- સિટી પોલીસ-અહેસાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે
‘અબતક’ની મુલાકાતમાં ફૂટબોલ એસો.ના બી.કે. જાડેજા કોચ ડિસોઝા અને પદાધિકારીઓએ ફૂટબોલ ટુર્નામેન્ટની વિગતો સાથે ખેલ પ્રેમીઓને ટુર્નામેન્ટનો રોમાંચ માણવા કર્યો અનુરોધ
રાજકોટના ઐતિહાસિક રેસકોસ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ટુર્નામેન્ટ ડે નાઈટ નું આયો જન કરવામાં આવ્યું છે, અબતકની મુલાકાતે આવેલા ફૂટબોલ એસોસિયેશનના બીકે જાડેજા નિશ્ચલભાઈ સંઘવી, મિતેશભાઇ શાહ, કોચ ડિસોઝા અનેરાજુભાઈ એ ટુર્નામેન્ટની વિગતો આપી જણાવ્યું હતું કે
ુરાજકોટ સીટી પોલીસ અને અહેસાસ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રાજકોટના નામાંકિત કંપની જયોતિ સી.એન.સી. ના સહયોગથી 13મી ઓપન ગુજરાત ફુટબોલ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટનું 6 થી 1ર જાન્યુઆરી 2025 દરમિયાન રેસકોર્સ રીંગ રોડ સ્થિત આર.એમ.સી. ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન થવા થઇ રહ્યું છે.
આ ટુર્નામેન્ટના મુખ્ય દાતા જયોતિ સી.એન.સી. ઓટોમેશન લિ.ના સી.એસ.આર હેડ તેમજ એહસાસ ટ્રસ્ટના લાઇફ પ્રેસિડેન્ કૌશિકભાઇ સોલંકી ના વડપણ હેઠળ આયોજનને અંતિહ ઓળખ અપાય રહ્યું છે. છેલ્લા 13 વર્ષથી આયોજીત થતી રાજકોટ સીટી પોલીસ અને જયોતિ સી.એન.સી. ચેલેન્જ કપ 2025 ફુટબોલ ટુર્નામેન્ટ ગુજરાત ફુટબોલ એસો. અને રાજકોટ ફુટબોલ એસો.અને રાજકોટ ફુટબોલ એસો.ની માન્યતા પ્રાપ્ત ટુર્નામેન્ટ છે. તા. 6 થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનાર આ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી ર4 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓ માટે નિ:શુલ્ક રહેવાનું સુંદર વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલ છે. તેમજ રેસકોર્સ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતેઆ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટ નિહાળવવા આવતા દર્શકો માટે લાઇટીંગ અને બેઠકની સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ફુટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત ફુટબોલ એસો.ના માન્યતા પ્રાપ્ત રેફરી નિર્ણાયકની ફરજ નિભાવશે તથા અનુભાવી અનુ પૂર્વ રમતવીરો દ્વારા મેચનું સુચારું સંચાલન કરવામાં આવશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જયોતિ સી.એન.સી. ઓટોમેશન લી. મેચના મુખ્ય સ્પોન્સર તરીકે, સહ સ્પોન્સર તરીકે ઓમનીટેક એન્જીનીયરીંગય પ્રા.લી. અન્ય દાતાઓમાં રોલેકસ રીગ્સ, પેલિકન ઇન્ડસ્ટ્રીઝ, બાન લેબ્સ. કંપનીઓ ઉદાર ભાવે આથીંક સહયોગમાં છે. આ સમગ્ર ફુટબોલ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહેલ, જયોતિ સી.એસ.સી.ના વિક્રમસિંહ રાણા, કૌશિકભાઇ સોલંકી, રાજકોટ ફુટ બોલ એસો.ના બી.કે. જાડેજા, રોહિત બુંદેલા, એહસાસ ટ્રસ્ટના નિશ્ર્ચલભાઇ સંઘવીના માર્ગદશનમાં પોલીસ ડીપાર્ટમેન્ટ અહેસાસ ટ્રસ્ટ અને જયોતિ સી.એન.સી. વનરાજસિંહ જાડેજાની ટીમના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
આ 13મી ઓપન ગુજરાત ફુટબોલ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટમાં જીતનાર ચેમ્પિયન ટીમને 1,01,000, રનર્સ અપ ટીમને રૂ. 51,000 તથા ત્રીજા અને ચોથા સ્થાને આવીનાર ટીમને રૂ. સાત – સાત હજાર તેમજ દરેક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને રોકડ પુરસ્કાર, તેમજ અલગ અલગ કેટેગરીમાં મેન ઓફ ધી મેચ, બેેસ્ટ પ્લેયર, બેસ્ટ ગોલકીપર, બેસ્ટ ડીફેન્ડર, બેસ્ટ મિડ ફિલ્ડર બેસ્ટ ફોરવર્ડ અને હાયેસ્ટ સ્કોર કરનારને રૂ. 3000 ના રોકડ ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે.
