- બાળમેળામાં 36 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા
- બહોળી સંખ્યામાં બાળકો સહભાગી બન્યા
જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાની એક ખાનગી શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ધોરણ 1 થી 5ના કુલ 139 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ બાળમેળામાં કુલ 36 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. તેમાં સંસ્કૃતિ, ગામડું, આરોગ્ય વર્ધક ઔષધીઓના સ્ટોલ, રસોડું, ઔષધીય વનસ્પતિ, વૈજ્ઞાનિક પ્રયોગો , મનોરંજન માટે જાદુના ખેલ , ખાણીપીણી , વર્તમાન સમસ્યાઓ જેમાં ટ્રાફિક સહિતની બાબતો, પર્યાવરણ, આગામી ઉતરાયણના તહેવારમાં કઈ રીતે કાળજી રાખવી સહિતની બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, આજના સમયમાં બાળકો પરંપરા ભૂલી રહ્યા છે મોબાઈલનું વડગણ જે રીતે વધ્યું છે તેને લઈને બાળકોમાં ખેલદિલી ભાવના પણ ઘટી રહી છે અને તેને લીધે બાળકો ક્યારેક પોતાની મૂળભૂત રમતો ભૂલી ગયા છે. ત્યારે કેશોદ તાલુકા ની એક ખાનગી શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ધોરણ એક થી પાંચ ના કુલ 139 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ બાળમેળામાં કુલ 36 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા તેમાં સંસ્કૃતિ, ગામડું, આરોગ્ય વર્ધક ઔષધીઓના સ્ટોલ, રસોડું, ઔષધીય વનસ્પતિ, વૈજ્ઞાનિક પ્રયોગો , મનોરંજન માટે જાદુના ખેલ , ખાણીપીણી , વર્તમાન સમસ્યાઓ જેમાં ટ્રાફિક સહિતની બાબતો , પર્યાવરણ આવનારા સમયમાં આવતી ઉતરાયણમાં કઈ રીતે કાળજી રાખવી સહિતની બાબતોમાં માહિતગાર કરવામાં આવ્યા હતા…
ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ સૌથી નાના વકીલ બની અને અભિનય કર્યો હતો. જેમાં પર્યાવરણની સમસ્યા દિન પ્રતિદિન જે રીતે વધી રહી છે અને વૃક્ષો કપાઈ રહ્યા છે ત્યારે તે કઈ રીતે બચાવી શકાય પર્યાવરણ કઈ રીતે જતન કરી શકાય અને આ વૃક્ષો કાપે. તો તેને કઈ રીતે સજા મળવી જોઈએ તે બાબતનો કેસ લડી અને પર્યાવરણ બચાવવા જહેમત ઉઠાવવા માટે પણ લોકોને એક સંદેશ પાઠવ્યો હતો. દસ વર્ષના વકીલ જ્યારે પોતાનો અભિનય ખુદ જાણે એક વકીલ હોય તે રીતે બજાવતો નજરે પડ્યો હતો. આ ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા બાળકનું સપનું પણ ભવિષ્યમાં વકીલ બનવાનું જ છે તેથી પોતાનો અભિનય સાથે વકીલ હોય તે રીતે નિભાવ્યો હતો.
લોકોને પૂરતું મનોરંજન મળી રહે તે માટે અહીં જાદુના ખેલ પણ વિદ્યાર્થીઓ દ્વારા બતાવવામાં આવ્યા હતા. ધોરણ એક થી પાંચમાં અભ્યાસ કરતા આ તમામ વિદ્યાર્થીઓ ની મહત્તમ ઉંમર 10 થી 12 વર્ષની હોય ત્યારે આટલી નાની ઉંમરે પણ કૌતુક ભર્યા પોતાના અભિનય દર્શાવી અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને લોકોએ પણ તમામ બાળકોને તાળીઓથી વધાવ્યા હતા.