ગુજરાતી ગાયક કલાકાર ઈશાની દવે એક એવી સિંગર કે જેના ભજન, ડાયરા તમે સાંભળ્યા જ હશે. ત્યારે હવે તેને ગુજરાતી સંગીતક્ષેત્રે ધુમ મચાવી રહી છે. તેણીએ તેની કારકિર્દીની શરૂઆત નાની ઉંમરે કરી હતી. તેણીને આ પ્રેરણા તેના પિતા પ્રફુલ દવે દ્વારા મળી હતી, જેઓ ગુજરાતના શ્રેષ્ઠ લોક ગાયકોમાંના એક છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેપ્શનમાં લખ્યું છે કે, “बैकस्टेज डायरीज़ “
તેણીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. તેણીનો આ લુક જોવા તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોતાં હોય છે. આ તસવીરોમાં તેણી ઇન્ડો- વેસ્ટર્ન પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ યેલો કલરનું ઇન્ડો- વેસ્ટર્ન પહેર્યુ છે. તેણીએ હેન્ડવર્ક કરેલ સ્લગ પહેરી છે. આ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ હાથમાં કડુ પહેર્યું છે અને કાનમાં ઈયરિંગ પહેરી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે.