીલાલ જરીયાએ કારોબારી સભ્યપદમાં ઉમેદવારી નોંધાવેલી છે. વર્ષ 2012થી રાજકોટની સીવીલ ક્રિમીનલ તેમજ ફેમીલી કોર્ટમાં વકીલાત કરે છે. કારોબાર એસોસીએશનના તમામ વકીલો જંગી બહુમતિથી વિજય બનાવવા ધર્મેન્દ્ર જરિયાએ અપીલ કરી છે.
કારોબારી સભ્ય અનિલ પરસાણા
રાજકોટ બાર એસોસીએશનની અને 2025ની ચૂંટણીમાં એક્ટિવ પેનલમાંથી કારોબારી સભ્ય પદ માટે અનિલ પરસાણાએ ઉમેદવારી નોંધાવેલી છે. હાલ છેલ્લા 5 વર્ષથી રાજકોટ ખાતે રેવન્યુ, સીવીલ, ફોજદારી અને ફેમીલી ક્ષેત્રમાં સ્વતંત્ર પ્રેકિટસ કરી રહયા છે અને તેઓના સમાજને લગતી સામાજીક તથા શૈક્ષણિક સંસ્થામાં સેવા આપી રહયા છે તેમજ સૌરાષ્ટ્ર જુનીયર એડવોકેટ એસોસીએશનમાં સહમંત્રી તરીકે જોડાયેલ છે અને જુનીયર વકીલોના કોઈપણ પ્રશ્નો તેમજ તેમના હિત માટે કામ કરી રહયા છે.
કારોબારી સભ્ય રમેશચંદ્ર આદ્રોજા
રમેશચંદ્ર આદ્રોજા આર્મીના રિટાયર્ડ નોન કમિશન ઓફિસર છે. આર્મીની નોકરીમાં 13 વર્ષ સતત યુદ્ધ ઉગ્રવાદીથી ઘેરાયેલા એરિયામાં નોકરી કરેલ છે. કારગીલ યુદ્ધમાં સક્રિય ભાગ લીધેલ છે. રીટાયરમેન્ટ પછી લો ડીગ્રી તથા લોમાં માસ્ટર ડીગ્રી મેળવી હાલ ક્રિમીનલ સિવિલ અને રેવન્યુ ક્ષેત્રે સ્વતંત્ર પ્રેક્ટિશ કરે છે. કોરોના વખતે રાશન કીટ વીતરણમાં મહત્વનું યોગદાન આપેલ હતું. આર્મીમાં લીગલ, એડમીનીસ્ટ્રેશન મેનેજમેન્ટનો લાંબો અનુભવ લીબીલ લાઈફમાં પણ વકીલ નોટરી તરીકે તેટલા જ ખંતથી કામ કરે છે.
કારોબારી સભ્ય દિપેશ પાટડિયા
દિપેશ નવનીતભાઈ પાટડિયા વૈશાલી સિક્યુરીટી લિમિટેડના આઈ આઈ એફએલ સીટી ફાઈનાન્સ રાજકોટ એડવોકેટ તેમજ લીગલ હેડ તરીકે કાર્ય કરેલ છે. તેમજ અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. પ્રથમ વખત રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી 2024-25 માં એક્ટિવ પેનલમાંથી કારોબારી સભ્યપદ માટે પોતાની ઉમેદવારી નોંધાવેલ છે.
કારોબારી સભ્ય ધારેશ દોશી
ધારેશ આર. દોશી એક્ટિવ પેનલમાંથી કારોબારી સભ્યપદમાં ઉમેદવારી નોંધાવેલ છે. ધારેશ દોશી ફોજદારી, સિવિલ, ક્રિમિનલ, વગેરે ક્ષેત્રમાં કાર્યરત છે. રાજકીય ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે વિવિધ સંસ્થાઓમાં સેવા આપેલ છે. ભાજપના યુવા કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે.
કારોબારી સભ્ય: ભાવના વાઘેલા
એડવોકેટ ભાવનાબેન વાઘેલાએ બાર એસોસીએશનની ચૂંટણીમાં કારોબારી સભ્યપદમાં ઉમેદવારી નોંધાવી છે. બાવનાબેન વાઘેલા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ભાવનાબેન 7 વખત સિલેક્શન કારોબારીમાં ચૂંટાયેલા છે. તેમજ નારી સુરક્ષા સમિતિમાં લીગલ એડવાઈર્ઝ તરીકે સેવા આપે છે.
પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણી
એક્ટિવ પેનલ ના પ્રમુખ પદના ઉમેદવાર અને પ્રમુખ છેલ્લા 27 વર્ષથી સિવિલ અને ફોજદારી ની પ્રેક્ટિસ કરે છે પોતે આપ બળે અને ખંત અને મહેનતથી આગળ આવેલ છે બાર એસોસિયેશનના ઇતિહાસમાં ત્રણ વખત પ્રમુખ તરીકે વિજય બનવાનો તેમના નામે રેકોર્ડ છે નવા કોર્ટ બિલ્ડિંગનું બકુલ રાજાણીના કાર્યકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડના હસ્તે લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો. નવા કોડ બિલ્ડીંગ કેમ્પસમાં વકીલો માટે ત્રણ માળના બિલ્ડીંગની બદલે પાંચ માળનું બિલ્ડીંગ ખાર્તે મુહુત હાઇકોર્ટના જજ હસ્તે કરવામાં આવેલું અને નવા કોડ બિલ્ડીંગ ના લોકાર્પણના પ્રારંભે જ ટેબલ રાખવાનો પ્રશ્ન ઉદભવેલો તેમજ મુખ્ય દરવાજાનો ઝેરોક્ષ પાર્કિંગ સહિત પાયાની રજૂઆત કરી સુખદ નિવેડો લાવવામાં આવ્યો હતો તેમ જ વકીલોને સ્પર્શતા પ્રશ્ન અંગે પોલીસ કમિશનર અને કલેક્ટર સાથે મુલાકાત કરી અંત લાવવા પ્રયત્ન કર્યો હતો.