- વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન માત્ર સંસ્થા નહીં પરંતુ પ્લેટ ફોર્મ છે: આર.પી. પટેલ
વિશ્વ ઉમિયાધામ યુવા સંગઠન આયોજીત ડે-નાઈટ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024-25નો પ્રારંભ થઈ ચૂકયો હતો. રાજયના પાંચ ઝોનમાં ટેનિશ ક્રિકેટની ટુર્નામેન્ટ નોક-આઉટ સીસ્ટમથી રમાડવામાં આવી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનનું યુડી કલબના નેઝા હેઠળ રમાઈ રહી છે.
આ તકે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા,
રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા તથા ધારાસભ્ય દર્શિતાબેન શાહે પ્રાસંગિક ઉદબોધન કરી ખેલાડીઓને જોમ અને જુસ્સો પુરો પાડયો હતો. મહેમાનોનુ શાબ્દિક સ્વાગત યુડી કલબના કર્તાહર્તા ગૌતમ ધમસાણીયાએ કરેલ હતુ.પ્રાસંગિક ઉદબોધન કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આર.પી. પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સવિશેષ માહિતિ આપી હતી,
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનએ કોઈ સંસ્થા નંહિ પરંતુ એક પ્લેટ ફોર્મ છે જેના માધ્યમથી હર કોઈ વ્યકિત પોતાનો સમય દાન કરી શકે છે. સમગ્ર વિશ્વમાં વસતા પાટિદારોને ત્વરિત સેવા અને સહારો પુરી પાડવા આ સંસ્થા તત્પર રહે છે.
પુષ્કરભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ઉમા ડાયનેમિક કલબ નાં સંનિષ્ઠ 122 કાર્યકર્તાઓ આ ઈવેન્ટને સફળતા તરફ લઈ જવા આથાગ પ્રયત્મ કરી રહયા છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ ક્લબ યુડીના એડવાઈઝરી ડાયરેકટર જીવનભાઈ ગોવાણી, રમણભાઈ વરમોરા, શૈલેષભાઈ વૈષ્નાણી, ગૌતમભાઈ ધમસાણીયા, સંજયભાઈ જાકાસણીયા, પુષ્કરભાઈ પટેલ કલબ યુડીના પ્રમુખ પંકજભાઈ કાલાવડીયાના માર્ગદર્શન હેઠળ આક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા આવી રહી છે.
આ ઉદઘાટન પ્રસંગે ભરતભાઈ બોધરા, મૌલેષ ભાઈ ઉકાણી, હરીભાઈ પટેલ, જીવણભાઈ ગોવાણી, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મનિષ રાડીયા, લીલુબેન જાદવ, દિપક ગોવાણી, ગિરિશ ચારોલા, ચુનીભાઈ ધોડાસરા, જિજ્ઞેશભાઈ આદ્રોજા, ઓ.વી.ભોરણીયા, જે. એન. પનારાકાન્તીભાઈ માકડીયા, અશોકભાઈ દલસાણીયા,
ધવલભાઈ માકડીયા, પુનિતભાઈ ચોવટીયા, જિજ્ઞેશભાઈ કાલાવડીયા, ચેતનભાઈ સુરેજા, દેવાંગ માકડ, બિપિનભાઈ બેરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.