- એક તરફના ટ્રેક પર બંને તરફથી વાહનોની અવર-જવર થઇ શકશે
- રીસર્ફેસીંગની કામગીરી 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવશે
- ભારદારી વાહનો માટે બે રૂટ નક્કી કરાયા
વડોદરામાં ઠેર ઠેર નવા ઓવરબ્રિજ બનાવવાનું તથા જુના ઓવરબ્રિજ પર રિસર્ફેસીંગ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. જેને લઇને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલમાં એબેક્સ સર્કલ અને વાસણા જંક્શન પર બનતા ઓવર બ્રિજને લઇને ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ હવે સોમા તળાવ રેલવે ઓવર બ્રિજ પર એક તરફનો ટ્રાફિક બંધ કરવાને લઇને જાહેરનોટીસ બહાર પાડવામાં આવી છે. તેને લઇને સોમા તળાવ રેલવો ઓવરબ્રિજ પરથી પસાર થવા માટે વૈકલ્પિક રસ્તાઓને ઉપયોગ કરવો પડશે.
એક તરફના ટ્રેક પર બંને તરફથી વાહનોની અવર-જવર થઇ શકશે
જાહેર નોટીસ દરમિયાન, સોમા તળાવ રેલવે ઓવર બ્રિજ પર રસ્તાની સપાટી પર માસ્ટીક કરીને રીસર્ફેસીંગની કામગીરી 15 ડિસેમ્બર 2024 થી 13 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવશે. જેને લઇને ટ્રાફિકની અનુકુળતાને ધ્યાને રાખીને તબક્કાવાર રીતે કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તેમાં ટુ વ્હીલર અને કાર સરળતાથી જઇ શકે તે માટે એક તરફના ટ્રેક પર બંને તરફથી વાહનોની અવર-જવર થઇ શકશે. આ ઉપરાંત ભારદાર વાહનો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારદારી વાહનો માટે બે રૂટ
ભારદારી વાહનોએ સોમા તળાવ 4 રસ્તાથી કપુરાઇ બ્રિજ નીચેથી તરસાલી બ્રિજ, નીચેથી શહેરમાં પ્રવેશઈ, તરસાલી તળાવ, શાકમાર્કેટ, થઇને જે તે તરફ જઇ શકશે. આ દરમિયાન સોમા તળાવ 4 રસ્તાથી પ્રતાપનગર રોડ થઇ, બ્રિજ થઇ બરોડા ડેરી સર્કલથી આગળ જઇ શકાશે, તથા તરસાલી શાક માર્કેટથી સુશેન રીંગ રોડ, ગુરૂદ્વારા સર્કલ, થી જમણી બાજુ વળીને ડભોઇ ત્રણ રસ્તા, સોમા તળાવ તરફ જઇ શકાશે. તેમજ આ રૂટ પર અવર-જવર કરતા ભારદારી વાહનોએ ખાસ જાહેર નોટીસને અનુસરવાની રહેશે.