હવે ૬૨ ને બદલે ૬૫ વર્ષે સરકારી ડોકટરો નિવૃત થશે
સરકારી ડોકટરોની નિવૃતીની ઉમ્ર કેન્દ્ર સરકાર દ્વારા વધારવામાં આવી છે. ૫ જાન્યુઆરીનાં રોજ યુનિયન મિનિસ્ટર દ્વારા તેની નોટીસ જાહેર કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતુ કે જનરલ ડયુટી મેડીકલ ઓફીસર, સ્પેશિયાલીસ્ટ ટીચીંગ નોન ટીચીંગ સ્ટાફ, પબ્લીક હેલ્થ, આયુશ ડોકટર્સ, સિવિલ ડોકટરો, મેડિકલ સુવિધા સાથેસંકળાયેલા તેમજ મેડીકલ અધિકારીઓ, ભારતીય ફેકટરી આરોગ્ય સુવિધા દંતચિકિત્સકો, હેલ્થ વેલફેર મંત્રાલય સાથે સંકળાયેલા ભારતીય રેલવે મેડીકલ સર્વીસ, રેલવે દંત ચિકિત્સકો, જનરલ મેડીકલ ડયુટી ઓફીસર, આર્મી પોલીસ મેડીકલ સ્પેશ્યિલીસ્ટ સહિત તમામ સરકારી ડોકટરોને ૬૫ વર્ષ બાદ પેન્શન આપવામાં આવશે. આ પૂર્વે ડોકટરોની નિવૃતીની ઉમ્ર ૬૨ વર્ષ બાદની હતી ગુજરાત મેડીકલ એસોસીએશનના પ્રમુખ બિપિન પટેલ જણાવે છે કે એસોસીએશનની આ માંગ ઘણા સમયથી પાછળ ધકેલાઈ રહી હતી. પરંતુ હવે તેનાપર પગલા લેવાયા છે.