સીટી પોલીસ જ્યોતિ સી એન સી ચેલેન્જ કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં 24 ટીમ ભાગ લેશે બહાર ગામની ટીમના ખેલાડીઓને સ્પોર્ટ હોસ્ટેલમાં ઉતારો, રહેવા જમવાની વ્યવસ્થા કરી છે એમ જણાવ્યું હતું કે ટુર્નામેન્ટમાં કોર્પોરેશન નો સહકાર ખૂબ જ સારો છે ડે નાઈટ ટુર્નામેન્ટ હોવાથી ફ્લડ લાઈટ મહત્વની છે રેસકોર્સ ગ્રાઉન્ડમાં લાઈટની હાઈટ થોડી ઘટે છે, અહીં પરમેનેન્ટ હાઈ માસ્ટ ટાવર ઉભા થાય તો ડેનાઇટ ટુર્નામેન્ટની જમાવટ કંઈક ઓર જ થાય તેમ કોચ દ્વારા જણાવ્યું છે અને ગ્રાઉન્ડમાં પરમેનેન્ટ ટાવર ઉભા થાય તેવી હિમાયત કરી હતી
ફૂટબોલ ટુર્નામેન્ટ પોલીસ જવાનો માટે સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને તાજગીનો સંચાર કરનાર બની શકે: કોચ ડિસોઝા
પોલીસ વિભાગમાં સ્પોર્ટ્સમેનશિપ ને વધુ ઉજાગર કરવા માટે રાજકોટ સીટી પોલીસ અને અહેસાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજનારી 13મી ઓપન ગુજરાત ફોટબોલ ડે નાઈટ ટુર્નામેન્ટ ના મુખ્ય કોચ ડિસોઝા એ ફૂટબોલ ટુર્નામેન્ટ પોલીસ જવાનો માટે સ્પોર્ટ્સમેન અને તાજગીનો સંચાર કરનાર બની શકે તેમ જણાવી અબતકના પ્રશ્ન ’પોલીસ તંત્ર સતત લોકોની સુરક્ષા માટે જ્યારે તહેવાર ની રજા વગર સતત કઠોર પરિશ્રમ અને શિસ્ત સાથે પ્રેસરમાં કાર્ય કરે છે ત્યારે ટુર્નામેન્ટ અંગે કોચ નો દ્રષ્ટિકોણ કેવો હોઈ શકે”..? પ્રશ્નના જવાબમાં કોચ ડિસોઝાજણાવ્યું હતું કે ફૂટબોલ ટુર્નામેન્ટ જ નહીં સ્પોર્ટ પોલીસ જવાનોને ખેલ દિલી અને તાજગી માટે આશીર્વાદરૂપ બની શકે વર્ષ પહેલા પોલીસ કમિશનર ગીતા જોહરીએ પોલીસ કર્મચારીઓની સ્પોટ્સમેન સીટ માટે શરૂ કરેલી આ ટુર્નામેન્ટ પોલીસ માટે રિફ્રેશમેન્ટ ટ્રીટમેન્ટ જેવી બની શકે
કોચ ડીસોઝા એ આવી ટુર્નામેન્ટ દર વર્ષે થવી જોઈએ તેવી હિમાયત કરીને જણાવ્યું હતું કે રેલવે ડિફેન્સ સહિતના વિભાગોમાં સ્પોર્ટ રિક્રુટમેન્ટ થાય છે જેમાં ગુજરાતમાં પણ બહારના ખેલાડીઓ રિક્રુટ થાય છે ગુજરાતમાં ખેલકૂદને પ્રોત્સાહન આપવાની જરૂર છે.