- મુંબઈથી બનાવટી નોટો ડીલીવરી કરવા આવેલા 3 આર્પીઓને ઝડપી પાડતી સારોલી પોલીસ
- આરોપીઓ પાસથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો ઝડપાઈ
- આરોપીઓ રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી તો અંદર રાખતા બનાવટી નોટ
- બનાવટી નોટો અને 3 મોબાઇલ ફોન સહીત કુલ રૂ.1 06,400નો મુદ્દામાલ કરાયો જપ્ત
સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ થી બનાવટી નોટો સુરતમાં ડીલીવરી કરવા આવેલા ત્રણને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમની પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી. ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા.
સરોલી પોલીસના બાતમી મળી હતી કે, દત્રાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે, રાહુલ બોનુ વિશ્વકર્મા નામના ઇસમો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણી નોટોના બંડલો જેમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય બચ્ચો કા ખાતાની નોટોના બંડલો બનાવી બેગોમાં મુકીને નીકળ્યા છે. આ ત્રણેય અંત્રોલીગામ ત્રણ રસ્તાથી નિયોલ ચેક પોસ્ટ થઈ સુરત શહેર તરફ ચાલતા ચાલતા જનાર છે. જેથી પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે નિયોલ ચેક પોસ્ટ ખાતે વોચમાં હતા તે દરમ્યાન ત્રણેય ઇસમો ચાલતા ચાલતા આવતા કોર્ડન કરી પકડી પડ્યા હતા.
આરોપી દત્તાત્રેય શિવજીની પૂછપરછમાં જણાવ્યું હતું કે, રાહુલ મહાદેવ કાલે (રહે.ઘર નં.૪૬ બુરડગાંવ રોડ કાલે ગલી એહમદનગર જિ.એહમદનગર મહારાષ્ટ્ર)નો આજથી આશરે એકાદ અઠવાડીયા પહેલા અમારો સંપર્ક થયો હતો. રાહુલ કાલેએ જણાવ્યું કે, સુરત શહેર વિસ્તારમાં મોટી મોટી માર્કેટ આવેલ હોય જેથી રૂપિયા 200 અને 500ના દરની અસલ અને કપૂનવાળી નોટોના બંડલ બનાવી હું તમને મુંબઈ ખાતે આપીશ જે તમારે મને સુરત રેલ્વે સ્ટેશન આપજે. જેથી હું આ નોટોના બંડલો બેંકો તથા માર્કેટ વિસ્તારમાં લોકો પાસેથી 100, 50ના અસલ નોટોના બંડલો મેળવી આ 200 અને 500 ના દરના બંડલો આપી દઈશું. અને જે નફો થાય તે આપણે સરખા ભાગે વેચી લઈશું.
પ્લાન મુજબ ગત 13 ડિસેમ્બરના રાત્રી આશરે સાડા નવ વગ્યે રાહુલ મહાદેવ કાલે વિલેપાર્લે બસ સ્ટેશન મુંબઈ ખાતે આ નોટોના બંડલો ભરેલ બેગો આપી ગયો હતો. જે બેગો લઈ આજ રોજ રાહુલ મહાદેવ કાલેને સુરત રેલ્વે સ્ટેશન ખાતે આપવા આવ્યા હતા. હાલ તો સારોલી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને મહારાષ્ટ્ર થી બનાવટી નોટો આપનાર અને સુરતમાં ડિલિવરી લેનાર રાહુલ કાલે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે રાહુલ કાલે જેની પાસેથી આ બનાવટી નોટ લાવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય ચલણની તથા ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂ. 500ના દરના 1000 નોટોના કુલ્લે 43 બંડલમાં મળી કુલ્લે 43000 નોટો પૈકી રૂપીયા 500ના દરની સાચી નોટો કુલ-86 કિ.રૂ. 43000/- , 500ના દરની બચ્ચો કા ખાતા 42914 નોટો કિ.રૂ. 00/00, ભારતીય ચલણની અને ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂ.200 ના દરના 1000 નોટોના કુલ્લે 21 બંડલમાં મળી કુલ્લે- 21000 નોટો પૈકી રૂપીયા 200ના દરની સાચી નોટો કુલ-42 કિ.રૂ. 8400/- અને 200 ના દરની બચ્ચો કા ખાતા 20958 નોટો કિ.રૂ. ૦૦/૦૦, ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ.5500પની મળી કુલ્લે રૂ.106400ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ કામના આરોપીઓ રૂપિયા 500-200 ના દરની નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલ નોટ અને વચ્ચે ભારતીય બચ્ચો કા ખાતા લખેલ કુપન નોટો મુકતા હતા. આ બનાવટી નોટો બેન્કો અને અન્ય જગ્યાએ મોટા પાયે રોકડ રકમની લેતી દેતી થવાની હોય તે સમયે એનકેન પ્રકારે લોકોને જલ્દી પૈસા ભરવા માટે રૂપીયા 100, 50ના દરની નોટોની જગ્યાએ રૂપીયા 500 અને 200 ની નોટો આપી અને તેઓ પાસેથી 100,50 ની અસલ નોટો લઇ બંડલો તે લોકોને આપી છેતરપીંડી કરે છે. આ બનાવટી નોટ સુરત પહોંચાડવા માટે ત્રણેય ને 10000 રૂપિયા મળવાના હતા.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય