- ઓપન ક્વિઝ સ્પર્ધા, મેગા જોબ સર્વ રોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, શૈક્ષણિક સેમિનાર એથેનિક્સ સ્પર્ધા, વિદ્યાર્થી શિક્ષક સન્માન જેવા કાર્યક્રમોની સરવાણી
સમગ્ર સૌરાષ્ટ્રનાં શિક્ષણ ક્ષેત્રે છેલ્લાં 59 વર્ષથી અવિરતપણે શિક્ષણ વિકાસ માટે ભગીરથ પુરુષાર્થ દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત 27 સંસ્થાઓ ના બીજ રોપનાર લાભુભાઈ ત્રિવેદી ના શતાબ્દી અવસરે અબતક ની મુલાકાતે આવેલા મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલે અબતક ના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે “ગુરુ” સાથે વિતાવેલ સસ્મરણ વાગોળીઓ હતો
મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા લાભુભાઈ ત્રિવેદીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા લાભુભાઈ ત્રિવેદીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે લાભુભાઈને પ્રિય એવા વિદ્યાર્થીઓ માટે આગામી ડિસેમ્બર-2024 થી ફેબ્રુઆરી-2025 એમ ત્રણ માસ દરમ્યાન સંસ્થાની શાળા / કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, રાજકોટ ઓપન કવિઝ સ્પર્ધા મેગા જોબ ફેર, સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, કોલેજનાં શિક્ષકો માટે શૈક્ષણિક સેમિનાર, પ્રજાસત્તાક દિનની ઉજવણી, એથ્લેટીકસ સ્પર્ધા, મેરા ટેલેન્ટ મેરી પહેચાન સ્પર્ધા, નૃત્ય સંગમ-નૃત્યોત્સવ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ સંસ્થામાં પીએચ.ડી. થયેલ શિક્ષકોનું સન્માન વિગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
અબ તકની શુભેચ્છા મુલાકાતમાં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના પ્રિન્સિપાલ જેમાં ડો. પ્રીતિબેન ગણાત્રા ડો .અજીતાબેન જાની ડો. શૈલેષ સોજીત્રા, હરિકૃષ્ણભાઈ પંડ્યા, જલ્પાબેન ચાવડા ,લીનાબેન ત્રિવેદી, પાયલબેન જોશી, માલતીબેન ચૌહાણ ,અલ્બાલ ભાઈ , મયુરીબેન ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા
લાભુભાઇ ત્રિવેદીએ શિક્ષણ જગતના ભેખધારી આત્મા
લાભુભાઇ ત્રિવેદીએ ગુરૂ તરીકે સર્વમાન્ય હતા. ગુરૂ તરીકેના જે તમામ ધોરણો હોવા જોઇએ એ તમામ ધોરણોનું ચુસ્તપણે પાલન કરતા હતા. તેઓએ માત્ર શિક્ષણ વ્યવસ્થા નહોતી સ્થાપી પરંતુ તેમાં તેમણે પોતાનું પુરેપુરૂ યોગદાન આપ્યું હતું. તેઓ શિક્ષકોના, વિદ્યાર્થીઓના તેમજ વાલીઓના પ્રશ્ર્નોને, સમસ્યાઓને પુરો ન્યાય આપતા હતા. તેમના સંચાલનમાં ગુડગર્વનર હતા. લાભુભાઇ ત્રિવેદીએ બાલમંદિરથી લઇ બી.એડ. કોલેજોનું નિર્માણ કર્યુ અને એવા બાળકોને શિક્ષણ પુરૂ પાડ્યું જેઓ ગરીબ હોય અથવા તો જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય. એ સમયમાં એક સીટ માટે બી.એડ. કોલેજમાં 5-7 લાખ રૂપિયા આપવા પડતા હતા. તેવા વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણની સુવિધા પુરી પાડી. લાભુભાઇ ત્રિવેદીએ શિક્ષણ જગતના ભેખધારી આત્મા હતા. જેઓએ અનેક સંસ્થાઓનું નિર્માણ કર્યુ અને તેમની શિક્ષણ સંસ્થાઓમાં આર્થિક કે બિનઆર્થિક લાભો મેળવ્યા વગર શિક્ષકોની ભરતી કરવામાં આવી જે એક મોટુ પરિબળ ગણી શકાય.
યુવા નેતાઓની ટોચની હરોળ
ઉભી કરવામાં લાભુભાઇનો અનન્ય સિંહ ફાળો
લાભુભાઇ ત્રિવેદીના ખાસ મિત્રોમાં જેની ગણના થતી આવી છે તેવા જેન્તીભાઇ કુંડલીયા, અશ્ર્વિનભાઇ મહેતા અને રૂદ્રદતભાઇ રાવલે સાથે મળીને સહકારી બેંકોના ક્ષેત્રમાં સભાસદો મેળવી આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. યુવાનેતાઓની ટોચની હરોળ ઉભી કરવામાં લાભુભાઇનું યોગદાન અનન્ય રહ્યું છે. તેઓના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ યુવાનો આજે અગ્રિમ પંક્તિના નેતાઓ બની ચુક્યા છે. આવા નેતાઓની રાજકીય કારકિર્દીના પાયામાં લાભુભાઇનું શ્રમયોગદાન રહ્યું છે. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં રહી ચૂકેલા અને હાલમાં કાર્યરત એવા ઘણા બધા નેતાઓ છે કે જે કાં તો લાભુભાઇ દ્વારા સંચાલીત થતી સ્કૂલ-કોલેજોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે અથવા સીધા જ ‘ગુરૂ’ના માર્ગદર્શનથી આ સ્થાને પહોંચેલા
‘ગુરૂ’ભ્રષ્ટાચારના સખ્ત વિરોધી હતા
એ સમયે ઘણી સ્કૂલ-કોલેજોમાં મોટા ડોનેશનો લેવામાં આવતા ત્યારે પણ લાભુભાઇએ કોઇ દિવસ કોઇ પાસેથી ડોનેશન લીધુ નહતું. આમ તેઓ ભ્રષ્ટાચારની સખત વિરોધી હતા. એમની આ નિષ્ઠા તેઓની સંસ્થામાં હજુ સુધી જળવાઇ રહી છે. જે અન્ય સંસ્થાઓ માટે પથદર્શકનું કામ કરી શકે છે
ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ નવો ચિલો ચિતરવામાં લાભુભાઈ ત્રિવેદી નું યોગદાન
શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નવું નેતૃત્વ નિખારવાની પ્રેરણા પૂરી પાડવાના કાર્યની સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ નવો ચિલો ચિતરવામાં તેમણે આપેલું યોગદાન સમાજ ક્યારેય પણ વિશારે નહીં પાડી શકે. સમગ્ર વિશ્ર્વમાં ખ્યાતનામ એવો રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો લોકભારતી સંસ્થાના સહયોગથી શરૂ કરાવનાર લાભુભાઇ જ હતા એવુ આજની કેટલી યુવા પેઢી જાણે છે? હજારો લોકોને રોજગારીની એક તક ઉભી કરવામાં લાભુભાઇ રીતે પણ નિમિત બન્યા છે.
લાભુભાઇનું નામ અને કામ એ હદે પ્રસિદ્ધિ પામ્યું હતું કે, ભારતના વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ મહાનુભાવો ખાસ તેમની સંસ્થાની મુલાકાતે આવતા હતા