જામનગર શહેરની ઐતિહાસિક ધરોહર એવા ભૂજીયાકોઠા કે જેનું હાલમાં રેસ્ટોરેશન કામ ચાલી રહ્યું છે, અને મોટાભાગે 65 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજે 25 કરોડના ખર્ચ સાથે ભુજીયા કોઠાનું રેસ્ટોરેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે કામ પણ હવે પૂર્ણતાના આરે છે, ત્યારે મ્યુનિ. કમિશનર દ્વારા કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી ઉપરાંત આસી. કમિશનર અને સિટી ઇજનેર ભાવેશ જાની તથા સમગ્ર પ્રોજેક્ટના ઇન્ચાર્જ અધિકારીઓ સહિતની ટીમ વગેરે સાથે ભૂજીયા કોઠાના રેસ્ટોરેશન કામનું નિરીક્ષણ કર્યું હતું, અને કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા.
વહેલી તકે કામ પૂર્ણ થાય તે બાબતે કોન્ટ્રાક્ટર વગેરેની ટીમ સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી. નજીકના ભવિષ્યમાં ઐતિહાસિક ભુજીયો કોઠો નગરજનોને નિહાળવા માટે ખુલ્લો મુકાશે, તેમ મનાઈ રહ્યું છે. અને વર્ષો પછી આ ભવ્ય ઐતિહાસિક ઇમારતમાં નગરજનોને પ્રવેશ મળી શકશે.