- સેવ પોરબંદર સી કમિટી અને ખારવા સમાજ દ્વારા સ્મશાનયાત્રા યોજાઇ
- દરીયા કાઠે ચીતા ગોઠવીને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા
- દરીયાખેડુ તેમજ જમીનખેડુતોને નુકસાન પહોચવાની ભીતિ સર્જાઈ
- બહોળી સંખ્યામાં સ્થાનિક લોકોએ કર્યો વિરોધ
પોરબંદરના સમુદ્રમાં જેતપુરના કેમિકલયુક્ત પાણી વહાવવાના પ્રોજેકટને સરકારે લીલીઝંડી આપી છે તેમજ સાથોસાથ પાઇપલાઇન બીછાવવા માટે જમીન સંપાદનની કામગીરીને પણ આગળ વધારવામાં આવી છે. જેને લઈને ‘સેવ પોરબંદર સી’ કમીટીના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ કમિટીના સભ્યો જેતપુર જઈને ઝેરી પાણીના કેરબા ભરી આવ્યા હતા. અને તેની સેવ પોરબંદર સી કમિટી અને ખારવા સમાજ દ્વારા સ્મશાનયાત્રા યોજાઇ હતી. તેમજ સ્મશાનયાત્રા બાદ સ્મશાનભુમિની સામે દરીયા કાઠે ચીતા ગોઠવીને અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનો સ્વયંભુ રીતે જોડાયા હતા અને વિરોધ કરીને સરકારનો પ્રોજેકટ રદ કરવામાં આવે તેવી માંગ કરાય છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, પોરબંદરના સમુદ્રના સમુદ્રમાં જેતપુરના કેમિકલયુક્ત પાણી વહાવવાના પ્રોજેકટને સરકારે લીલીઝંડી આપવાની સાથોસાથ પાઇપલાઇન બીછાવવા માટે જમીન સંપાદનની કામગીરી પણ આગળ વધી છે ત્યારે ‘સેવ પોરબંદર સી’ કમીટીના સભ્યો તાજેતરમાં જેતપુર જઈને ઝેરી પાણીના કેરબા ભરી આવ્યા છે અને તેની સ્મશાનયાત્રા સેવ પોરબંદર સી કમિટી અને ખારવા સમાજ દ્વારા રવિવારે યોજાઇ હતી જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનો સ્વયંભુ રીતે જોડાયા હતા અને વિરોધ કરીને સરકાર પ્રોજેકટ રદ કરે તેવી માંગ કરી હતી.
જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં નાખવા માટેની તમામ મંજૂરી કેન્દ્ર અને રાજ્ય સરકારે આપી દીધી છે ત્યારે તેનો છેલ્લા સાડા ત્રણ વર્ષથી વિરોધ કરી રહેલી સેવ પોરબંદર સી અને ખારવા સમાજ દ્વારા દ્વારા વિશિષ્ટ આયોજનના ભાગ રૂપે સ્મશાન યાત્રા યોજાઈ હતી ‘સેવ પોરબંદર સી’ સંસ્થાના સભ્યો લોકોની આંખ ઉઘાડવા માટે જેતપુર જઈને ઝેરી પાણીના કેરબા ભરીને લઈ આવ્યા હતા. જેમાં સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે અત્યંત નુકશાનકારક આ પાણી દરિયામાં વહેવડાવવામાં આવશે તો સમુદ્રી જીવસૃષ્ટિને નહીં પણ જમીનને પણ મોટુ નુકશાન થશે. માટે પોરબંદરવાસીઓની આંખ ઉઘાડવા એક નવતર જનજાગૃતિ અભિયાનનુ આયોજન થયું જેમાં જેતપુરના ઝેરી પાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.
સવારે 11 વાગ્યે નરસંગ ટેકરી ખાતેથી શરૂ થયેલી આ સ્મશાનયાત્રા જુના ફુવારાથી હેલ્મેટ સર્કલ થઈ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે સ્મશાન ખાતે પૂર્ણ થશે અને આ સ્મશાનયાત્રામાં સ્કૂટર પર કાળા કપડા પહેરી લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. એટલુ જ નહીં પરંતુ જેતપુરથી આવેલ ભાદર નદીના ઝેરી પાણી અને જેતપુરના બોરના પ્રદૂષિત પાણીના કેરબા અંતિમયાત્રા રથમાં લોકો જોઈ શકે તે રીતે રાખવામાં આવ્યા હતા. કે જેથી ભવિષ્યમાં પોરબંદરના દરિયાની શું હાલત થશે? તેનો ખ્યાલ આવે.સ્મશાનયાત્રામાં ક્યારેય કોઈ દિવસ નિમંત્રણ પાઠવાતા નથી પરંતુ આ સ્મશાનયાત્રામાં વધુને વધુ પોરબંદરવાસીઓ જોડાય તેવી અપીલ થઇ હતી. અને તેથી જ સ્વયંભુ રીતે હજારો પોરબંદરવાસીઓ જોડાયા હતા.. ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ સહિત આગેવાનોની અપીલ અનુસંધાને માછીમારોના વિસ્તારમાં અને ખારવાવાડમાં અડધો દિવસ વેપાર ધંધો બંધ રાખીને મોટી સંખ્યા માં ખારવા સમાજ ના લોકો આ સ્મશાન યાત્રામાં જોડાયા હતા.
