- બે વર્ષમાં આશરે 450 કરોડ જેટલા વિકાસના કામો થઈ રહ્યા છે
- રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વિકાસ કામો હાથ ધરાયા
- શ્રમ કચેરી અને તોલમાપ કચેરી શરુ કરાઈ
- પ્રવાસન પ્રવૃતિને વેગ આપવા માટે 19 કરોડની ફળવણી કરાઈ
- આશરે બે વર્ષમાં 450 કરોડ જેટલા વિકાસના કામો થઈ રહ્યા છે
અંજારમાં ધારાસભ્ય ત્રિકમ છાંગાએ બે વર્ષ દરમિયાન થયેલા વિકાસના કામો અંગે માહિતી આપી હતી. જે અંગે ધારાસભ્ય ત્રિકમ છાંગાએ કહ્યું હતું, વર્તમાન સરકાર વિકાસકાર્યો માટે સકારાત્મક અભિગમ ધરાવતી હોઈ વિકાસકામો માટે અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, જેને કારણે કચ્છના અનેક છેવાડાનાં ગામડાંઓ સુધી અનેક વિકાસનાં કાર્યો કરવામાં આવ્યાં છે. અંજાર તા.ના વિવિધ ગામડાંઓમાં પણ અનેક વિકાસનાં કાર્યો હાથ ધરવામાં આવેલ છે. દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના વિકાસ માટે હંમેશાં ચિંતા સેવીને કચ્છને હંમેશાં વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે,છેલ્લા બે વર્ષના સમય માં અંજાર વિસ્તાર માટે વિવિધ વિકાસ ના કાર્યો માટે ભાજપ સરકારે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે, જેમાં સતાપર ના ગોવર્ધન પર્વત ના વિકાસ માટે 19 કરોડ, અંજાર-સાપેડા બાયપાસ માટે 111 કરોડ, પૂર્વ કચ્છ જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ને મંજૂરી, રેલવે અંડર પાસ માટે 10 કરોડ જેટલી માતબર રકમો ની મંજૂરી આપવામાં આવેલ છે, જેથી આગામી સમય માં અંજાર ના લોકો ની સુવિધાઓ માં વધારો થશે તેવું તેમણે જણાવ્યું હતું.
ધારાસભ્યે અંજાર વિસ્તાર માટે સમયાંતરે કોલેજ ની માંગ કરનાર અખિલ ભારતીય વિધાર્થી પરિષદ, અંજાર ચેમ્બર્સ ઓફ કોમર્સ, અંજાર ભાજપ પરિવાર સહિત વિવિધ સંસ્થાઓ અને સંગઠનોના પ્રયાસો ને બિરદાવ્યા હતાં. તેમજ અંજાર વિસ્તાર ને નવી કોલેજ ફાળવાતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, નાણામંત્રી કનુભાઇ દેસાઈ, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, જીલ્લા પ્રભારી પ્રફુલ્લ પાનસેરિયા, પ્રવાસન મંત્રી મુળુ બેરા, કચ્છ-મોરબી ના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડા, કચ્છ જીલ્લા ભાજપના અધ્યક્ષ દેવજી વરચંદ, જીલ્લા પંચાયત ના પ્રમુખ જનકાસિંહ જાડેજા સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો
અહેવાલ: ભારતી માખીજાણી