જો તમે જલ્દી જ 2018 Maruti Suzuki Swift ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ કારને જલ્દી જ બુક કરાવી લો. કેમકે આ કારની ડિમાન્ડ સતત વધી રહી છે. કેટલાક લોકો આ કારના લોન્ચ પહેલા જ બુક કરાવી ચુક્યા છે. અત્યારથી જ આ કારની ડિલીવરી માટે તમારે 6થી 8 સપ્તાહની રાહ જોવી પડે તેમ બની શકે છે.
કંપનીએ 17 જાન્યુઆરીએ નવી Maruti Suzuki Swiftની બુકિંગ શરૂ કરી દીધી હતી. કંપનીનું કહેવું છે કે નવી સ્વિફ્ટની ડિમાન્ડ સતત વધી રહી છે. અને આશા રાખવામાં આવી રહી છે કે કારનું વેન્ટિંગ ટાઇમ વધીને 4 મહીના સુધી થઇ શકે છે. તમે આ કારને 11,000 રૂપિયામાં બુક કરી શકો છો.
સૂત્રોનું માનીએ તો AMT(ઓટોમેટેડ મેન્યૂઅલ ટ્રાન્સમિશન)થી લેસ Next Gen Swiftને સૌથી વધારે બુકિંગ મળી છે. આ ઓપ્શન VXI/VDi અને ZXi/ZDi વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે. આ વખતે સ્વિફ્ટને નવી પ્રાઇમ લ્યૂસેન્ટ ઓરેન્જ અને મિડનાઇટ બ્લૂ કલર ઓપ્શનમાં ઉતારવામા આવશે.
2018 Maruti Suzuki Swift 1.2, K-Series પેટ્રોલ અને 1.3-લીટર, DDiS ડીઝલ એન્જીન ઓપ્શનમાં આવશે. આ બન્ને એન્જીન સાથે 5-સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશન અને AMT (ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન)નું ઓપ્શન આપવામાં આવશે. નવી Swift ની ટક્કર Ford Figo, Hyundai Grand i10 જેવી કારો સાથે થશે.