- ટેન્કરનું ડીઝલ રસ્તા પર ઢોળાયું
- વાહનમાં લાગી આગ
- ડીઝલ ઢોળાતા વાહન ચાલકોને ભારે હાલાકી
- ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ
ભચાઉ ગાંધીધામ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. ગાંધીધામ તરફથી ભચાઉ બાજુ જઈ રહેલ ટ્રેલર અચાનક બેકાબુ બની પલટી જવા પામ્યું હતું. ટ્રેલર પલટતા સમયે પાછળથી ઓવરટેક કરતા ટેન્કરની પાછળ ટકરાઈ પડતા ટેન્કરમાં રહેલું ડીઝલ રસ્તા ઉપર ઢોળાઈ ગયું હતું. જેને લઈ અન્ય વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. ઘટનાના પગલે હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ અને ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં હાથ ધરવામાં આવી હતી.
ભચાઉ ગાંધીધામ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આજે મંગળવાર બપોરે 12 વાગ્યાની આસપાસ ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. ગાંધીધામ તરફથી ભચાઉ બાજુ આગળ વધતું કન્ટેનર ટ્રેલર અચાનક બેકાબુ બની પલટી જવા પામ્યું છે. ટ્રેલર પલટતા સમયે પાછળ થી ઓવરટેક કરતા ટેન્કરની પાછળ ટકરાઈ પડતા ટેન્કરમાં રહેલું ડીઝલ ધોરીયા રૂપે માર્ગ ઉપર વહી નીકળ્યું છે, જેને લઈ અન્ય વાહનોને પસાર થવામાં અસર પહોંચી રહી છે. ઘટનાના પગલે હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ ટ્રાફિક નિયંત્રણ ની કામગીરીમાં લાગી છે.
આ અંગે અહીંથી પસાર થતા શેખ બાબા નામના પ્રવાસીએ જણાવ્યું હતું કે બપોરના 12 વાગ્યા બાદ ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેલર પલટી ગયું છે જ્યારે ટેન્કર પાછળથી ડીઝલ પાણીની માફક રસ્તા ઉપર ઢોળાઈ રહ્યું છે. બનાવના પગલે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. દરમિયાન હાઇવે પેટ્રોલિંગ ટીમે કહ્યું હતું કે ઘટના અંગેની જાણ મળતાજ બનાવ સ્થળે ટીમ રવાના થઈ છે અને સ્થિતિને થાળે પડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અલબત્ત સદભાગ્યે આ અકસ્માતમાં જાનહાનીના કોઈ સમાચાર મળ્યા નથી. પરંતુ આ માર્ગેથી પસાર થતા લોકો સાવચેતી પૂર્વક આગળ વધે તે હિતાવહ હોવાનું તંત્રએ કહ્યું હતું.
અહેવાલ: ગની કુંભાર