- ટ્રાફિકની સમસ્યાને લઈને પાલિકા પ્રમુખ, DYSP, તથા વેપારીઓ સાથે મીટીંગ યોજાઇ
- પોલીસ સ્ટેશનના PI એમ યુ મશી દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ
ધાંગધ્રા શહેરી વિસ્તારમાં નગરપાલિકા ખાતે DYSP ની અધ્યક્ષમાં ટ્રાફિક સમસ્યાને લઈને બેઠક યોજાઈ હતી. જેમાં પાલિકા પ્રમુખ PI ચીફ ઓફિસર વેપારી મંડળના લોકોની હાજરી માં 31 ડિસેમ્બર સુધીમાં તમામ વેપારીઓ દ્વારા ફૂટપાટ પર કરેલા દબાણો વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા ટીમ પોલીસ પ્રશાસને સાથે રાખીને ટ્રાફિક સમસ્યાનો હલ કરવા માટે દબાણ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ધાંગધ્રા શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે નગરપાલિકા ખાતે ડીવાયએસપી ની અધ્યક્ષમાં ટ્રાફિક સમસ્યા ને લઈને બેઠક યોજાઈ જેમાં પાલિકા પ્રમુખ પીઆઇ ચીફ ઓફિસર વેપારી મંડળના લોકોની હાજરી માં 31 ડિસેમ્બર સુધીમાં ફૂટપાટ પર કરેલા દબાણો વેપારીઓ દ્વારા જાતે દૂર કરવામાં નહીં આવે તો પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેઓ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ધાંગધ્રા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાના પ્રશ્નોને લઈને ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ એમ યુ મશી દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરના વેપારીઓ નારાજ થતા ડીવાયએસપી કચેરી ખાતે રજૂઆત કરવા ગયેલા હતા જેમાં ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં ટ્રાફિક સમસ્યાને લઈને સંકલન કરીને પસી ટ્રાફિક જુબેસ ઉપાડવામાં આવશે.
ત્યારે 18 ડિસેમ્બર ના રોજ નગરપાલિકા ખાતે DYSP જે,ડી પુરોહિત, PI એમ યુ મશી, નગરપાલિકા પ્રમુખ, કુલદીપસિંહ ઝાલા, નગરપાલિકા ચીફ ઓફિસર મંડીલ કુમાર પટેલ તથા વેપારી સંગઠનના આગેવાનો સાથે મિટિંગ યોજાઇ હતી જેમાં 31 ડિસેમ્બર 2024 સુધીમાં, ધાંગધ્રા શહેરી વિસ્તારમાં તમામ વેપારીઓ દ્વારા ફૂટપટ પર કરેલા દબાણો વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક દૂર કરવામાં નહીં આવે તો આવનારા સમય માં નગરપાલિકા ટીમ પોલીસ પ્રશાસને સાથે રાખીને ટ્રાફિક સમસ્યા નો હલ કરવા માટે દબાણ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું નગરપાલિકા ચીફ ઓફિસર મંડીલકુમાર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અહેવાલ: સલીમ ઘાંચી