- ચારધામ,12 જ્યોતિર્લિંગ મળીને 15,100 કિ.મી સાઇકલ યાત્રા 210 દિવસમાં પૂર્ણ કરનાર પોલીસ કર્મચારી સંજય ગોસ્વામીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન
ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ-2007માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી શ્રી સંજયભાઈ ગોસ્વામીએ પોતાનું સપનું “સાયકલ પે શિવ યાત્રા” પૂર્ણ કર્યું છે. તા. 23 મે 2024ના રોજના સંજયભાઈ ગોસ્વામીએ સાયકલ યાત્રા શરૂ કરી હતી. વૈષ્ણોદેવી, અમરનાથ, કૈલાશ પર્વત, પશુપતિનાથ ચારધામ, 12 જ્યોતિર્લિંગ, અયોધ્યા સહિતની 15,100 કિ.મીની યાત્રા 210 દિવસમાં સાયકલ પર પૂર્ણ કરી હતી. આજ રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લખનીય છે કે, સંજય ગોસ્વામીએ સાયકલ યાત્રા શરૂ કરી પાલનપુર, પુષ્કર, અમૃતસર, વૈષ્ણવ દેવી, અમરનાથ, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ ,બદ્રીનાથ, કાશી વિશ્વનાથ, અયોધ્યા, પશુપતિનાથ નેપાળ, બાબા બૈજનાથ,કલકત્તા, કોણાર્ક સૂર્યમંદિર, જગન્નાથપુરી, શ્રી શૈલમ મલ્લિકાર્જુનમ, તિરુપતિ બાલાજી, રામેશ્વરમ,કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુ વાયોર, કોઇમતુર, બેંગ્લોર, પરલી બેજનાથ, ઓઢા નાગેશ્વર, ધ્રુશમેશ્વર, ભીમાશંકર, ત્રંબકેશ્વર, શિરડી, ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, પાવાગઢ, ડાકોર, જુનાગઢ, સોમનાથ, દ્વારિકા, નાગેશ્વર, જામનગર, ચોટીલા, સહિતના યાત્રાધામોના દર્શન કરીને આજે તા. 18મી ડિસેમ્બર-2024ના રોજ સવારે ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા.