- “પ્રેક્ટીકલ ગાઇડલાઇન ઓન ફ્લુઇડ થેરાપી” પુસ્તકમાં ફ્લુઇડ થેરાપી અંગેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન નિ:શુલ્ક મળી રહેશે
છેલ્લા ઘણા વર્ષોથી દેશ અને દુનિયામાં કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુસ્તક અને તેના પરથી વિશ્વવિક્રમ સ્થાપીત કરેલ વેબસાઇડ મારફત 40 જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં સરળ કિડની સારવાર અને કિડનીના ગંભીર રોગોથી બચવા માટે કિડની એજ્યુકેશનની વેબસાઇટ મારફત સફળતાપૂર્વક માહિતી આપ્યા બાદ હવે રાજકોટના નામાંકિત નેફ્રોલોજીસ્ટ ડો. સંજય પંડ્યા દ્વારા લિખિત ફ્લુઈડ થેરાપી પુસ્તક પણ વેબસાઈટ સ્વરૂપે વિનામૂલ્યે દેશ અને દુનિયાના તબીબો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું. આ વેબસાઈટ નું વિમોચન સાન ડિએગો, અમેરિકા ખાતે અમેરીકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવ્યું. ૂૂૂ. રહીશમવિંયફિાુ.જ્ઞલિ – વેબસાઈટનો હેતુ વર્ષ 2024 માં પ્રકાશિત કરેલ “પ્રેકટીકલ ગાઈડલાઈન્સ ઓન ફ્લુઇડ થેરાપી” પુસ્તકની વિગતો આ વેબસાઈટ મારફત વિશ્વભરના તબીબો માટે ફ્લુઈડ મેનેજમેન્ટ વિશે નવીનતમ માહિતી, સરળ ભાષામાં, એક જ જગ્યાએ અને વિનામૂલ્યે મળી રહે તેવો છે.
ડો. સંજય પંડયાનું ફ્લુઇડ થેરાપી પુસ્તક હોસ્પિટલમાં દાખલ દર્દીની તબિયત અને રોગોને ધ્યાનમાં રાખીને ફ્લુઈડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની તલસ્પર્શી માહિતી આપતું તબીબો માટેનું દેશનું નહીં પણ વિશ્વનું પહેલું અને એકમાત્ર પુસ્તક છે. આ ફ્લુઇડ થેરાપી પુસ્તક સાત વર્ષના તલસ્પર્શી અભ્યાસ બાદ તૈયાર કરવામાં આવ્યું છે, જે માહિતી હવે વિશ્વભરના તબીબો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ડો. પંડ્યા દેશના વિવિધ મુખ્ય શહેરો અને રાષ્ટ્રીય પરિષદોમાં આ ફ્લુઈડ થેરાપી વિષય પર એકસ્પર્ટ તરીકે 400થી વધુ વ્યાખ્યાન આપી ચૂક્યા છે.
અમેરીકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્ફરન્સમાં ઉપસ્થિત વિશ્વના અગ્રણી નેફરોલોજીસ્ટોની હાજરીમાં આ વેબસાઈટ નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં હાજર રહેલા વિશ્વના અગ્રણી નેફ્રોલોજીસ્ટોએ આ વેબસાઈટની ખૂબ જ પ્રશંસા કરી હતી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે જરૂરી ફ્લુઈડ થેરાપી ની સારવાર વધુ સારી અને સરળ રીતે કરવા માટે માહિતી આપતી આ વેબસાઈટને એક મહત્વપૂર્ણ સ્રોત ગણાવી ડો.પંડ્યાના પ્રયાસો અને આ તમામ માહિતીને નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવા બદલ તેમને બિરદાવ્યા હતા.
