- બ્રહ્મ ચોર્યાસીના મુખ્ય યજમાન જગદીશભાઈ પાદરીયા પરિવારનું સંતો અને ભૂદેવોએ સન્માન કર્યું
- ઉપલેટા સ્વામી નારાયણ મુખ્ય મંદિર દ્વારા આયોજીત દશાબ્દી મહોત્સવ અંતર્ગત સાત દિવસ માટે શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણનું આયોજન તાલુકા શાળા ગ્રાઉન્ડમાં કરવામાં આવેલ છે.
સાત દિવસ આયોજીત શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણના અધ્યક્ષ પદે 1008 આચાર્ય રાકેશ પ્રકાસજી મહારાજ તેમજ ઉપાઅધ્યક્ષ પદે મોહનદાસજી સ્વામી ધોરાજીની ઉપસ્થિતિમાં બીજા દિવસે કથાના વકતા અથાણાવાળા હરિપ્રકાસદાસજી સ્વામી પોતાની આગવી શૈલીમાં બ્રહ્મ ચોર્યાસીનો મહિમાં સમજાવેલ તેમજ જીવનમાં ધર્મ અને સત્સંગનું મહત્વ શું છે. સાથે સાથે કથાના મુખ્ય યજમાન મુંબઈના હિતેશભાઈ પરમાણંદભાઈ માંડવીયા અને બ્રહ્મ ચોર્યાસીના મુખ્ય યજમાન જગદીશભાઈ વશરામભાઈ પાદરીયા પરિવારની સેવાને બિરદાવી આર્શીર્વાદ આપ્યા હતા સાથે સાથે ઉપલેટાના આંગણે દશાબ્દી મહોત્સવનો ઉત્સવ જેના યજમાન પદે યોજાયો છે તેવા સ્વામી નારાયણ મુખ્ય મંદિરના કો.શા. ધર્મનંદનદાસજી સ્વામીની સેવાને પણ બિરદાવી હતી બપોરના કથાના વિરામ પૂર્વે રાજકોટના હરિપ્રીયદાસજી સ્વામી ભૂપેન્દ્ર રોડ, રાજકોટ સ્વામી નારાયણ મંદિરના રાધારમણદાસજી સ્વામી, પીપલાણાના નિલકંઠચરણ દાસજી સ્વામી લોજના મુકતસ્વરૂપદાસજી સ્વામી અમરેલીના ભકિતસંભદાસવજી સ્વામી ખીરસરાના નારાયણ સ્વરૂપ દાસજી કથાના મુખ્ય વકતા હરિપ્રકાશદાસજી સ્વામી અને કથાના આયોજક ધર્મનંદન દાસજી સ્વામી દ્વારા તથા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જીજ્ઞેશભાઈ વ્યાસ ઉપપ્રમુખ ચંદુભાઈ વ્યાસ સહિત 21 બ્રહ્મ ભૂદેવો દ્વારા બ્રહ્મ ચોર્યાસીના મુખ્ય યજમાન જગદીશભાઈ વશરામભાઈ પાદરીયાનું શાસ્ત્રોકત વિધી મુજબ ફઉલહાર કરી શાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માનીત કરાયા હતા. આ બ્રહ્મ ચોર્યાસીમા 650 જેટલા ભૂદેવોએ ભાગ લીધો હતો. આ બ્રહ્મ ચોર્યાસીમાં શહેરના વિદ્વાન ભૂદેવો સુધક્ષરભાઈ પંડયા, યોગેશભાઈ પંડયા, બિપીનભાઈ પંડયા, રોનકભાઈ વ્યાસ, સંજયભાઈ ભટ્ટ, મનિષભાઈ ત્રિવેદી, વિજયભાઈ વ્યાસ, નિલેશભાઈ પંડયા, શુભમભાઈ ભટ્ટ, ગીરીશભાઈ પંડયા, રાજુભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ જોષી, આશિષભાઈ મહેતા, કિશોરભાઈ ભટ્ય, મિલનભાઈ પાઠક, જતીનભાઈ ભટ્ટ, સી.પી.પંડયા, નાનુભાઈ વ્યાસ, ગીરીશભાઈ રાજયગુરૂ, બકુલભાઈ મહેતા, શિવાભાઈ મહેતા, રાજુભાઈ શુકલ સહિત હાજર રહ્યા હતા.