- પોલીસ ઇન્સ્પેકટર અને તેના સ્ટાફ તથા સરપંચ અને તેમની ટિમને આમંત્રિત કરી ઉદ્દઘાટન કરાયું
- સુરક્ષાના ભાગ રૂપે સોસાયટીમાં 16 સીસીટીવી કેમેરા લગાવ્યા
અંજાર તાલુકામાં સુરક્ષાના ભાગ રૂપે પુષ્પકોટેજ સોસાયટી દ્વારા સોસાયટીમાં 16 સીસીટીવી કેમેરા લગાવ્યા અને પોલીસ ઇન્સ્પેકટર અજયસિંહજી ગોહિલ અને તેમના સ્ટાફ તથા સરપંચ ભોજા અને એમની ટિમને આમંત્રિત કરી સીસીટીવી કેમેરાના કંટ્રોલ રૂમનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે પી.આઈ. ગોહિલએ એમના વક્તવ્યમાં આ કાર્યને બિરદાવતા કહ્યું કે પુષ્પ કોટેજ સોસાયટીએ આ ઉમદા કાર્ય કર્યું છે. તેમજ હાજર સરપંચ ભોજા અને એમની ટીમ અગાઉ પણ સોસાયટીને પંચાયત તરફથી બનતી સહાય કરી હતી. અને સરપંચ આ કાર્ય બદલ સોસાયટી સમિતિને અભિનંદન આપ્યા હતા. તેમજ આ અવસર પર સોસાયટી રહેવાસીઓ ઉમંગભેર હાજરી આપી સમિતિના શુભ કાર્યને અવિરત સહકાર સાથે આવકાર્ય હતા. સોસાયટીના પ્રમુખ આઈ બી પાંડેજી એ સહુનો આભાર માન્યો હતો .
અંજાર તાલુકામાં આવેલ મેઘપર કુંભારડી વિસ્તારની પુષ્પ કોટેજ સોસાયટી દિવસે દિવસ પ્રગતિ કરતી જાય છે. દોઢ વર્ષ પહેલાં જે સોસાયટીમાં લોકો વરસાદી પાણી ભરવાના કારણે રહેવા તૈયાર ન હતા ત્યાં આજે ભાવ આસમાને છે. અહીંયા બનેલી નવી કમિટીના સભ્યો એ નક્કી કર્યું કે ગમે તે ભોગે લોકોને દરેક સુવિધા પુરી પાડવી છે. અને એ નેમ સાથે જુલાઈ 2023થી સોસાયટીના લોકોના સહકારથી દરેક ઘર થી ફીક્સ વિકાસ નિધિ લઈ સોસાયટીના માર્ગ, રમત મેદાન, સફાઈ, રોડ લાઈટ અને સુરક્ષા હેતું કાર્યને મહેનત અને લગનથી પૂર્ણ કર્યા. સાથે વરસાદના દિવસોમાં લોકોના ઘરોમાં ઘૂંટણ સમાં પાણી થી હવે લોકોને રાહત મળે એ માટે દરેક લાઈનમાં ઊંચા બમ્પ બનાવ્યા અને ગેટ બનાવ્યા.
સુરક્ષાના ભાગ રૂપે સોસાયટીમાં 16 સીસીટીવી કેમેરા લગાવ્યા અને તા 15/12 ના કન્ટ્રોલરૂમના ઉદ્દઘાટન માટે અંજાર વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટર અજયસિંહજી ગોહિલ અને તેમના સ્ટાફ તથા સરપંચ ભોજાભાઈ અને એમની ટિમને આમંત્રિત કરી સીસીટીવી કેમેરાના કંટ્રોલ રૂમનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે PI ગોહિલે એમના વક્તવ્યમાં આ કાર્યને બિરદાવતા કહ્યું કે પુષ્પ કોટેજ સોસાયટીએ આ ઉમદા કાર્ય કર્યું છે! એ રીતે જો દરેક સોસાયટી પોતાની જવાબદારી સમજી આવા સુરક્ષાના સાધનો વસાવે તો આપણે મળીને ચોરી, લૂંટ અને અસામાજીક તત્વોથી વિસ્તારને સુરક્ષિત રાખી શકીશું. તેમાં પોલીસને પણ સહાયતા મળશે. આ લોકજાગૃતિ અને જન હિતાર્થ પગલાંને ખૂબ ઉપયોગી હોવાનું જણાવ્યું હતું.
PI ગોહિલે સીસીટીવી માટે સરકાર પણ અમુક સહાય આપે છે એ જાણકારી પણ આપી. આ વિશે વધુ માહિતી માટે અમારા દ્વાર ખુલા જ છે પોલીસનો સંપર્ક કરી શકાય છે. હાજર સરપંચ શ્રી ભોજાભાઈ અને એમની ટીમ અગાઉ પણ સોસાયટીને પંચાયત તરફથી બનતી સહાય કરી હતી. અને સરપંચ એ આ કાર્ય બદલ સોસાયટી સમિતિને અભિનંદન આપ્યા હતા. આ અવસર પર સોસાયટી રહેવાસીઓ ઉમંગભેર હાજરી આપી સમિતિના શુભ કાર્યને અવિરત સહકાર સાથે આવકાર્ય હતા. સોસાયટીના પ્રમુખ આઈ બી પાંડે એ સહુનો આભાર માન્યો હતો એ કાર્યક્રમના સંચાલક સોસાયટીના જનરલ સેક્રેટરી યોગેન્દ્ર સિંહ જાડેજા યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ: ભારતી માખીજાણી