- કેન્સરની ગાંઠને અટકાવતી રસી શરીરમાં સ્વયંભૂ રોગપ્રતિકારક શક્તિ ઊભી કરી કેન્સરને મટાડી દેશે: રશિયાની તેના નાગરિકોને મફત રસી આપવાની જાહેરાત
- કેન્સર વિરોધી દવાના સંશોધનમાં ચીનને પાછળ રાખી રશિયા એ સૌપ્રથમ કેન્સર વિરોધી રસી બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી
વિશ્વ માનવ સમાજ માટે અસ્તિત્વનું જોખમ ઊભુ કરનાર રોગ તરીકે વધતા જતા કેન્સરના પ્રમાણને અટકાવવા માટે ના લાખ પ્રયત્નો છતા કેન્સરના દર્દીઓ દિવસે દિવસે વધી રહ્યા છે, બદલતી જતી જીવનશૈલી અને ખોરાકમાં જેરી તત્વો ની ભેળસેળ રસાયણ ખાતર ના બેફામ ઉપયોગ થી વક્રતા કેન્સર માં હવે દર્દીઓની ઉંમરનો કોઈ બાદ રહ્યો નથી બાળકો અને યુવાનોને પણ કેન્સરનો ભોગ બનવું પડે છે પરંતુ હવે કેન્સર ને અલવિદા કહેવાનું સમય આવી ગયો હોય તેમ રશિયા એ કેન્સર પર સંપૂર્ણપણે કાબુ મેળવી શકાય તેવી રસી બનાવવાનો દાવો કર્યો છે અને હવે લેબોરેટરીના સફળ ટ્રાયલ બાદ મનુષ્ય પર તેનો પરીક્ષણ કરવામાં આવશે
કેન્સર એટલે કેન્સલ.. ની કહેવત હવે ખોટી પડવા જઈ રહી હોય તેમ કેન્સરના ઈલાજ નિદાન અને સારવારની એક પછી એક શોધ અને પદ્ધતિઓના કારણે 90ટકાથી વધુ કેન્સર સંપૂર્ણપણે મટાડી શકવા માટે તબીબી જગત સફળ પુરવાર થઈ રહ્યું છે પરંતુ હજુ ઘણા પ્રકારના કેન્સર” અ સાધ્ય શ્રેણી”માં આવે છે, અલબત્ત હવે કેન્સર ઉપર સંપૂર્ણપણે વિજય મેળવી લેવાના દિવસો દૂર નથી… રશિયાએ કેન્સરની ગાંઠ ને વધતા અટકાવવા અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારતી રસી “એમ આર એન એ” બનાવવામાં સફળતા મેળવી લેવાના દાવા સાથે રશિયન સરકારે આ રસી દર્દીઓને વિનામૂલ્યે આપવાની તૈયારી બતાવી છે.
રશિયા સરકારના આરોગ્ય વિભાગના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલી એમ આર એન એ રસી કેન્સર ને પ્રારંભિક તબક્કામાં જ કેન્સરની ગાંઠને વધતી અટકાવી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અક્સિર પુરવાર થઈ છે. કેન્સરના અસરકારક ઈલાજ અને સારવાર માટેના સંશોધનમાં રશિયા અને ચીન વચ્ચે લગોલગની હરીફાઈ ચાલી રહી છે તેમાં રસીયા એ આર એમ એન એ રસી બનાવીને ચીનની સાઈડ કાપી લીધી છે
પ્રારંભિક તબક્કામાં તમામ ટ્રાયલ પરીક્ષણમાં “એમ આર એન એ” રસી યોગ્ય પુરવાર થઈ રહી છે 2025 ના શરૂઆતમાં જ રશિયાએ પોતે જ બનાવેલી આ રસી નું લોન્ચિંગ કરવાની તૈયારીઓ પૂરી થઈ રહી છે
રશિયા ના વૈજ્ઞાનિકોએ *એમઆરએનએ” નામની કેન્સર વિરોધી રસી બનાવી લીધી છે અને તે રશિયાના દર્દીઓને સંપૂર્ણપણે વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવાશે તેમ રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટર ના ડાયરેક્ટર જનરલ અને આરોગ્ય મંત્રી એન્ડીકેપ્રીન એ જાહેરાત કરી છે તેમણે આ રસી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રશિયાના વૈજ્ઞાનિકોએ લાંબા સમયની કવાયત બાદ કેન્સરની ગાંઠને વધતી અટકાવવા અને રોગપ્રતિકારક શક્તિ નો સંચાર કરતી રસી “એમઆરએનએ” તૈયાર કરી લીધી છે અને આ રસી દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે.
