- સુવાલી બીચ ફેસ્ટીવલનો 80 હજારથી વધુ લોકો લાભ લઇ શકે છે
- 20થી 22 ડિસેમ્બર ત્રિદિવસીય ફેસ્ટિવલનું આયોજન
- મુસાફરોએ 30 રૂપિયાની સુમન પ્રવાસ ટિકિટ લેવી પડશે
Surat : સુવાલી બીચ પર આવન- જાવનમાં લોકોને સરળતા રહે તે માટે સ્પેશિયલ બસ સર્વિસનો લાભ લેવા મુસાફરોએ રૂપિયા 30/- ની સુમન પ્રવાસ ટીકીટ લઈને મુસાફરી કરવાની રહેશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને BRTS બસ તેમજ સીટીબસની સુવિધા પુરી પાડવામાં આવી રહેલ છે. તેમજ 84 તાલુકામાં સમાવિષ્ટ સુવાલી ગામ ખાતે આગામી સુવાલી બીચ ફેસ્ટિવલ-2024નું 20થી 22 ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ બીચ ફેસ્ટિવલમાં બહોળી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે સુરત સિટી બસ સેવા દ્વારા ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. 26 સ્થળેથી બસ સેવા મળશે અને શહેરના કોઇપણ ખૂણેથી 30 રૂપિયાની ટિકિટ પર સુવાલી બીચ પહોંચી શકાશે.
સુવાલી બીચ ફેસ્ટીવલનો 80 હજારથી વધુ લોકો લાભ લેનાર હોય છે ત્યારે સુવાલી બીચ પર આવન- જાવનમાં લોકોને સરળતા રહે તે માટે નીચે મુજબના રૂટો પર 20થી 22 ડિસેમ્બર દરમિયાન બસ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ સદર સ્પેશિયલ બસ સર્વિસનો લાભ લેવા મુસાફરોએ રૂ.30/- ની સુમન પ્રવાસ ટીકીટ લઈને મુસાફરી કરવાની રહેશે. બસનો રૂટ નીચે જણાવવામાં આવ્યો છે.
સુરતમાં આ સ્થળેથી મળશે સિટી બસ
- વરીયાવ વાય જંક્શનથી સુવાલી બીચ
- અમરોલી માનસરોવરથી સુવાલી બીચ
- ગોથાણ-ઉમરા ગામથી સુવાલી બીચ
- ઉત્રાણ VIP સર્કલ (મોટા વરાછા) થી સુવાલી બીચ
- કતારગામ પીપલ્સ ચાર રસ્તાથી સુવાલી બીચ
- કામરેજ ચાર રસ્તાથી સુવાલી બીચ
- નાના વરાછા ઢાળથી સુવાલી બીચ
- સચીન ગામથી સુવાલી બીચ
- ઉંઘના ત્રણ રસ્તાથી સુવાલી બીચ
- લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડથી સુવાલી બીચ
- અડાજણ ST ડેપોથી સુવાલી બીચ
- જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી સુવાલી બીચ
- પાલ (ભાઠા) ગામથી સુવાલી બીચ
- સુરત ST ડેપોથી સુવાલી બીચ
- ચોક ગાંધીબાગથી સુવાલી બીચ
- ભેસ્તાન ચાર રસ્તા (પાંડેસરા) થી સુવાલી બીચ
- પાંડેસરા પિયુષ પોઇન્ટથી સુવાલી બીચ
- એસ.કે.નગર (ઓ.એન.જી.સી. બ્રાજ, ટી.જી.બી.હોટલથી સુવાલી બીચ)
- પરવટથી સુવાલી બીચ
- ડીડોલીથી સુવાલી બીચ
- ગોડાદરાથી સુવાલી બીચ
- મોટા વરાછાથી સુવાલી બીચ
- રેલ્વે સ્ટેશનથી સુવાલી ભીચ
- ચોકથી સુવાલી બીચ
- ડુમસથી સુવાલી બીચ
- કુંભારીયાથી સુવાલી બીચ