- હળવદમાં બાળકો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલાને નડ્યો અકસ્માત
- ટ્રેનની અડફેટે બે બાળકોના મોત, એકનો બચાવ
- મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
દિવસે દિવસે મો*તની સંખ્યામાં વધારો થતો જાય છે. આવી જ એક ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક હચમચાવી દેનારી ઘટના બની છે. મોરબીના હળવદ નજીક માલગાડીમાં અડફેટે 2 માસૂમના મો*ત થયા હતા તેમજ માતાને ઈજા પહોંચી છે અને દોઢ વર્ષના બાળકનો બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક હચમચાવી દેનારી ઘટના બની છે. રણજીતગઢ અને કેદારીયા ગામની વચ્ચે આવેલા 109 નંબરના નાળા નજીક બપોર 12:30 વાગ્યા આસપાસ મહિલા અને તેના 3 બાળકોને લઈને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન માલગાડીની અડફેટે આવી જતાં 2 માસૂમ બાળકોના કરૂણ મો*ત નિપજ્યાં છે.
બે બાળકોના મો*ત, એકનો ચમત્કારિક બચાવ
ગોપી બજાણીયા અને નિકુલ બજાણીયાના મો*ત નિપજ્યાં છે. જ્યારે તેમના માતા મંગુબેન બજાણીયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, આ દુર્ઘટનામાં અન્ય એક દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.
માતા મંગુબેન બજાણીયાને ઈજાઓ પહોંચી જેને મોરબી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા છે. તેમજ આ બનાવમાં એક દોઢ વર્ષનાં બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. હળવદ પોલીસ અને રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ અને રેલવે તંત્ર દોડતું થયું
આ અંગે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ તેમણે આ અંગે તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ રેલવે અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
અહેવાલ : ઋષિ મહેતા