- યાજ્ઞિક રોડ ઉપર આવેલા સીમંધર ટોય્સ ઉપર સ્ટેટ GSTના દરોડા
- યાજ્ઞિક રોડ ,સાધુવાસવાણી રોડ, ભક્તિનગર સર્કલ, સહિતના સ્થળો પર શોરૂમ અને ગોડાઉન સહીત કુલ છ સ્થળોએ કરાઈ તપાસ
Rajkot : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી GST વિભાગ સતત સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે. એક પછી એક રાજ્યના વિવિધ શહેરોમાં સેન્ટ્રલ અને સ્ટેટ GST દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમજ થોડા દિવસ અગાઉ રાજકોટમાં પ્રાઈડ ગ્રુપ અને વન વર્લ્ડ ગ્રુપ પર સેન્ટ્રલ GST વિભાગે દરોડા પાડ્યા હતા. તેમજ આડ ગ્રુપ સાથે જોડાયેલા બિલ્ડરના ઘરે GSTની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. હવે રાજકોટમાં રમકડાની પેઢીના શૉરૂમ પર સ્ટેટ GST વિભાગે તવાઈ બોલાવી છે.
અનુસાર માહિતી મુજબ, રાજકોટના યાજ્ઞિક રોડ પર સીમંધર ટોય્ઝની દુકાનમાં સ્ટેટ GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ વેપારી દ્વારા મોટી કર ચોરી કરાઈ હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરાઇ છે. આ ઉપરાંત GST વિભાગના અધિકારીઓ દ્વારા 6 દુકાનોને સીલ કરી દીધી છે અને નોટિસ લગાવી દેવામાં આવી છે. તેમજ દુકાન અને પેઢીમાંથી બેનામી દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં કર ચોરી પકડાય તેવી પણ શક્યાતોએ પણ વર્તાઇ રહી છે.
રાજકોટમાં GST વિભાગે રમકડાની પેઢી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ યાજ્ઞિક રોડ ઉપર આવેલા સિંધર ટોય્સ ઉપર સ્ટેટ GSTની ટીમ દ્વારા દરોડા પાડ્યા છે. તેમજ પેઢી અને ગોડાઉન સહિત અડધો ડઝન સ્થળોએ તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. GST વિભાગ દ્વારા રમકડાની પેઢીઓમાં હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવી છે. GST વિભાગે યાજ્ઞિક રોડ ,સાધુવાસવાણી રોડ ભક્તિનગર સર્કલ, સહિતના સ્થળોએ શોરૂમ અને ગોડાઉનમાં મળી કુલ 6 સ્થળોએ તપાસ કરી છે. જેમાં GST વિભાગે 6 દુકાનો 1 દિવસ માટે સીલ કરી છે.
રમકડાના વેપારી દ્વારા મોટી કર ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે GST વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમજ સ્ટેટ GST દ્વારા મોડી રાત સુધી કાર્યવાહી બાદ દુકાન 1 દિવસ માટે સીલ કરવામાં આવી છે. તેમજ આજે પણ GST વિભાગ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત અલગ-અલગ બ્રાન્ચ પર પણ તપાસ કરવામાં આવશે. જો કોઇ ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.