- જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામના પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના
- અજ્ઞાત આધેડનું કચડાઈ જતાં મૃ*ત્યુ
- પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો
દિવસે દિવસે અકસ્માતની ઘટના વઘતી જાય છે. લોકોને અન્યના જીવની કોઈ કદર ન હોય તે રીતે અંગત સ્વાર્થ માટે અન્યના જીવને જોખમે મૂકી દેતા હોય છે. ત્યારે ફરી એકવાર આવી જ એક ઘટના જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામના પાટિયા પાસે ગઈકાલે મોડી રાત્રે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો.
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામના પાટિયા પાસે મોડી રાત્રે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો અને કાળમુખા ટેન્કરની ઠોકરે રસ્તો ઓળંગી રહેલા એક અજ્ઞાત આધેડનો ભોગ લેવાયો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામના પાટીયા પાસે ગઈ રાત્રે 12.00 વાગ્યાના અરસામાં 50 વર્ષની વયના એક આધેડ રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે તે દરમિયાન ખૂબ ઝડપે આવી રહેલા GJ 12 BW 1641 નંબરના ટ્રક ટેન્કરના ચાલકે તેઓને હડફેટમાં લઈ લેતાં કચડાઈ જવાથી બનાવના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃ*ત્યુ નીપજયું હતું.
આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ અને સ્થાફના બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે મૃતકની ઓળખ થઈ શકી ન હોવાથી તેની ઓળખ કરવા માટે મૃતદેહ ને જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે, આ ઉપરાંત જ્યારે અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.