તા. 20 અને 21 ડિસેમ્બરના રોજ રાજ્યકક્ષાના મંત્રી. એસ.પી. સિંઘ બધેલ એસ્પીરેશનલ નર્મદા જિલ્લાની મુલાકાત લેશે. કાર્યક્રમના સુચારૂ આયોજનને લઇને જિલ્લા કલેકટર એસ.કે.મોદીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. ભારત સરકાર એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ અંતર્ગત તા. 20 અને 21 ડિસેમ્બર 2024ના રોજ ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી. પ્રો. એસ.પી. સિંઘ બઘેલ એસ્પીરેશનલ નર્મદા જિલ્લામાં પધારનાર છે.
જે અંતર્ગત નર્મદા જિલ્લા કલેકટર એસ.કે.મોદીના અધ્યક્ષસ્થાને કલેકટરના ચેમ્બરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર એસ. કે. મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પ્રો. એસ.પી. સિંઘ બઘેલ શ્રી એસ્પીરેશનલ નર્મદા જિલ્લાની સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેનાર છે. તેની સાથે જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આંગણવાડી, સ્કૂલ સહિત અન્ય સ્થળોની મુલાકાત લેશે. તદ્દ-ઉપરાંત જિલ્લાના પદાધિકારીઓ, સંબંધિત વિભાગના ચેરમેનઓ સહિત અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાના વિભાગોના કામોનું જાણકારી મેળવનાર છે. સંબંધિત અધિકારીશ્રીઓ થકી સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચારૂ રીતે થાય તે માટે જિલ્લા કલેકટરએ જરૂરી માર્ગદર્શન આપી સલાહ-સૂચનો આપ્યા હતાં. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, ડી.વાય.એસ.પી પી. આર.પટેલ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.