“પ્રેક્ટીકલ ગાઈડલાઈન્સ ઓન ફ્લુઈડ થેરાપી” પુસ્તક શા માટે અને તે કોને ઉપયોગી છે તે વિશે માહિતી આપતા ડો. સંજય પંડ્યા જણાવે છે કે ડોક્ટરો માટે ઉપયોગી આ પુસ્તકમાં હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓને તેમની તબિયત અને રોગો ને ધ્યાનમાં રાખીને કઈ રીતે આઈ.વી બોટલ્સ ચડાવવામાં આવે તે વિશેની તલસ્પર્શી માહિતી આપે છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 2002 માં પ્રકાશિત કરવામાં આવી હતી, તે સમયે આ વિષય પર પ્રકાશિત થયેલું દેશનું તે પ્રથમ પુસ્તક હતું. અત્યાર સુધીમાં આ પુસ્તકની એક લાખ થી વધુ પ્રતો ડોકટરો દ્વારા ખરીદવામાં આવેલ છે. અર્થાત ભારતભરમાં આ વિષય પર સૌથી વધુ વાંચવામાં આવતું અને વેચાતું આ પુસ્તક છે.વધુમાં ડો. પંડયા ૂૂૂ.રહ ીશમવિંયફિાુ. જ્ઞલિ વેબસાઇટની વિશેષતાઓ વિશે જણાવે છે કે આ વેબસાઈટમાં પુસ્તકમાં આપેલા તમામ 57 ચેપ્ટર વિશે માહિતી આપેલ છે, જેમાંથી 19 ચેપ્ટર ની સંપૂર્ણ માહિતી પીડીએફ અથવા ઓનલાઇન રીડિંગ દ્વારા વિનામૂલ્યે કોઈ રજીસ્ટ્રેશન કર્યા વગર મેળવી શકાય છે. હોસ્પિટલમાં આવતા અને આઈસીયુમાં દાખલ લોહીનું દબાણ ઓછું હોય તેવા દર્દીઓને આઈ.વી બોટલ્સની યોગ્ય સારવાર કઈ રીતે કરવી તેની માહિતી ધરાવતું પુસ્તકનું સૌથી અગત્યનું ચેપ્ટર આ વેબસાઈટમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ વેબસાઈટમાં ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન અને સુવાવડ બાદ ફ્લુઈડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની પણ માહિતી આપવામાં આવી છે.
આ ઉપરાંત આ વેબસાઈટમાં અન્ય ઉપયોગી ચેપ્ટરો જેમ કે, આઈ.વી. ફ્લુઈડ ચડાવવા માટે જરૂરી પ્રાથમિક જાણકારીઓ, મોટી ઉમર ના દર્દીઓમાં જરૂરી કાળજી, અતિ ગંભીર દર્દીઓને યોગ્ય માત્રામાં આઈ.વી. ફ્લુઈડ આપવા માટે વાપરવામાં આવતી જુદી-જુદી તપાસો, વગેરે ઘણી તબીબો માટે ઉપયોગી માહિતીનો ખજાનો આ વેબસાઈટમાં ઉપલબ્ધ છે. દર્દીની તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ફ્લુઈડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની તલસ્પર્શી લેટેસ્ટ માહિતી આપતા દેશના નહિ પણ વિશ્ર્વના પ્રથમ અને એકમાત્ર પુસ્તકની આ વેબસાઈટ છે.
આ ફ્લુઈડ થેરાપી વેબસાઇટ ઉપરાંત ડો. સંજય પંડયા ના કિડનીના દર્દી અને તેના પરિવારજનોને કિડની વિશે માહિતી મળે તે માટે ૂૂૂ. ઊંશમક્ષયુઊમીભફશિંજ્ઞક્ષ.ભજ્ઞળ નામની વેબસાઇટ તૈયાર કરેલ છે. જેમાં 40 થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ભાષાઓમાં કિડની વિશે માહિતી આપતા પુસ્તકો નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ વેબસાઈટ દુનિયાભરમાં લોકોને સાદી અને સરળ રીતે પોતાની માતૃભાષામાં કિડની વિશે માહિતી આપતી વિશ્ર્વની એકમાત્ર વેબસાઈટ છે. આ વેબસાઈટને અત્યાર સુધીમાં 10 કરોડ થી વધુ હિટસ મળી છે અને વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. કિડની અંગે જનજાગૃતિની આ વેબસાઈટને મળેલ પ્રચંડ સફળતા માંથી પ્રેરણા લઇ ફ્લુઈડ થેરાપી પુસ્તકની માહિતી પણ વિનામૂલ્યે આપતી વેબસાઈટ બનાવવામાં આવી છે.
