- ખેડુતો ડ્રીપ એટલે કે ટપક પધ્ધતિથી ખેતી કરી રહ્યા છે
- ગામમાં 90 ટકાથી પણ વધુ ખેતી ટપક પદ્ધતિથી કરાઈ
- બટાકાનુ વાવેતર કરતા ખેડુતોમાં ખુશી જોવા મળી
સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે પ્રાંતિજ, તલોદ, હિંમતનગર ઈડર સહિતના તાલુકામાં બટાકાનુ વાવેતર થયુ છે. તેમજ બટાકાનુ વાવેતર કરતા ખેડુતોમાં ખુશી જોવા મળી છે. ગત સાલની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકના વધુ ભાવ મળવાની આશાએ ખેડુતો વધુ વાવેતર કર્યુ છે. તેમજ ખાતર બીયારણના ભાવ વધુ હોવાથી વધુ ભાવની ખેડુતોની આશા છે. ખેડુતો ડ્રીપ એટલે કે ટપક પધ્ધતિથી ખેતી કરી રહ્યા છે, જેના કારણે જમીન અને પાણીનો બચાવ થાય છે અને છોડના મુડ સુધી પાણી પહોંચતા ઉત્પાદન પણ વધુ મળી શકે છે, જેના કારણે આ ગામમાં 90 ટકાથી પણ વધુ ખેતી ટપક પદ્ધતિથી કરાઈ રહી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સાબરકાંઠા જીલ્લા માં આ વર્ષે પ્રાંતિજ તલોદ હિંમતનગર ઈડર સહિતના તાલુકામાં બટાકા નુ વાવેતર થયુ છે. ગત સાલની સરખામણીએ આ વર્ષે વાવેતર તો વધ્યુ છે અને અહિ નુ વાતાવરણ સારુ હોવાથી ખેડુતોએ વાવેતર વધુ કર્યુ છે. આમ તો ગત સાલ ખેડુતો એ બટાકા ભાવ તો મળ્યા હતા પરંતુ એ ભાવ યોગ્ય ન હતા પરંતુ આ વર્ષે ખેડુતોને વધુ ભાવ ની આશા છે. ખાતર બીયારણ ના ભાવ વધુ હોવાથી વધુ ભાવની ખેડુતો ની આશા છે તો સાથે પાણીનો બગાડ ન થાય તે માટે ડ્રીપ દ્રારા ખેતી કરવામાં આવે છે જેથી દ્વીપમાં જ ખાતર અને દવાઓ મળી રહે અને ખેડુતોને ફાયદો થઈ શકે અને રાતની ઉજાગરા પણ બચી શકે. સાથે એક કોક ચાલુ કરીને તમામ છોડને પુરતું પાણી મળી રહે.
આમ તો તખતગઢ ગામે સૌથી વધુ વાવેતર બટાકાના પાક નુ થયુ છે અને 99 ટકા થી વધુ વાવેતર ડ્રીપ દ્રારા કરવામાં આવે છે. આમ તો એક વીઘાની વાત કરીએ તો 35 થી 40 હજાર જેટલો ખર્ચ વાવેતર પાછળ થાય છે અને એમાથી 350 થી 400 મણ જેટલુ ઉત્પાદન થતુ હોય છે. નોંધનીય છે કે આ વર્ષે બટાકા ના ભાવ ખેડુતો ને સારા મળતા ખુશી જોવા મળી શકે છે અને એટલે જ આ વખતે વાવેતર પણ સારુ કરવામાં આવ્યુ છે. સાથે સાથે છોડને પુરતુ પોષણ મળી રહે તા માટે ડ્રીપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી ડ્રીપ દ્રારા જ દવા ખાતર છોડ ના મુડીયા સુધી પહોચી જાય અને જમીન સહિત પાણીનો પણ બચાવ થાય. ડ્રીપ દ્રારા 50 ટકાથી પણ વધુ પાણી બનાવી શકાય છે જે પાણી સીધુ જ છોડને મળે છે અને વેડફાતુ પણ નથી.
હાલમાં પાણી બચાવવુ જરૂરી છે ત્યારે હવે ખેડુતો પણ ડ્રીપ એટલે કે ટપક પધ્ધતિ થી ખેતી કરી રહ્યા છે જેના કારણે જમીન અને પાણીનો બચાવ થાય છે અને છોડના મુડ સુધી પાણી પહોંચતા ઉત્પાદન પણ વધુ મળી શકે છે જેના કારણે આ ગામમાં 90 ટકાથી પણ વધુ ખેતી ટપક પદ્ધતિ થી કરાઈ રહી છે.
અહેવાલ: સંજય દિક્ષિત