- યુવતીઓએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
- ત્રણ દિવસથી છેડતી કરતા હોવાની કરાઈ ધોલાઈ
સુરત: યુવતીઓ સાથેની છેડતી કરવાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં 3 દિવસથી છેડતી કરતા રોમિયોની જાહેરમાં ધોલાઈ કરી હતી જેમાં રોમિયો એ કાપોદ્રા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ છેડતી કરતો હતો. જેથી આજે યુવતીઓએ રોમિયોને ઝડપી લીધો હતો. બાદમાં તેને મારતાં મારતાં રણચંડી બની હોય તેમ યુવતીઓ યુવકને કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં રોમિયોને પોલીસ હવાલે કર્યો હતો.
ઓફિસ જતી યુવતીઓની છેડતી યુવક છેલ્લા 3 દિવસથી કરી રહ્યો હતો. જેથી યુવતીઓએ આજે રેકી કરીને રોમિયોગીરી કરતાં યુવકને ઝડપી લીધો હતો. બાદમાં તેની પૂછપરછ કરી હતી. જો કે, યુવકે પોતાનો બચાવ કરતાં કહ્યું કે, મેં તમને ઓળખતો નથી. બાદમાં યુવતીઓએ માર મારવાનું શરૂ કરતાં લોકો એકઠાં થઈ ગયા હતાં.
યુવતીએ કહ્યું કે, શનિવારે અમે ઓફિસ આવતા હતા. ત્યારે અમારી સામે ખરાબ શબ્દો બોલી ગયો હતો. બેથી ત્રણ વાર યુ ટર્ન મારીને બોલીને ગયો હતો. તે દિવસે અમારા હાથે ન આવ્યો હતો. અમે તેનો તે દિવસે ચહેરો જોયો નહોતો. આજે અમે જોયો આજે ત્યારે તેની પાસે જઈને પૂછ્યું હતું. એ સ્વીકારવા તૈયાર નહોતો. જેથી અમે તેને પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતાં. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય