- રાજ્યના 26 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી
- તમામ 26 TDOના વર્તમાન સ્થાન અને બદલી કરાઈ
- અધિકારીઓને તેમના નિયંત્રણ અધિકારીએ ફરજમુક્ત કરવાના રહેશે.
રાજ્યના 26 તાલુકા વિકાસ અધિકારી TDOની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. તેમજ આ અંગેનો એક પરિપત્ર આજે જારી કરવામાં આવ્યો હતો. તેમજ પંચાયત, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા જારી આ પરિપત્રમાં જણાવ્યા મુજબ, ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારે આ સાથે આ તમામ 26 TDOના વર્તમાન સ્થાન અને બદલી કરવામાં આવેલાં સ્થાનની યાદી આપી છે.
જે અધિકારી મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે ફરજ બજાવે છે, તેવા તમામ અધિકારીઓના કિસ્સામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2025ની કામગીરી અંતર્ગત હક્કદાવા અને વાંધા અરજીઓનો નિકાલ કર્યા બાદ આ અધિકારીઓને તેમના નિયંત્રણ અધિકારીએ ફરજમુક્ત કરવાના રહેશે.