યંગસ્ટર્સ ભવિષ્યની અસરો વિશે વિચાર કર્યા વિના જ નિર્ણયો લે છે: જે.બી.પારડીવાલા
ઘણા લોકોને ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડિયાના પ્લેટફોમ પર પ્રેમ થઈ જતો હોય અને વાત એટલી આગળ વધી જાય કે લગ્ન પણ કરી લેતા હોય છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટનું માનવું છે કે આ પ્રકાર સોશિયલ મીડિયા દ્વારા બંધાયેલા લગ્નસંબંધો ટકતા નથી. હાઈકોર્ટમાં એક કેસ આવ્યો. જેના મુજબ સોશિયલ મીડિયા પર મળેલા કપલે ઘરેલું હિસાને કારણે લગ્ન સંબંધો ટૂંકવ્યા હતા. કોર્ટે પણ તેમને ડિવોર્સ લેવાની જ સલાહ આપી હતી.
તાજેતરમાં જ કોર્ટે નવસારીના જયદિપ શાહ વિદ્યાર્થીના કેસની સુનવણી કરી હતી જે રાજકોટની ફન્સી નામની યુવતીના સંપર્કમાં ૨૦૧૪ આ આવ્યો હતો. તેમને પ્રેમ થયો, મુલાકાત થઈ અને ૮ ફેબ્રુઆરી ૨૦૧૫માં તેમણે પ્રભુતાના પગલા પણ માંડયા.
લગ્નના ૨ મહિના બાદ જ તેમના નવા લગ્નજીવનમાં તકલિફો અને ઘર્ષણ આવ્યું મહિલા તેના માતા-પિતાની ઘરે પાછી જતી રહી જેનું કહેવું હતું કે, તેના સાસરા પક્ષના લોકો દહેજની માંગ કરે છે. ઘરેલું હિસા કરે છે. માટે ફન્સીએ આઈપીસી સેકશન ૪૯૮એ અને ૫૦૪ અંતર્ગત દહેજ પ્રતિબંધ એકટ અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વર્ષ ૨૦૧૬માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેની સુનવણી કરવામાં આવી તેથી જસ્ટીસ. જે.બી.પારડીવાલાએ નોંધ્યું હતું કે, ફેસબૂક પર થતા લગ્નો ટકતા નથી. જો કે કોર્ટે યુગલને નવેસરથી શ‚આત કરવાની સલાહ પણ આપી હતી. કારણ કે બન્ને યુવાન છે.
તેઓ ભવિષ્યનો લાંબો વિચાર નથી કરી રહ્યાં. કોર્ટે તેના પતિ ખિલાફ ચુકાદો આપ્યો હતો અને તેના સાસરીયા પક્ષની વિરોધાર્થી એફઆઈઆર પણ નોંધાવી હતી. હાઈકોર્ટે તેના પતિ ખીલાફ કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી.