- 108 કુંડ ગાયત્રી મહાયજ્ઞમાં MLAએ કાર્યકરો સાથે સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી
- કાર્યક્રમમાં વિધાનસભામાં ધારાસભ્ય સહિત કાર્યકરો સાથે બહોળી સંખ્યામાં અતિથિઓ રહ્યા હાજર
દાહોદ: લીમખેડા હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે રાષ્ટ્ર જાગરણ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનો બીજો દિવસ પ્રાતઃ દેવ આવાહન,દેવપુજન સાથે દેવશકિતઓની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં અખંડ અગ્નિની સ્થાપના સાથે ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયો. તેમજ મહાયજ્ઞના બીજા દિવસે MLA શૈલેષ ભાભોરે કાર્યકરો સાથે સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહાયજ્ઞમાં કુલ 500 કરતા વધારે યજમાન દંપતીઓએ ભાગ લીધો હતો. સંધ્યાકાલીન સમયે સપ્ત આંદોલનની ટીમ પર આધારિત બાલ સંસ્કાર શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. તેમજ કાર્યક્રમમાં લીમખેડા વિધાનસભામાં ધારાસભ્ય સહિત કાર્યકરો સાથે બહોળી સંખ્યામાં અતિથિઓ હાજર રહ્યા હતા.
લીમખેડા હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે રાષ્ટ્ર જાગરણ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞના બીજા દિવસે લીમખેડા MLA શૈલેષભાઈ ભાભોરે કાર્યકરો સાથે સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાષ્ટ્ર જાગરણ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનો બીજો દિવસ પ્રાતઃ દેવ આવાહન,દેવપુજન સાથે દેવશકિતઓની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં અખંડ અગ્નિ ની સ્થાપના સાથે ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયો.
બે પાળીમાં યજમાન ભાઈ બહેનો દ્વારા આહુતિનો ક્રમ સંપન્ન થયો.કુલ ૫૦૦ કરતા વધારે યજમાન દંપતીઓએ ભાગ લીધો. યજ્ઞ ઉપરાંત સંસ્કારની પરંપરામાં વિશેષ સગર્ભા માતાઓના ગર્ભ સંસ્કાર કરાવવામાં આવ્યા.મુંડન સંસ્કાર, નામકરણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, યજ્ઞપવિત સંસ્કાર વગેરે સંસ્કારનો ક્રમ સંપન્ન કરાવવામાં આવ્યો
મધ્યકાલીન સમયે કાર્યકર્તા ગોષ્ઠિ સંપન્ન થઇ.જેમાં પરમ પૂજ્ય ગુરુદેવના વિચારોને જનજન સુધી પહોચાડવા માટે ,વંદનીય માતાજીની જન્મ શતાબ્દી માટે સંકલ્પ કરવામાં આવ્યા. સંધ્યાકાલીન સમયે સપ્ત આંદોલનની ટીમ પર આધારિત બાલ સંસ્કાર શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો.
આજના કાર્યક્રમમાં લીમખેડા વિધાનસભામાં ધારાસભ્ય શૈલેષ ભાભોર , પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મંગુ મુનિયા, જિલ્લા સદસ્ય સી. કે. મેડા, જિલ્લા સદસ્ય ટી .કે . પત્રકાર અભેસિંહ રાવલ સહિત કાર્યકરો સાથે મોટી સંખ્યામાં તથા અન્ય ગણમાન્ય અતિથિઓ હાજર રહ્યા હતા.
અહેવાલ: અભેસિંહ રાવલ દાહોદ