- ક્રિકેટ ટુર્નામેન્ટમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ બતાવશે કૌવત
પીજીવીસીએલની 17 મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટ વર્ષ 2024-25 નો પ્રારંભ આજ રોજ તા. 16-12ના રોજ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર શરૂ થયેલ જેના ઉદ્ઘાટન સમારોહમાં ચીફ ઈજનેર જે.જે.ગાંધી ચીફ ઈજનેર આર.જે.વાળા , રાજકોટ સીટી સર્કલના અધિક્ષક ઈજનેર જીજ્ઞેશ બી. ઉપાધ્યાય, રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર જતીન બી. ઉપાધ્યાય, ગોકુલ હોસ્પીટલના ઉર્મિશભાઈ વૈશ્નવ તેમજ રાજકોટ સીટીના તમામ કાર્યપાલક ઈજનેરઓ અને પીજીવીસીએલના અધિકારીઓ/કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. તમામ મહાનુભાવોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ અને દિપપ્રાગટયથી આ ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવેલ. સદર ટુર્નામેન્ટના સફળ આયોજન મીં. પીજીવીસીએલ એમ.ડી. પ્રીતી શર્મા મેડમ અને ચીફ ઈજનેર પી.જે.મહેતા દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવેલ.
આજનો પ્રથમ મેચ રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી તથા ભાવનગર વર્તુળ કચેરી વચ્ચે રમાશે. બીજો મેચ જામનગર વર્તુળ કચેરી તથા મોરબી વર્તુળ કચેરી વચ્ચે રમાશે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા પીજીવીસીએલ રાજકોટ સીટી સર્કલ ના અધિક્ષક ઇજનેર જીજ્ઞેશ બી. ઉપાધ્યાય તથા સહાયક સચિવ કુ. ક્રિષ્નાબેન એચ. પટેલની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ છે.
ક્રિકેટ ટુર્નામેન્ટ થકી ખેલદિલીની ભાવના થશે ઉજાગર: આર.જે વાળા
અબતક સાથેની વાતચીતમાં પીજીવીસીએલના ચીફ એન્જિનિયર આર.જે. વાળાએ જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ મેદાનમાં આવેલા માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પીજીવીસીએલના 12 સર્કલ અને કોર્પોરેટ ઓફિસના ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. જે ટુર્નામેન્ટ 22 મી ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં દરેક મેચ 25 – 25 ઓવરના છે અને ફાઇનલ મેચ 40 ઓવરનો રહેશે. કોઈપણ ખેલાડીને બીજા થાય તો તેના માટે પ્રાથમિક સારવાર આપવા એમ્બ્યુલન્સ રાખવામાં આવેલી છે. ક્રિકેટ એ ખેલદિલીની ભાવનાનો ખેલ છે. પીજીવીસીએલના અધિકારીઓને કર્મચારીઓથી ફિટનેસ જળવાઈ તે માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું 17 મી વખત
આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 12 સર્કલની ટીમ ભાગ લઈ રહી છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, અંજાર, ભુજ, પોરબંદર, રાજકોટ સીટી, અમરેલી, ભાવનગર, કોર્પોરેટ ઓફિસ, રાજકોટ રૂરલ, બોટાદ અને જૂનાગઢની ટીમ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટથી અધિકારી કર્મચારીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે