- મગફળીના પૂરતા ભાવ ન મળતા મંદી સર્જાઈ હોવાના આક્ષેપો
- કારખાનેદારોને યોગ્ય ન્યાય મળે તેવી માંગ
કેશોદ: 180થી વધુ અને કેશોદમાં 120 જેટલા સીંગદાણાના કારખાના કાર્યરત છે જેમાંથી 80 ટકા જેટલા કારખાના બંધ હાલતમાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. અને બાકીના કારખાનાઓ ધીમી ગતિએ ચાલી રહ્યા હોવાનું જણાવાયું છે. ત્યારે મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતને તે નુકસાની થાય છે તેમજ સીંગદાણાના કારખાનેદારોને પણ નુકસાની થતું હોવાના આક્ષેપો કરાયા છે. ઉપરાંત અન્ય રાજ્યના સિંગદાણાના વેપારીઓ જીએસટી વગરનો માલ આપતો હોવાથી મોટાભાગના ગ્રાહકો તેની તરફ ફંટાયા હોવાના આક્ષેપોના કારણે ઉદ્યોગને મંદી સહન કરવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો કરાયા છે. ત્યારે કારખાનેદારોને યોગ્ય ન્યાય મળે તે માટે લોક માંગ ઉઠી છે.
આ અંગે મળતી માહિતી મુજબ દેશનો સૌથી મોટામાં મોટો ઉદ્યોગ સીંગદાણાનો કહી શકાય અને સોરઠ પંથકમાં અનેક કારખાનેદારો ગુજરાન ચલાવે છે અને હાર મગફળીના દાણા માંથી વિદેશમાં ઓછીમાં હોવાથી બજારમાં પણ મંદીનો માહોલ જોવા મળે છે.
જૂનાગઢમાં 180 થી વધુ અને કેશોદમાં 120 જેટલા સીંગદાણાના કારખાના કાર્યરત છે જેમાંથી 80 ટકા જેટલા કારખાના બંધ પડેલી હાલતમાં છે અને બાકીના અમુક કારખાનાઓ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. આ વખતે મગફળી એક ખાંડી એટલે કે 20 મણના કારખાને પહોંચતા 22,500 જેટલો ભાવ થાય છે આ ભાવે મગફળી ખરીદી કરી દાણા તૈયાર કરવામાં આવે છે જેનો ખર્ચ હિસાબ કરવામાં આવે તો 84 થી 86 રૂપિયા એક કિલો મગફળીના ભાવ પડે છે જ્યારે બજારમાં દાણા 78 થી 82 રૂપિયા ભાવ છે જો વેપારી મગફળીમાંથી દાણો તૈયાર કરે તો તેને કિલોના ચાર થી છ રૂપિયા જેટલી નુકસાની થાય છે.
વિદેશમાં જ્યારે સીંગદાણાના સારી એવી ઘરાકી નીકળશે તો ફરી દાણા ભાવમાં ઉછાળો આવે તો કારખાના ધમધમતો થાય તેમ છે. દાણાનો સ્ટોક થતો જાય તો પૈસાનું પણ ખૂબ મોટું રોકાણ વધી જાય છે રોકડ બાદ પણ દાણાની બજારમાં સુધારો ન આવે તો વેપારીઓને પણ ખૂબ જ નુકસાન જાય તેવી શક્યતા છે જેથી વેપારીઓ કોઈપણ પ્રકારનું જોખમ લેતા નથી ગત વર્ષે પણ મગફળીના ઓછા ભાવ રહ્યા હતા અને તેમાં પણ વેપારીઓની આશા મુજબ ઉછાળો ન આવતા મગફળીનો સંગ્રહ કરતા વેપારીઓને તેજીની આશાએ મોટી નુકસાની થઈ હતી આ વખતે પણ જો આવી પરિસ્થિતિ રહેશે તો વધુ નુકસાની જવાની શક્યતા છે. તેવા આક્ષેપો કારખાનેદારો દ્વારા લગાવવામાં આવ્યા હતા.
જુનાગઢ જિલ્લાની 3.28 લાખ એક્ટર વાવેતર લાઇક જમીનમાંથી 1.92 લાખ હેક્ટરમાં તેમજ ગીર સોમનાથ જિલ્લાની 1.48 લાખ એક્ટર વાવેતર લાઇક જમીનમાંથી 78,000 હેક્ટર જમીનમાં અને પોરબંદર એક પણ દસ લાખ એક્ટર જમીનમાંથી 75000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે પૂરતા મગફળીના ભાવ ન મળતા ખેડૂતને તે નુકસાની થાય છે પરંતુ સીંગદાણાના કારખાનેદારોને પણ નુકસાની ન ભોગ બનવું પડે છે. ઉપરાંત અન્ય રાજ્યના સિંગદાણાના વેપારીઓ જીએસટી વગરનો માલ આપતો હોવાથી મોટાભાગના ગ્રાહકો તેની તરફ ફંટાયા છે અને સૌરાષ્ટ્રના સિંગદાણાના મોટા ઉદ્યોગને મંદી સહન કરવાનો વારો આવ્યો છે. સમગ્ર આક્ષેપો કારખાનેદારો દ્વારા લગાવવામાં આવ્યા હતા.
જો આ ઉદ્યોગને બચાવવો હોય તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સીંગદાણા ઉદ્યોગ માટે વિચારવું જોઈએ અને તેની બાય પ્રોડક્ટ જેટલી છે તેમાં જે જીએસટી ચાર્જ વસૂલવામાં આવે છે તે અંગે પણ યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.
અહેવાલ: જય વિરાણ