- 2025-26 માટે 1033 કરોડના બજેટનો અંદાજ રજૂ કરાયો
- બેન્ચ ખરીદવા 3 કરોડ અને વિજ્ઞાન પ્રયોગ શાળા માટે 50 લાખની જોગવાઈ કરાઈ
- શિક્ષકોની ભરતી બાબતે કરાઈ રજૂઆત
- શિક્ષણને લગતા વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરાઈ
સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બજેટ અંગેની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ઉચ્ચતર પગાર લાભો અપાતા શિક્ષણ સમિતિનું બજેટ 1200 કરોડને પાર પહોચ્યું હોવાનું જણાવાયુ હતું. તેમજ 2025-26 માટે 1033 કરોડના બજેટનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ અને એક જોડી બુટ મોજા આપવામાં આવશે. ઉપરાંત બેન્ચ ખરીદવા 3 કરોડ અને વિજ્ઞાન પ્રયોગ શાળા માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ બેઠકમાં શિક્ષકોની ભરતી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ દરેક શાળાઓમાં ધોરણ છમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને સાયકલ ઇનામ તરીકે આપવા અંગે ચર્ચા કરાઈ હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં ઉચ્ચતર પગાર લાભો અપાતા શિક્ષણ સમિતિનું બજેટ 1200 કરોડને પાર થયું છે. 2025-26 માટે 1033 કરોડના બજેટનો અંદાજ રજૂ થયો છે. બે જોડી યુનિફોર્મ અને એક જોડી બૂટ-મોજા આપવામાં આવશે. બેન્ચ ખરીદવા 3 કરોડ, વિજ્ઞાન પ્રયોગ શાળામાં 50 લાખની જોગવાઈ કરાઈ છે. શિક્ષકોની ભરતી બાબતે પણ બજેટ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી છે. દરેક શાળામાં ધોરણ છમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને સાયકલ ઇનામ તરીકે અપાશે. શાળાઓના મકાન ભાડામાં 14.90 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં બેન્ચ ખરીદવા સહિતની પ્રયોગ શાળા માટે પણ ફંડ ફાળવવામાં આવ્યું છે.
છેલ્લા થોડા દિવસોથી ભાજપના નગર સેવકો અને ધારાસભ્યએ શિસ્તનો આંચળો ફગાવી દઈને વહીવટીતંત્ર પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે બે દિવસ પહેલા સુરત પૂર્વ વિષાનસભાના પારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખીને સેન્ટ્રલ ઝોનમાં પ્રજાની સુવિધાના કામો થતા નથી, તેથી સેન્ટ્રલ ઝોનમાંથી હીજરત વધી રહી હોવાનું જણાવી આ ઝોનમાં સીસી રોડ માટે વધારાના બજેટની જોગવાઈ કરવા માંગ કરી હતી. જેના જવાબમાં આજે મેયરે સેન્ટ્રલ ઝોનમાં ત્રણ વર્ષમાં થયેલા 300 કરોડના કામોની યાદી સાથેનો પત્ર ધારાસભ્ય અરવિંદ રાણાને મોકલી સણસણતો જવાબ આપ્યો છે. આ સાથે હવે ધારાસભ્યો અને મનપાના શાસકો વચ્ચે સંકલન રહ્યું નથી અને ખેંચતાણ ચાલી રહી હોવાની વાત સપાટી પર આવી ગઇ છે.
મેયર અરવિંદ રાણાને આપેલા જવાબમાં જણાવ્યું છે કે, સેન્ટ્રલ ઝોનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૯૬.૭૧ કરોડના ખર્ચે રસ્તા કારપેટ/રીકારપેટ, સી.સી.રોડ, સ્ટ્રોર્મ-ટ્રેનેજ/ડૂનેજ, પાણી, હાઉસીંગ, મધ્યસ્થ ડ્રેનેજ વિભાગ, હાઈડ્રોલીક વિભાગ, પબ્લીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેલ વગેરે વિભાગ દ્વારા સુવિધાના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને 92.24 કરોડના ખર્ચે થઈ રહેલા કામો પ્રગતિ હેઠળ છે. અત્યાર સુધીમાં 3.91 કરોડના ખર્ચે સી.સી. રોડ બની ચુક્યા છે અને 1.5 કરોડના ખર્ચે સી.સી.રોડ પ્રગતિ આયોજન હેઠળ છે. 19.12 કરોડના ખર્ચે ટ્રેનેજની નવી લાઈન નાંખવાના કાર્યો પ્રગતિ આયોજન હેઠળ છે. અત્યાર સુધીમાં 20.64 કરોડના ખર્ચે પાણીની નવી લાઈન નાંખવાના કાર્યો પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં 22.42 કરોડના ખર્ચે હાઉસીંગ વિભાગ સેન્ટ્રલ ઝોન દ્વારા આરોગ્ય સંદર્ભે હેલ્થ સેન્ટર, વોર્ડ ઓફિસ, શાળા નિર્માશ, ફાયર સ્ટેશન, ફીશ માર્કેટ, વાંચનાલય બનાવવાના કામો પૂર્ણ થયા છે.
સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.12, 13, 20, 21 ના તમામ કોર્પોરેટરો, સ્થાનિક લોકો તેમજ આગેવાનોની વખતોવખત મળતી રજૂઆતો સંદર્ભે સતત કાર્યશીલ રહેતા જ હોય છે. સેન્ટ્રલ ઝોનની તમામ પાયાની સુવિધાઓ પુરી પાડવામાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી સતત પ્રયત્નશીલ રહ્યા છે. મેષર દ્વારા પારસભ્યને અપાયેલો આ વિગતવાર જવાબ સુચક માનવામાં આવી રહ્યો છે.