હું પૈસા કરતા લોકોને શિક્ષિત દીક્ષિત કરવામાં માનું છું:ડો સંજય પંડ્યા
અબતક શુભેચ્છા મુલાકાત આવેલા ડોક્ટર સંજય પંડ્યા એ અબતકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પુસ્તકની પ્રથમ આવૃત્તિ 2002માં પ્રકાશિત કરવામાં આવી હતી તે સમયે આ વિષય ઉપર પ્રકાશિત થયેલું દેશનું પ્રથમ પુસ્તક હતું અત્યાર સુધીમાં આ પુસ્તકની એક લાખ થી વધી વધુ કોપી ડોક્ટરો દ્વારા ખરીદવામાં આવી છે આ પુસ્તકની 40 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય વેબસાઈટ વિશ્વના લોકોને ઉપયોગી થઈ નેફ્રોલોજીસ્ટ 2024 ની થેરાપીનું પુસ્તક વિશ્વના બીજા કોઈ દેશમાં નથી એટલા માટે જ ભારતમાં તો ખૂબ પ્રચલિત છે જ્યારે અમેરિકામાં કરવાથી તેમનું વધુ પ્રકાશન થાય પુસ્તક લખતા સાત વર્ષ લાગે પ્રેક્ટિસ તાલીમ થકી ફાયદો થયો છે જેટલા તબીબો ની આ માહિતી મળે સોસાયટીને ફાયદો થાય એટલા માટે આ વિચાર આવ્યો પ્રેક્ટિસમાં રેવન્યુ જનરેટ એના કરતા જ્ઞાનમાં વધારવા લોકો વધુ ને વધુ યાદ રાખે છે એક વખત શિક્ષક કે આ વિષય પર મને લેક્ચર લેવાનું કહ્યું ત્યારે કોઈ પુસ્તક જ નહોતું તે માટે બુકલેટ બનાવવા બનાવવા નો વિચાર કર્યો પરંતુ એક પુસ્તકો તૈયાર થઈ ગયું
વિશ્વના કોઈ પુસ્તકમાં માહિતી નથી તેં બધી માહિતી પુસ્તકમાં છે,પુસ્તક લખતા સાત વર્ષ લાગ્યા આ ઉપરાંત પ્રેક્ટિસ તાલીમ થકી ફાયદો થયો છે, તબીબોને પુસ્તક માહિતી મળે સોસાયટીને ફાયદો થાય એટલા માટે આ વિચાર આવ્યો પ્રેક્ટિસમાં રેવન્યુ જનરેટ થઈ જ્ઞાન વધારવા લોકો વધુ ને વધુ યાદ રાખે પૂછી છે 2002 માં લોન્ચ કરી હતી બુકલેટ બનાવવા આ પુસ્તકો માટે તબીબો માટે તેમજ વેબસાઈટ તૈયાર થઈ ગઈ છે, આ પુસ્તકની માહિતી ઓનલાઇન પણ મળી રહેશે વિશ્વના લોકોને કંઈક સારી માહિતી મળે છે તેમજ વિશ્વની કોન્ફરન્સમાં વિશ્વના નિષ્ણાંતો ઉપસ્થિત હોય અને પુસ્તક વિમોચન કરવાની તક મળે આ ઉપરાંત વિશ્વભરના લોકો આ પુસ્તક થી પરિચિત થાય તે માટે તેમજ તબીબી માટે આ પુસ્તક આશીર્વાદ સમાન બની રહેશે