- માર્કેટ યાર્ડમાં 1200 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન નોંધાયું
- રોજના 50થી પણ વધારે ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે
- સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે સોયાબીનના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જણસી વેચવા માટે માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં તમામ ખેડૂતો વેચાણ અર્થે પહોચ્યા હતા. સોયાબીનમાં 978 રૂપિયા જેવો ટેકાના ભાવે સોયાબીનનો ભાવ મળી રહ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટ યાર્ડમાં 1200 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયેલ હોય જેમાં 300 જેટલા ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે. રોજના 50થી પણ વધારે ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને ટાફેડ દ્વારા જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યો હોય ત્યારે વાત કરીએ ધોરાજી તાલુકાની તો ધોરાજી તાલુકાના ખેડૂતો ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે સોયાબીન જણસી વેચવા માટે ધોરાજીના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં તમામ ખેડૂતો જેણે સોયાબીન નું વાવેતર કરેલ હોય તેવા ખેડૂતો જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી થતી હોય ત્યાં સોયાબીન વેચવા માટે આવેલા હોય સામાન્ય રીતે વાત કરીએ તો ખુલ્લી હરાજીમાં ભાવ 7:30 સુધી 800 રૂપિયા સુધીનો ભાવ બજારમાં ખેડૂતોને સોયાબીન નો ભાવ મળી રહ્યો છે ત્યારે વાત કરીએ જે ટેકાના ભાવે સરકારે ખરીદી કરેલ હોય સોયાબીનની તેમાં 978 રૂપિયા જેવો ટેકાના ભાવે સોયાબીન નો ભાવ મળી રહ્યો છે.
ત્યારે ખેડૂતોને રૂપિયા 100 થી પણ વધારે સોયાબીન નો ભાવ મળી રહ્યો હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોમાં હર્ષ ની લાગણી જોવા મળેલ અને ખેડૂતો સોયાબીન નો ભાવ જે ખરીદી થાય છે તેને લઈ ધોરાજીના ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળેલ ધોરાજી માર્કેટ યાર્ડમાં 1200 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયેલ હોય જેમાં 300 જેટલા ખેડૂતોને મેસેજ દ્વારા અત્યાર સુધીમાં જાણ કરવામાં આવેલ છે અને 200 જેટલા ખેડૂતો આ સોયાબીનના ટેકર ના ભાવ ની ખરીદીમાં વેચવા માટે ધોરાજી માર્કેટમાં આવી પહોંચ્યા છે અને માફેટ દ્વારા રોજના 50 થી પણ વધારે ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે હાલ જે સરકાર અને નાફેડ દ્વારા જે ટેકરના ભાવે સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી હોય ત્યારે ધોરાજી તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો છે અને ખુલ્લી બજાર કરતા સોયાબીનના ભાવ જે સરકારના ટેકાના ભાવે ખરીદીમાં સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.
અહેવાલ: કૌશલ સોલંકી