- ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર
- ભારતીય નિયમનકારી એજન્સી સીડીએસસીઓ દ્વારા આ ઇન્સ્યુલિનને મળી મંજૂરી
ડાયાબિટીસ સર્વસામાન્ય રોગ બનતો જાય છે.ભારતમાં 100 મિલિયનથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે. ત્યારે આ દર્દીઓએ ડાયાબિટીસને કાબુમા લાવવા માટે ઇન્સ્યુલીન લેવું પડે છે. આ ઇન્સ્યુલીન માટે શરીરમાં વારંવાર ઇન્જેક્શન આપવા પડે છે ત્યારે દર્દીઓ માટે હવે સારા સમાચાર એ છે કે હવે ઇન્જેક્શન વગર જ ઇન્સ્યુલીન શરીરમાં પ્રવેશ કરી શકશે. હવે ઇન્સ્યુલિનના પાવડર સ્વરૂપ આફ્રેઝાને માત્ર સૂંઘવાથી શરીરમાં દાખલ કરી શકાશે.
અધિકારીઓ માને છે કે અસ્થમા અને સીઓપીડી જેવા શ્વસન સંબંધી બીમારીઓ માટેના ઇન્હેલરની નકલ કરીને ડાયાબિટીસ માટે પણ મોટી સફળતા મેળવી શકાશે. 2018 માં, સિપ્લાએ મેનકાઇન્ડ સાથે ભાગીદારી કરી અફ્રેઝાને ભારતમાં લાવવા માટે, ઇન્સ્યુલિનનું પાઉડર સ્વરૂપ ટેક્નોસ્ફીયર નામની ટેક્નોલોજી દ્વારા વિતરિત કરાયું હતું. તે ઇન્હેલેશન ઇન્સ્યુલિન પાવડર છે જેનો ઉપયોગ પ્રકાર 1 અને પ્રકાર 2 ડાયાબિટીસની સારવાર માટે થઈ શકે છે.
મેનકાઇન્ડે 2014 માં દવા માટે યુએસ એફડીએની મંજૂરી મેળવી અને એક વર્ષ પછી તેને લોન્ચ કરી. સિપ્લાને તેને લોન્ચ કરવામાં છ વર્ષથી વધુ સમય લાગ્યો હતો. ગયા અઠવાડિયે તેણે કહ્યું હતું કે અફ્રેઝાને ભારતીય નિયમનકારી એજન્સી સીડીએસસીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મેનેજમેન્ટે તેને ડાયાબિટીસની સંભાળમાં એક ક્રાંતિકારી પગલા તરીકે વર્ણવ્યું છે અને દર્દીની જરૂરિયાતોને પહોંચી વળવા કસ્ટમાઇઝ કરેલ નવીન, સોય-મુક્ત વિકલ્પ સાથે ભારતમાં ડાયાબિટીસની સારવારને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે.
સિપ્લાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે અફરેઝાની અસર 12 મિનિટની અંદર દેખાય છે, અને તે ખાધા પછી સુગરના પ્રમાણમાં ઘટાડો કરવામાં પણ મદદ કરે છે. આફ્રેઝાની અસર લગભગ 2-3 કલાક સુધી ચાલે છે.દવા ઉત્પાદકે જણાવ્યું હતું કે “ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે આ પ્રથમ અને એકમાત્ર બિન-ઈન્જેક્ટેબલ ઈન્સ્યુલિન વિકસાવવામાં આવ્યું છે,” સિપ્લાના અનુભવી અને ગ્લોબલ ચીફ મેડિકલ ઓફિસર જયદીપ ગોગાટે જણાવ્યું હતું કે ભારતમાં 216 દર્દીઓ પર હાથ ધરવામા આવેલ પરીક્ષણના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં અફ્રેઝા સાથે ઇંબઅ1ભ સ્તર (90 દિવસમાં સરેરાશ ગ્લુકોઝ સ્તરો) માં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. 3,000થી વધુ દર્દીઓ પર 70થી વધુ ક્લિનિકલ અભ્યાસોમાં અફ્રેઝાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
સિપ્લા અને મેનકાઇન્ડ દાવો કરે છે કે આ દવા ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, પરંતુ ભારતના અગ્રણી ડોકટરો આ દવા અંગે ચિંતિત છે. દિલ્હી સ્થિત ફોર્ટિસ ઈ-ઉઘઈના ચેરમેન અને જાણીતા ડાયાબિટોલોજિસ્ટ અનુપ મિશ્રા કહે છે કે આ દવા આકર્ષક લાગે છે, પરંતુ અફરેઝામાં કેટલીક ખામીઓ છે જેને અવગણી શકાય નહીં. તે કહે છે, “તે ભૂતકાળમાં ઇન્સ્યુલિનના આવા સ્વરૂપો વ્યાવસાયિક રીતે અસફળ રહ્યા છે. મારી પ્રેક્ટિસમાં તેનો બહુ ઓછો ઉપયોગ થશે.”
ડાયાબિટોલોજિસ્ટ રાજીવ કોવિલ કહે છે કે અફ્રેઝા ફેફસાના કાર્યને અસર કરી શકે છે અને તે દર્દીઓ માટે ભલામણ કરવામાં આવતી નથી. જેમણે અસ્થમા અથવા સીઓપીડીની દવાઓ લીધી છે તેમના ફેફસા નબળા બન્યા હોવાનું સામે આવ્યું છે. લગભગ એક ક્વાર્ટરમાં આફ્રેઝાના વપરાશકર્તાઓએ ખાંસી અને ગળામાં બળતરા થતી હોવા અંગેની પણ જાણ કરી છે.