એમ આર એન એ રસી ટ્રાયલ પ્રયોગમાં કેન્સર ની ગાંઠ વધતી અટકાવવા માં સમર્થ પુરવાર થઈ છે રશિયાના નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપીડેમાયોલોજી અને માઇક્રોબાયોલોજી ના એલેક્ઝાન્ડર બર્ગે માહિતી આપતા જણાવ્યું હતું કે હવે કેન્સર અસાધ્યમાંથી સંપૂર્ણસાધ્ય રોગ બની જશે .
રશિયાના વૈજ્ઞાનિકો કેન્સરની અસરકારક સારવાર ઈલાજ માટે લાંબા સમયથી જહેમંતશીલ હતા તાજેતરમાં જ રશિયાના પ્રમુખ પુતીને એક ઇન્ટરવ્યૂમાં નિર્દેશ આપ્યો હતો કે અમે કેન્સર ને સંપૂર્ણપણે કાબુમાં લેવાની રસી ટૂંક સમયમાં જ બનાવી લેશું. અમારી આવનારી પેઢીને એક મોટી ભેટ બનશે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કેન્સર વિરોધી રસી એક જ કલાકમાં તૈયાર કરી શકે
રશિયાના વૈજ્ઞાનિકોએ કેન્સર ને મહાત આપતી રસી તૈયાર કરી લીધી હોવાનો દાવો કર્યો છે,એમ આર એન એ રસી નું લેબોરેટરીમાં સફળ ટ્રાયલ થઈ ગયું છે હવે આ રસીનું વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન થશે હાલના તબક્કે આરસી લાંબી પ્રક્રિયાના અંતે તૈયાર થઈ રહી છે, પરંતુ હવે કોમ્પ્યુટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલીજેન્ટ્સ ની મદદથી મેટ્રિક્સ પદ્ધતિ દ્વારા રશિયાની ટોચની લેબોરેટરી ઈવાન ક્યુ ઇન્સ્ટિટયૂટ માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની મદદથી આ રસી અડધી કલાકમાં જ તૈયાર થઈ જાય તેવી વ્યવસ્થા ઊભી થશે
એમ આર એન એ રસી કેન્સરને અટકાવવા કેવી રીતે કામ કરે છે?
રશિયાના વૈજ્ઞાનિકોએ કેન્સર માટે તૈયાર કરેલ”એમ આર એન એ” રસી કેન્સર ના નવા બનતા કોષોને અટકાવી સાથે સાથે કેન્સર માટે નિમિત બનતા પ્રોટીન અને કેન્સરની ગાંઠ બનાવતા કોષોને ઉગતા જ અટકાવી કેન્સર ને આગળ વધતું અટકાવશે.. સાથે સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને કેન્સરના કોષોનો નાશ કરશે, આ રસી થી કેન્સર સાથે તો સંકળાયેલા વાયરસ નો પ્રતિકાર કરશે અને શરીરમાં કેન્સર પ્રતિયોધક શક્તિ ઊભી કરશે કેન્સરના પ્રાથમિક તબક્કામાં આ રસી કેન્સરનો ફેલાવો અટકાવી દેશે..
ભારત સહિત એશિયાના દેશો માટે રશિયાની આ શોધ સંજીવની સમાન પુરવાર થશે
વિશ્વભરમાં કેન્સર ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેમાં પણ ભારત અને એશિયાના દેશોની સ્થિતિ વધુ ચિંતાજનક છે ભારતમાં દિવસે દિવસે કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે કેન્સર વિશેની જાગૃતિ ના અભાવ અને તમાકુ દારૂ ના વ્યસન ની સાથે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવા યુક્ત ખેતી ની પેદાશ આધારિતખોરાક ના કારણે ભારતમાં કેન્સર ગંભીર સમસ્યા બનીને ઉભી છે ત્યારે રશિયાની આ રસી ભારતના જનજીવન માટે સંજીવની પુરવાર થશે