આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સની મહિલા બાઈકર્સે ઈતિહાસ રચી દીધો. ફોર્સની 113 મહિલાઓએ બાઈક્સ પર 16 પ્રકારનાં આશ્ચર્યજનક સ્ટંટ અને એક્રોબેટિક્સ દેખાડ્યાં. BSFની આ મહિલા ટુકડીને સીમા ભવાની નામ આપવામાં આવ્યું છે. આ વખતે રિપબ્લિક ડેપરેડ દરમિયાન રાજપથ પર BSF સહિત કુલ 6 માર્ચિગ યુનિટમાં વુમન પાવર નજરે પડ્યો હતો.
મહિલા ટુકડીએ રચ્યો ઈતિહાસ
– BSFએ ઓક્ટોબર, 2016માં ઓલ વુમન બાઈકર્સ કેન્ટિજેન્ટ બનાવ્યાં હતા. જેઓએ ગણતંત્ર દિવસ પરેડમાં પહેલી વખત ભાગ લીધો. આ બાઈકર્સની ઉંમર 25થી 30ની વચ્ચે છે. તેમની ટ્રેનિંગ ટેકનપુરમાં થઈ હતી.
– પરેડમાં 51 મહિલાઓએ બાઈક રાઈડિંગ કરી અને તેમના સહિત કુલ 106 મહિલાઓએ ડેરડેવિલ્સ ટીમે 350 સીસીની 26 રોયલ એનફિલ્ડ બુલેટ મોટર સાયકલ પર સ્ટંટ અને એક્રોબેટિક્સ રજૂ કર્યાં.
– આ સ્ટંટ્સમાં પિરામિડ, ફિશ રાઈડિંગ, શક્તિમાન, વિન્ડ મિલ અને બુલ ફાઈટિંગ સામેલ હતા. જેઓએ ફ્લોરલ ટ્રિબ્યુટ, સાઈડ સેલ્યુટિંગ આપી. મોર જેવી આકૃતિ પણ બનાવી હતી. એક સ્ટંટમાં બાઈકર્સ ભારતનો નકશો બાઈક પર દેખાડતાં નજરે પડી હતી.
– વધુ એક સ્ટંટમાં 6 બાઈક્સ પર ત્રિરંગો લહેરાવી પરેડ કર્યું હતું.
આવી રીતે બની હતી 113 ટીમ
– આ બાઈકર્સ કંટિજેન્ટમાં 20 મહિલાઓ પંજાબ, 15 પશ્ચિમ બંગાળ, 10 મધ્યપ્રદેશ, 9 મહારાષ્ટ્ર, 8 ઉત્તરપ્રદેશ, 7-7 આસામ અને બિહાર, 6 ઓરિસ્સા, 5-5 રાજસ્થાન, મણિપુર અને ગુજરાત, 3-3 જમ્મુ કાશ્મીર અને છત્તીસગઢ, 2-2 કર્ણાટક, ઉત્તરાખંડ, દિલ્હી અને કેરલ જ્યારે 1-1 મેઘાલય અને હિમાચલ પ્રદેશથી છે.
– ગણતંત્ર દિવસની પહેલાં આ મહિલાઓ દરરોજ સવારે 8 વાગ્યે પ્રેક્ટિસ શરૂ કરતી હતી જે બપોરે 1 વાગ્યા સુધી ચાલતી હતી. બપોરે 3-30 વાગ્યે બીજીવખત પ્રેક્ટિસ શરૂ કરતી હતી જે સાંજે 5-30 વાગ્યા સુધી ચાલતી હતી.
કોને કરી સીમા ભવાની સેનાની આગેવાની?
– BSF વુમન બાઈકર્સની સમગ્ર ટીમની આગેવાની સબ ઈન્સ્પેકટર સ્ટેનજિન નોરયાંગે કરી હતી. 29 વર્ષની નોરયાંગ લેહ જિલ્લાના ખાલસી બ્લોકના હેમિસ શુકપચાન ગામની રહેવાસી છે. તે બાઈકર રેજીમેન્ટની કેપ્ટન પણ છે.