- અબતકની શુભેચ્છા મુલાકાતમાં સમસ્ત ચારણ ગઢવી સમાજના સભ્યોએ આપી માહિતી
- સમસ્ત સમાજના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું 25-12 થી 31-12 સુધી આયોજન કરવામાં આવેલ છે. વ્યાસપીઠ પર સુપ્રસિધ્ધ વિદ્વાન પ્રખર વકતા
લાખણશીભાઈ ગઢવી, જુનાગઢ કથાનું રસપાન કરાવશે. કથા દરમ્યાન સાંસ્કૃતીક કાર્યક્રમો તેમજ લોકડાયરા, દાંડીયા રાસનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. તા. 25-12-2024 થી સવારે 9-30 થી પોથીયાત્રા બપોરે 3-30 કલાકે કથાનો પ્રારંભ કરાશે. સવારે 9-30 થી 1-00 વાગ્યા સુધી દરરોજ કથાનું આયોજન થશે. બપોરે 1-00 વાગ્યે મહાપ્રસાદ તેમજ તા.26-12-2024ના સાંજે 4-00 થી 6-00 દાંડીયા રાસ, કલાકારો જીજ્ઞેશભાઈ ગઢવી, ઈલાબેન પ્રજાપતી તેમજ ધવલ રાયકા દ્વારા લોક સંગીત સાથે રાસ ગરબા રજુ કરવામાં આવશે.
અબતકની શુભેચ્છા મુલાકાતમાં પ્રમુખ પ્રકાશભાઈ કવલએ જણાવ્યું હતુ કે,
તા. 27/12/2024ના સાંજે ભવ્ય લોકડાયરો જેમા પ્રસિધ્ધ લોક ગાઈકા બહેન કિરણબા ગઢવી, ગોવીંદભા પાલીયા, દિલુભા ગઢવી તેમજ પ્રવિણાબા ગઢવી લોક સંગીતની સરવણી વહાવશે.
તા.28/12/2024 ના રાત્રે 9-30 કલાકે પ્રખર લોક સાહિત્યકાર બ્રીજરાજદાન ગઢવી તેમજ વિશાલભાઈ બાટી (ગઢવી) લોક ડાયરામાં સમાજને મંત્ર મુગ્ધ કરશે.
તા.29/12/2024 ને સાંજે 4 થી 7 દાંડીયા રાસમાં ઉમેદ ગઢવી, નિતિન ગઢવી તેમજ શેખર ગઢવી યુવાનોને ઝૂમાવશે.
તા.30/12/2024ના સુપ્રસિધ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી ગીર અને તેની ટીમ સર્વે લોક ચાહકોને જનમેદનીને સોનલ સંભારણાની યાદી અપાવશે.
તા.31/12/2024ના સોનલ બીજની પૂર્વ સંધ્યારે રાત્રે 9-30 કલાકે ભવ્ય લોક ડાયરો હકાભા ગઢવી, વિજયભાઈ ગઢવી ખંભાળીયા, તેમજ ભરતદાન ગઢવી આસણીયા માતાજીની ચરજુ ભેળીયા રજુ કરશે.
તા.1/1/2025ના ચારણોના નવા સુપ્રભાતે નવા વર્ષના ધરમ છંદનીય આઈશ્રી સોનલમાની બીજના સવારે 8-00 કલાકે શોભાયાત્રા તેમજ સવારે 11-00 કલાકે તેજસ્વી છાત્રોનું સન્માન, સમાજ શ્રેષ્ઠીનું સન્માન કાર્યક્રમ થશે. બપોરે 12-30 કલાકે સમસ્ત ચારણ સમાજ માટે મહા પ્રસાદનું આયોજન કરાશે.
આ ભાગવત સપ્તાહમાં સંતો, મહતો તેમજ રાજયના અધિકારીઓ, પદાધિકારઓ, રાજકીય આગેવાનો હાજરી આપશે.
તો ચારણ સમાજને ભાગવત સપ્તાહમાં પધારવા તેમજ માં સોનલમાની પોષ સુદ બીજના નવા વર્ષમાં સાથે મળીને નવા વર્ષના સોનલમાંના નવા વિચારોની આપ સર્વેને શુભ વર્ષની શુભ કામના પાઠવવામાં આવશે, અમારો પ્રયાસ સમસ્ત ચારણ એકધારણ તેમજ સાડા ત્રણેય ટહાળાના ચારણોને એકત્રીત કરીને સમગ્ર ચારણ સમાજને એક કરીને સંગઠીત કરવાનો અમારો મુખ્ય ઉદેશ્ય છે.