- 311 જગ્યાઓ ખાલી પડી હોવાના આક્ષેપો
- લોકોને ભારે હાલાકી પડતી હોવાના આક્ષેપો
- 1995 બાદ ભરતી ન થઇ હોવાના આક્ષેપો
- વર્ગ 3 ના 14 કર્મચારીમાંથી આગામી વર્ષમાં હજુ 8 કર્મચારીઓ થશે રીટાયર્ડ
મોરબી નગરપાલિકામાં કુલ 510 મહેકમ હતું. જેમાંથી સરકાર દ્વારા 20 ટકા કાપ મૂકતા આ સંખ્યા 407 થઇ હતી. પરંતુ આ 407ના સ્ટાફની જરૂરિયાતની સામે હાલ માત્ર 96 કાયમી કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે. અને 311 જગ્યાઓ ખાલી પડી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ જગ્યાઓ પર હાલ કોઈ પણ કવોલીફીકેશન વગરના રોજમદાર સ્ટાફ દ્વારા કામ લેવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ જેને કારણે લોકોને પુરતી સુવિધા ન મળતા હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મોરબીમાં પ્રાથમિક સુવિધાઓ ના અભાવ વચ્ચે મોરબી નગરપાલિકા પાંગળી સાબિત થઈ રહી છે જેમાં અપૂરતા સ્ટાફ ના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે. જેમાં 407 ના મહેકમની સામે માત્ર 96 કાયમી કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને આમાંથી પણ અમુક કર્મચારીઓ થોડા સમયમાં નિવૃત થવાના છે.
મોરબી નગરપાલિકાના મહેકમ વિશે વાત કરીએ તો અગાઉ મોરબી નગરપાલિકામાં કુલ 507 કાયમી કર્મચારીઓ નું મહેકમ હતું જેમાંથી સરકાર દ્વારા 20%કાપ મૂકવામાં આવ્યો હતો જેને કારણે મહેકમ 407 થયું હતું પરંતુ આ 407 ના સ્ટાફ ની જરૂરિયાત ની સામે હાલ માત્ર 96 કાયમી કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે અને 311 જગ્યાઓ ખાલી પડી છે.ત્યારે આ જગ્યાઓ પર હાલ કોઈ પણ કવોલીફીકેશન વગરના રોજમદાર સ્ટાફ દ્વારા કામ લેવામાં આવી રહ્યું છે જેને કારણે લોકોને પુરતી સુવિધાઓ તો નથી જ મળતી પરંતુ લોકોને સંતોષ કારક જવાબ પણ નથી મળી રહ્યા.મોરબી નગરપાલિકા માં વર્ષ ૧૯૯૧ બાદ કોઈ ભરતી કરવામાં આવી નથી ત્યારે જો પાલિકામાં મહેકમ મુજબ ભરતી કરવામાં આવે તો લોકોને હાલાકી થી બચાવી શકાય છે. તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા.
અહેવાલ: ઋષિ મહેતા