- ચારધામ, 12 જ્યોતિર્લિંગ મળીને 15,100 કિ.મી.ની સાઇકલ યાત્રા 210 દિવસમાં પોલીસ કર્મચારી સંજય ગૌસ્વામીએ પૂર્ણ કરી
ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ-2007માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી સંજયભાઈ ગૌસ્વામીએ પોતાનું સપનું સાયકલ પે શિવ યાત્રા પૂર્ણ કર્યું છે. તા.23 મે 2024ના રોજના સંજયભાઈ ગૌસ્વામીએ સાયકલ યાત્રા શરૂ કરી હતી. વૈષ્ણોદેવી, અમરનાથ, કૈલાશ પર્વત, પશુપતિનાથ ચારધામ, 12 જ્યોતિર્લિંગ, અયોધ્યા સહિતની 15,100 કિ.મીની યાત્રા 210 દિવસમાં સાયકલ પર પૂર્ણ કરી હતી. આજ રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લખનીય છે કે, સંજયભાઈ ગૌસ્વામીએ સાયકલ યાત્રા શરૂ કરી પાલનપુર, પુષ્કર, અમૃતસર, વૈષ્ણવ દેવી, અમરનાથ, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ ,બદ્રીનાથ, કાશી વિશ્ર્વનાથ, અયોધ્યા, પશુપતિનાથ નેપાળ, બાબા બૈજનાથ, કલકત્તા, કોણાર્ક સૂર્યમંદિર, જગન્નાથપુરી, શ્રી શૈલમ મલ્લિકાર્જુનમ, તિરુપતિ બાલાજી, રામેશ્ર્વરમ, ક્ધયાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુ વાયોર, કોઇમતુર, બેંગ્લોર, પરલી બેજનાથ, ઓઢા નાગેશ્ર્વર, ધ્રુશમેશ્ર્વર, ભીમાશંકર, ત્રંબકેશ્ર્વર, શિરડી, ઓમકારેશ્ર્વર, મહાકાલેશ્ર્વર, પાવાગઢ, ડાકોર, જુનાગઢ, સોમનાથ, દ્વારિકા, નાગેશ્ર્વર, જામનગર, ચોટીલા, સહિતના યાત્રાધામોના દર્શન