- વિટામિન ડીની ઉણપની આ 6 નિશાનીઓને અવગણતા નહીં
વિટામિન ડીની ઉણપ શરીરની સુખાકારીને અસર કરી શકે છે અને ઘણા લોકો માટે, જ્યાં સુધી આ ઉણપ વધારે પડતી અસર ન કરે ત્યાં સુધી તેના લક્ષણો પર ધ્યાન નથી આપતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મુજબ, લગભગ 4 માંથી 1 પુખ્ત વયના વ્યક્તિમાં આ વિટામિન ડીની ઉણપ નોંધે છે.
સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી અને વિટામિન ડીથી ભરપૂર ખોરાક લેવાથી પણ ક્યારેક આ ઉણપ દૂર કરી શકાતી નથી. લોકો ડોક્ટરની સલાહ વિના વારંવાર સપ્લિમેંટ લે છે, જે જોખમ ઊભું કરે છે. શરીરમાં વિટામિન ડીનું ઉત્પાદન એ એક જટિલ પ્રક્રિયા છે. શરીરમાં વિટામિન ડીનું સ્તર તે કેટલી સારી રીતે શોષાય છે તેના પર પણ આધાર રાખે છે.
જ્યારે વિટામિન ડીની શરીરમાં ઉણપ સર્જાય છે ત્યારે શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. જેને નકારી શકાય નહીં.
હાડકા અને સાંધાનો દુખાવો
જો તમને વિટામિન ડીની ઉણપ હોય તો શરીર કેલ્શિયમ અને ફોસ્ફરસને સંપૂર્ણ રીતે શોષી શકતું નથી, જે હાડકાનું જોખમ વધારી શકે છે. શરીરમાં દુખાવો, હાડકાના ફ્રેક્ચર, સ્નાયુમાં દુખાવો અને સ્નાયુઓની નબળાઈ જેવા લક્ષણો દેખાય છે. ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિઓ માટે વધુ જોખમરૂપ છે.
સ્નાયુઓની નબળાઇ અને ખેંચાણ
વિટામિન ડી સામાન્ય સ્નાયુઓના કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને જ્યારે તમે સ્નાયુઓની નબળાઇ અથવા પીડા અનુભવો છો, ત્યારે તે વિટામિન ડીની ઉણપ હોવાની નિશાની છે. બોન રિપોર્ટ્સના અભ્યાસ મુજબ , વિટામિન ડીની ઉણપ ધરાવતા સંવેદનશીલ, વૃદ્ધ વ્યક્તિઓ, ખાસ કરીને સંસ્થાઓમાં રહેતા લોકોને વિટામિન ડીના પૂરક સપ્લિમેન્ટ લેવા પડે છે.
દાંતની સમસ્યાઓ
જો તમે વારંવાર દાંતમાં પોલાણ લાગતું હોય અને દાંતના નબળા પડતા હોય, તો તમારી તકલીફો માટે વિટામિન ડીની ખામી જવાબદાર હોય શકે છે. એક અભ્યાસ મુજબ , વિટામિન ડીની ઉણપથી મુખને લગતા રોગોની શ્રેણી ઊભી થઈ શકે છે જેમાં દાંતની ખામી, અસ્થિક્ષય, પિરિઓડોન્ટાઇટિસ અને અન્ય સમસ્યાઓનો સર્જવાનું જોખમ રહેલું છે.
વાળ ખરવા
વિટામિન ડીની ઉણપ કેરાટિનોસાઇટ્સ સાથે જોડાયેલી છે, જે તમારા વાળના વિકાસ માટે નિર્ણાયક કોષનો એક પ્રકાર છે. જો વિટામિન ડીનું સ્તર ઓછું હોય, તો આ કોષોના અપૂરતા પુરવઠાને કારણે વાળ ખરવા લાગે છે.
થાક
શરીર થાકેલું લાગવું તે વિટામિન ડીની ઉણપ બતાવે છે . એવો થાક જે સારી રીતે આરામ કરવા છતાં દૂર થતો નથી તે વિટામિન ડીની ઉણપને કારણે પણ થઈ શકે છે. આ ઉપરાંત વિટામિન ડી ની અછતના કારણે મૂડમાં ફેરફાર, આળસ અને માનસિક સ્વાસ્થ્ય યોગ્ય ન રહેવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
ભૂખ ન લાગવી
જો તમારી ભૂખ પર અસર થઈ છે, તો તેના માટે વિટામિન ડીની ઉણપને જવાબદાર ગણી શકાય. ધી જર્નલ ઓફ સ્ટીરોઈડ બાયોકેમિસ્ટ્રી એન્ડ મોલેક્યુલર બાયોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, વિટામિન ડી લેપ્ટિનને નિયંત્રિત કરવામાં સામેલ છે, જે ભૂખનું નિયમન કરતા હોર્મોન છે.
વિટામિન ડીની ઉણપને કેવી રીતે દૂર કરવી
વિટામિન ડીની ઉણપ દૂર કરવા સૂર્યપ્રકાશમાં સમય વિતાવવો, ખાસ કરીને સવારના કલાકોમાં તમારા શરીરને જરૂરી વિટામિન સારી રીતે શોષવા માટે તૈયાર કરી શકાય છે. આનું કારણ એ છે કે તમારી ત્વચામાં એક પ્રકારનું કોલેસ્ટ્રોલ હોય છે જે વિટામિન ડીના પુરોગામી તરીકે કામ કરે છે અને જ્યારે આ પદાર્થ સૂર્યના યુવી-બી કિરણોત્સર્ગના સંપર્કમાં આવે છે, ત્યારે તે વિટામિન ડી બની જાય છે. આ સિવાય અમુક પ્રકારની માછલીઓ જેવી કે ચરબીયુક્ત માછલી, તેલયુક્ત માછલી. , સેલ્મોન, મેકરેલ અને સારડીન સહિત, અને સીફૂડ વિટામિન ડી થી ભરપૂર હોય છે. તેમજ ઘણા ખોરાક વિટામિન ડીથી ભરપૂર છે તેનું સેવન કરવું જેમાં દૂધ, નારંગીનો રસ, દહીં, સોયા પીણાં વગેરેનો સમાવેશ થાય છે.