દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે. લોકોને અન્યના જીવની કોઈ કદર ન હોય તે રીતે અંગત સ્વાર્થ માટે અન્યના જીવને જોખમે મૂકી દેતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના શાહીબાગ સિવિલ હોસ્પિટલ પાસે 2 આરોપીઓ પોતાની સાથે પિસ્તોલ અને કારતૂસ લઈને ફરતા હતાં.
કહેવાતા સુરક્ષિત રાજ્ય એવા ગુજરાતમાં જાણે કાયદો અને વ્યવસ્થાને કોઈ ગણકારતું જ ન હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. અમદાવાદના સિવિલ પાસેથી ગેરકાયદે હથિયારો સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ATS દ્વારા 2 પિસ્તોલ અને 6 કારતૂસ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીએ હથિયાર રાખવાની બાબતે ખુલાસો કરતાં કહ્યું કે, ભાઈની હત્યાનો બદલો લેવા માટે હથિયારો સાથે રાખતા હતાં.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના શાહીબાગ સિવિલ હોસ્પિટલ પાસે બે આરોપીઓ પોતાની સાથે પિસ્તોલ અને કારતૂસ લઈને ફરતા હતાં. જો કે, ATS એ પોતાને મળેલી બાતમીના આધારે બંને આરોપીને કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં જ ઝડપી પાડ્યા છે. તેમજ પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કહ્યું કે, પોતાના ભાઈની હ-ત્યાનો બદલો લેવા માટે આ હથિયાર સાથે રાખ્યા હતાં. તેમજ 2 શખસે તેના ભાઈની હ-ત્યા કરી હતી. તેમજ આ હ-ત્યાના કેસમાં આરોપી પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. અનુસાર માહિતી મુજબ, બંને આરોપીની અગાઉ પણ ગુનાહિત કૃત્યોમાં સંડોવણી સામે આવી છે. તેમજ બંને આરોપી પર અગાઉ ઘણાં ગુના પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.