- 500થી વધુ લોકો એઆર્ટ -ફીએસ્ટાની મુલાકાત લીધી
સૌરાષ્ટ્રના પાટનગર માં કલા રસીકો અને ખાસ કરીને ચિત્રકલા ના શોખીનો માટે પોતાના કૌશલ્યને ઉજાગર ના અવસરની પહેલ ના ભાગરૂપે “આર્ટ -ફીએસ્ટા2024 “નું યોજાયો હતો રાજકોટમાં આર્ટ ફેર થતા નથી ત્યારે રાજકોટના આર્ટિસ્ટો માટે પોતાના કલા ના કૌશલ્યને ઉજાગર કરવા માટે આર્ટ -ફીએસ્ટા2024 “નું આયોજન કરવામાં આવ્યું છે આર્ટ -ફીએસ્ટા2024 “નવોદિત આર્ટિસ્ટોને કલા ઉજાગર કરવાનો મંચ પૂરું પાડવામાં આવ્યું હતું
રાજકોટમાં આર્ટિસ્ટો પોતાની કલા બહાર લાવી શકે તે માટેના આયોજનને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો 100 થી વધુ નવોદિત આર્ટિસ્ટો માં અનેક સિનિયર આર્ટિસ્ટો પણ આર્ટ -ફીએસ્ટા2024 “માં પોતાનો ભાવ દર્શાવશે આ ઈવેન્ટ ખૂબ જ નજીવા દર માં પ્રવેશ આપવામાં આવ્યો પોતાના ચિત્રો વેચવા માટે પણ કલાકારોને મદદ અને મંચ પૂરું પાડવામાં આવ્યું હતું
લિપ્પાન આર્ટનું પેઇન્ટિંગ બનવું છું: પ્રિયંકા ચંદવાની
અબતક સાથેની વાતચીતંમાં ચિત્રકાર પ્રિયંકા ચંદવાની એ જણાવ્યું હતું કે, ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મે બેટન બોયનું પેન્ટિંગ બનાવ્યું છે. આ બધા પેન્ટીસ બનાવવા મને પાંચ થી સાત વર્ષની મહેનત લાગી છે.લિપ્પાન આર્ટ નું પેઇન્ટિંગ બનાવ્યું છે, ત્યારે આ પેન્ટિંગ છે એ કચ્છનું પ્રખ્યાત પેઇન્ટિંગ છે. આર્ટ ફિયેસ્ટા માં ઘણા બધા પેન્ટિંગ મેં જોયા જેમનો ખૂબ અદભુત નજારો હતો.
આર્ટ દ્વારા મનના વિચારોને રજુ કરી શકાય: ઈરફાનભાઇ
અબતક સાથેની વાતચીતમાં ચિત્રકાર ઈરફાનભાઇ જણાવ્યું હતું કે, હું આર્ટ અને ડિઝાઇન બંને કરું છું. ત્યારે આર્ટ છે એ એક ટેન્શન માંથી બહાર આવવા માટેનું કારણ છે. આર્ટ ફીયેસ્ટાનું ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો દ્વારા ખૂબ સારા સારા પેઇન્ટિંગ દોરવામાં આવ્યા છે. અત્યારનો યુવાનો આર્ટમાં રસ ધરાવે છે ખૂબ જ સારી બાબત કહેવાય.
આર્ટ ફીએસ્ટામાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો: આયોજન શ્રદ્ધા રાયચુરા
અબતક સાથેની વાતચીતમાં આયોજક શ્રદ્ધા રાયચુરા એ જણાવ્યું હતું કે, આયોજનની જ્યારે શરૂઆત 6 મહિના પહેલા કરી ત્યારે વિશ્વાસ નહોતો કે આટલું સફળ આયોજન થશે. આર્ટ નું કલ્ચર ડેવલોપ કરવા માટે આ નાનું પગલુ છે. અને તેમના માટે લોકોનો ખૂબ જ સારો સપોર્ટ મળી રહ્યો છે. રાજકોટમાંથી ઘણા બધા આર્ટિસ્ટ આવ્યા છે. ત્યારબાદ અમદાવાદ સોમનાથ ગોંડલથી પણ ઘણા બધા આર્ટિસ્ટ અહીં આવ્યા છે. રાજકોટના આર્ટિસ્ટ રાહ જોતા હતા કે ક્યારે આવી ઇવેન્ટ થાય. ખાસ બધી જ આર્ટ છે એ હેન્ડમેટ આર્ટ જ છે. હું પોતે પણ એક આર્ટિસ્ટ છું એટલે મને ખ્યાલ છે કે આર્ટિસ્ટને પ્લેટફોર્મ આપણું એ ખૂબ જ મહત્વનું છે. સમગ્ર ગુજરાતમાંથી સોથી પણ વધુ આર્ટિસ્ટો આમાં ભાગ લીધો છે અને અત્યાર સુધીમાં 500થી વધુ લોકો વિઝીટ કરી ચૂક્યા છે.