- હાપા માર્કેટિંગ યાર્ડ અને સુભાષ માર્કેટમાં કરાઈ કાર્યવાહી
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ, સુભાષ શાક માર્કેટ તેમજ રણજીત રોડ વિસ્તારમાં ઉભા રહેતા શાકભાજી અને ફ્રુટના વેપારી- ફેરિયાઓને ત્યાંથી જુદી જુદી ૧૬૪ જેટલી ખાદ્ય સામગ્રી ના સેમ્પલો લેવામાં આવ્યા છે, અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.
ફૂડ અને સેફટી વિભાગ ન્યુ દિલ્હી ના નેશનલ એન્યુઅલ સર્વેલન્સ પ્લાન અંતર્ગત સમગ્ર રાજ્ય માં ફ્રેસ ફ્રૂટ્સ અને વેજીટેબલ ખાદ્ય ચીજો નું સ્પેશીયલ સર્વેલન્સ ડ્રાઈવ અંગે ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ના કમિશનર ફૂડ સેફ્ટી, ગાંધીનગર ના આદેશ અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સુચના મુજબ ફૂડ સેફટી એન્ડ સ્ટાનડર્ડ એક્ટ- 2006 અને તે અન્વયેના નિયમો હેઠળ સર્વેલન્સ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફીસર દ્વારા માર્કેટ યાર્ડ હાપા માંથી 138 વેજીટેબલના અને સુભાષ માર્કેટ /સટ્ટાબજાર માંથી 26 ફ્રેશફુટના નમુના લઇ પૃથ્થકરણ અર્થે થી રાજ્ય સરકાર દ્વારા એલોટેડ લેબોરેટરીમાં હેવી મેટલ તેમજ પ્રેસ્ટીસાઈડસ રેસીડ્યું ની તપાસ અર્થે અમદાવાદ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા છે.
જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા અલગ-અલગ વિસ્તારમાં આવેલ ફરસાણ ફાસ્ટફૂડ, હોટલ-રેસ્ટોરન્ટ માં એફ.એસ.ઓ. એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા, આજી નો મોટો નો ઉપયોગ ન કરવો, એપ્રોન કેપ-ગ્લોવ્ઝ પહેરવા, તેમજ ફ્રીઝ ની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, રસોડા ની યોગ્ય સફાઈ કરવી, ફૂડ કલર નો ઉપયોગ ન કરવો, સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારી ના ફીટનેશ સર્ટીફિકેટ કરવા વગેરે બાબત અંગે તાકીદ કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત ટીમ દ્વારા 58 દિગ્વિજય પ્લોટમાં આવેલા અમદાવાદી પકવાન, તેમજ સોનાલી ફરસાણ, ખોડીયાર કોલોનીમાં આવેલી હોટલ અનાયાબીકમ, સમર્પણ રોડ પર આવેલી હોટલ વિશાલ ઇન્ટરનેશનલ તેમજ ખોડિયાર કોલોનીમાં આવેલા પાપા લુઇઝ પિઝા પાર્લરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને જરૂરી સુચના આપવામાં આવી હતી.
અહેવાલ: સાગર સંઘાણી