- અંકલેશ્વરના નવાગામ કરારવેલનો ચકચારી બનાવ
- શ્રમજીવી પરિવારની બાળકી સાથે દુષ્કર્મ
- નરાધમે બાળકીને ઇજાગ્રસ્ત પણ કરી
- બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાય
- પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચના ઝઘડિયા GIDC માં માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. તેમજ તેમાં એક નરાધમે 10 વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીને ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ બાળકીને અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે.
10 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી
આ ઘટના અંગે અનુસાર માહિતી મુજબ, ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતો પરપ્રાતિય શ્રમિક પરિવાર ઝઘડિયા GIDC માં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ તેમની 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. આ ઉપરાંત બાળકી આ હાલત જોઇને માતાના પગ નિચેથી જમીન સરકી ગઇ હતી. ત્યારપછી પિડીતાને તાત્કાલિક સારવાર અર્થે પહેલાતો અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, ત્યારબાદ ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
સારવાર માટે વડોદરા ખસેડાઇ
આ બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા એક હેવાને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. તેમજ નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચરતા બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેના કારણે તેને તાત્કાલીક ઓપરેશન થિયેટરમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. તેમજ આ ઘટના અંગે જાણકારી આપતા કહ્યું કે, ઝઘડિયા GIDC માં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. તેમજ તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે. હાલ અત્યારે પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધીને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.