આ સ્મશાનયાત્રાની પૂર્ણાહુતિ થઇ ત્યાં સ્મશાનભુમિની સામે દરીયા કાઠે ચીતા ગોઠવીને અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. જાણે પોરબંદરમાં કોઈ મહાનુભાવો મૃત્યુ પામ્યું હોય અને તેની સ્મશાનયાત્રામાં શહેરીજનો જોડાતા હોય છે એ જ રીતે પોરબંદરના ઇતિહાસની સૌથી લાંબી કહી શકાય તેવી બે કિલોમીટરની આ સ્મશાનયાત્રામાં સ્વેચ્છાએ અને સ્વયંભૂ રીતે જોડાયેલા લોકોએ પોતાના આકરા મિજાજ નો પરચો સરકારને આપી દીધો છે અને સરકારે હવે જેતપુર નો પ્રોજેક્ટ રદ કરવો જ પડશે તેવો સુર ઊઠવા પામ્યો છે.
માછીમાર સમાજના યુવા ભાઈઓ-બહેનો, વડીલો ખુબ જ મોટી સંખ્યામા પંચાયત મંદિરે થી એકત્રીત થઈ ને સ્કુટર રેલી યોજીને ખારવાવાડ થી શિતલાચોક, હરીશ ટોકીઝ, રેલ્વે સ્ટેશન રોડ, વાડીપ્લોટ થી લઈને નરસંગ ટેકરી વિસ્તાર માથી જેતપુરના ઝેરી પાણી ની સ્મશાન યાત્રામા સાથે જોડાઈ ને સ્મશાન યાત્રા કાઢવામા આવેલ હતી. આ સ્મશાન યાત્રાનો હેતુ એવો હતો કે જેતપુરના જે કેમીકલ યુક્ત પાણી દરીયામા નિકાલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા યોજના બનાવવામા આવેલ છે તે જેતપુર નુ કેમીકલ યુકત ઝેરી પાણી દરીયામા ઠાલવશે તો દરીયાખેડુ તેમજ જમીનખેડુ ને ખુબ જ મોટી નુક્શાનીઓ સહન કરવી પડશે. તેમજ પોરબંદર જીલ્લા ના લોકોને રોજગારી મેળવી ખુબ જ મુશ્કેલ થઈ જશે.
આ અંતિમયાત્રા માં શહેર ની વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ, તેમજ અનેક સમાજો તથા સેવા ભાવી સંસ્થા ના પ્રમુખો તથા કમીટી મેમ્બર જોડાયા હતા. અને આજની રેલી ને સફળ બનાવેલ હતી. અને પોરબંદર જીલ્લા ના રોજગાર ને કેવી રીતે જીવંત રાખવો તેવા વિચાર સાથે પોરબંદર ના તમામ નાના-મોટા વેપારી મિત્રો નો પણ સાથ અને સહકાર પુરી રીતે આપવામા આવેલ હતો. અને જો આવી જ રીતે બધા લોકોનો સાથ અને સહકાર મળતો રહેશે તો પોરબંદર ના દરીયાખેડુ અને જમીનખેડુ તેમજ નાના-મોટા વેપારીપ સાથે કોઈ અન્યાય કરી શકશે નહી તેવો એક સાથે સુર નિકળેલ હતો તો અન્તીય્મ્યાત્રા માં જોડાયેલ તબીબો એ પણ કેમીકલયુક્ત પાણી થી થનાર નુકશાન અંગે માહિતી આપી હતી.
બીજી તરફ અંતિમયાત્રા માં નાના બાળકો પણ ઉત્સાહભેર જોડાયા હતા તો ધન્યતા સિધાર્થ ગોકાણી નામની બાળકી એ પોતાની કાલીઘેલી ભાષા માં મોદી દાદા ને કેમીકલયુક્ત પાણી સમુદ્ર માં ન ઠાલવવા વિનંતી કરી હતી. પોરબંદર ના ઈતિહાસ માં પ્રથમ વખત આવી જંગી માનવમેદની એકત્ર થઇ હતી અને ભવ્ય રેલી સ્વરૂપે અંતિમયાત્રા યોજાઈ હતી.